અમદાવાદ
.રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનોવેટર્સના સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય :ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી
સમાજ જીવનમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સન્માન કરવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય
મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિવ્યભાસ્કર પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ- ૨૦૨૩ અર્પણ કરાયા
પ્રસિધ્ધ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દિકીની પણ ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિઘ ક્ષેત્રોના પ્રતિભાવાન મહાનુભાવોનું પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ- ૨૦૨૩થી સન્માન કરતા જણાવ્યું હતું કે, રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનાવેટર્સના સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય છે. મુખ્યમંત્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, સમાજ જીવનમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સન્માન કરવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં દેશને આગવી ઓળખ આપી છે. ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પણ વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે. પ્રત્યેક ગુજરાતી ગૌરવ લઇ શકે તે પ્રકારે ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રાઇડ ઓફ ગુજરાત- ૨૦૨૩ પુરસ્કારથી સન્માનિત સૌ મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રસિઘ્ઘ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દિકીએ કારકિર્દીની શરૂઆતમાં ગુજરાતમાં વિતાવેલા દિવસો અને ગુજરાતી નાટકોમાં કરેલા અભિનયને યાદ કરી ગુજરાત સાથેના ભાવનાત્મક સંબંઘોને તાજા કર્યા હતા. આ પ્રસંગે ઘારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકા મેયર હિતેષ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.