સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર અને એલિસબ્રિજ વચ્ચે ફ્લાવર પાર્કનું નિ ર્માણ કરવામાં આવેલ છે. સ દર ફ્લાવર પાર્ક ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા:- ૩૧/૧૨/ ૨૦૨૨ થી ફ્લાવર શો ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. સદર ફ્લાવર પાર્કમાં ફ્લાવર શો પૂર્વેની કામગીરી ચાલુ હોવાથી ફ્લાવર પાર્ક તા:- ૨૬/૧૨/૨૦૨૨ થી તા:- ૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે તેમજ તા:- ૩૧/૧૨/૨૦૨૨ થી મુલાકાતીઓને રાબેતા મુજબ ફ્લાવર શો માટે પ્રવેશ આપવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.