અમદાવાદ

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

Published

on

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે !

 

ઇડરના ધારાસભ્ય હુતુ કનોડિયા અસારવા વિધાનસભા મત વિસ્તારમાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, જેને લઇને અસારવા વિધાનસભા મત વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,

શુ હિતુ કનોડિયા આ વખતે ઇડરના બદલે અસારવા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે, અસારવા વિધાનસભામાંથી  પેજ સમિતીના પ્રમુખ બનાવાનું  કારણ શુ છે, હાલ તેઓ ઇડરના ભાજપના ધારાસભ્ય તરીકે

સેવાઓ આપી રહ્યા છે, ત્યારે તેઓ ઇડરમાં પેજ સમિતના પ્રમુખ બનાવાના બદલે અસારવા કેમ પસંદ કર્યું તે એક ચર્ચાનો વિષય બન્યો છે, શુ અસારવા ભાજપનો ગઢ હોવાથી તેઓ અસારવાથી ચૂંટણી લડવા માંગે છે

Advertisement

શુ તેમને ઇડરની જનતા પર ભરોસો નથી, શુ તેઓ ઇડરમાં ચૂંટણી જીતી શકે એમ નથી,  શુ તેઓ તેઓનુ મત વિસ્તાર બદલવા માંગે છે,

 

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

અસારવા વિધાનસભા સીટ વર્ષ 1990થી ભાજપનો ગઢ બન્યો છે, એટલે કે 32 વરસથી ભાજપે આ બેઠક જાળવી રાખી છે, અત્યારે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય બાબતોના પ્રધાન પ્રદીપ પરમાર આ બેઠકનું પ્રતિનિધીત્વ કરી રહ્યા છે, તેઓ પ્રથમ વખત વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદીપ પરમારની ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે, તેઓએ અસારવા વિધાનસભામાં કરેલા વિકાસના કામો

અને પ્રધાન બન્યા પછી પણ લોકો સાથે તેને અસરકારક જનસપંર્ક રહ્યો છે, તેઓ 24 કલાક 108ની જેમ જનતાના કાર્યો માટે તત્પર રહે છે, તેઓ કેબીનેટ પ્રધાન હોવા છતાં સામાન્ય લોકોના સતત ફોન ઉઠાવતા હોય છે, અને તેમના પ્રશ્નોને શાંતિથી સાંભળે છે,, એટલુ જ નહી તેમના પ્રશ્નોનો ત્વરીત જવાબદાર અધિકારીઓને સૂચના આપી નિકાલ લાવે છે,,સિવિલ હોસ્પિટલ તેમના મત વિસ્તારમા હોવાથી આખા રાજ્યમાંથી દર્દીઓ આવતા હોય છે,  તેમની ટીમ ખડે પગે સેવામાં લીન હોય છે, પ્રદીપ પરમાર સિવિલ હોસ્પિટલ માટે સંકટ મોચક તરીકે કાર્યકર્તામાં ઓળખાય છે,

Advertisement

 

અસારવામાં કોની કેક કપાશે !

આમ તો તેઓ અસારવામાં ફાઇનલ માનવામા આવે છે, જો કે પ્રજામાં સંકટ મોચક તરીકે ઓળખાતા પ્રદીપ પરમાર માટે હિતુ કનોડિયા પેજ પ્રમુખ બનતા નવુ સકંટ ઉભુ કર્યુ છે, જો કે પ્રદીપ પરમાર આવા સંકટો કોઇ નવી વાત નથી,, વર્ષ 2008માં અમદાવાદમાં સિવિલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હમેશા લોકોની સેવા માટે ખડે પગે રહેતા પ્રદીપ પરમાર પણ ટ્રોમાં સેન્ટર પહોચ્યા હતા, એ દરમિયાન જ ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જો કે ઇશ્વરની કૃપાથી સેવાને વરેલા પ્રદીપ પરમારનો આબાદ બચાવ થયો હતો,  વર્ષ 2015માં અમદાવાદ મહાનગર પાલિકાની યોજાયેલ ચૂંટણી દરમિયાન તેઓ અસારવા વોર્ડમાં કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉત્સુક હતા, જો કે તેમના રાજકીય વિરોધીઓએ  તેમને  ટિકીટ આપવા દીધી ન હતી, માતાજીના પરમ ભક્ત પ્રદીપ પરમારના જીવનમાં કઇક જુદુ લખ્યુ હતું તેઓને વર્ષ 2017માં અસારવા વિધાનસભાની ટીકિટ પણ મળી,અને તેઓ કેબીનેટ પ્રધાન પણ બન્યા,  જેની સાથે તેમના રાજકીય વિરોધીઓની બોલતી બંધ થઇ ગઇ છે,

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

ત્યારે હિતુ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગત સુપર સ્ટાર માનવામાં આવે છે, તેઓ સમગ્ર ગુજરાતમાં જન જનમાં લોક પ્રિય છે, તેઓ વર્ષ 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે તેમને  કોંગ્રેસના રમેશ ચાવડાએ હરાવતા તેઓનું વિધાનસભા પહોચવાનુ સ્વપ્ન પુર્ણ થયુ ન હતું,  વર્ષ 2017માં ભાજપે  વર્ષ 1995થી ભાજપનો ગઢ બનેલ ઇડર બેઠક પરથી તેમને મૈદાને ઉતાર્યા હતા જ્યાં તેઓ સફળ થયા, ત્યારે હવે  તેમની નજરઅસારવા બેઠક પર હોવાનુ કાર્યકર્તાઓમાં ચર્ચા છે,  શુ ભાજપ તેમને કડી ઇડર બાદ અસારવામાં ટીકિટ આપશે તે એક મોટો સવાલ છે ,,

Advertisement

 

ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો

 

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version