અમદાવાદ
શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં
શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં
ગુજરાતમાં 80 લાખ પરિવારો પીડીએસ, એટલે કે સસ્તા અનાજના દુકાનથી સરકારી અનાજ લઇને પોતાનુ ગુજરાન ચલાવે છે,,તેવામાં બાપુનગર વિસ્તારના હંસ કોલોની અને ઇન્દિરાનગર પાસે સરકારી અનાજ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં જોવા મળ્યા, ત્યારે સવાલ એ છેકે ગરીબોનો અનાજ આમ કચરા પેટીમાં કેમ ફેકી દેવાયા હશે, શુ તે ખરાબ હશે,, અને જો ખરાબ હોય તો શુ સરકાર ગરીબો સાથે મજાક કરે છે,અને ગરીબોને સડેલા અનાજ ખાવા માટે વિતરણ કરે છે
બાપુનગર વિસ્તારના દલસુખ ભાઇ પટેલે જણાવ્યુ છે કે ઇન્દિરા નગરના ભરત ડોડીયા નામના સ્થાનિક આગેવાને ફોન કરીને માહિતી આપી કે અહી સરકારી અનાજના કટ્ટા કચરામાં પડ્યા.છે, જે અનાજને ગાયમાતા ખાઇ રહ્યા હતા, તપાસ કરી તો ખબર પડી, ગરીબોને વિતરણ કરવામાં આવતા હોય તેવા સરકારી અનાજ જણાયુ હતું,,આ અનાજ ખરાબ હોવાથી તેને ફેકાયુ હશે તેમ લાગી રહ્યુ છે, એક તરફ જ્યાં ગરીબો ભુખ્યા લોકોને પુરતું જમવાનું નથી મળતું, તેમજ બીપીએલ કાર્ડના ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો પુરવઠો પણ પુરતો મળતો નથી, ત્યારે આ અનાજના કટ્ટાઓ જે રીતે ફેકાયા છે,,તેનાથી ગરીબ જનતાના ટેક્સના નાણાંનો બગાડ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે,
જાહેરમાં આવી રીતે સરકારી અનાજ ફેકવામા આવતુ હોય તો સમગ્ર ગુજરાતમાં સરકારી અનાજની શુ દુર્દશા હશે તે એક મોટો સવાલ છે,
એક તરફ ગરીબો માટે સસ્તા અનાજની દુકાન મા અનાજ ચોખા મળતા નથી ગરીબો ની ભુખ ભાંગી શકાતી નથી ત્યારે સરકારી અનાજ ની દુર્દશા ની આ ઘટના ઘણુ બધુ કહી જાય છે સરકારી અનાજ ની દુર્દશા કરનારા કોઈ પણ અધિકારીઓ હોય કે સસ્તા અનાજની દુકાનો વાળા હોય આ બાબતની યોગ્ય તપાસ કરી સખ્ત મા સખ્ત કાર્યવાહી કરવી જોઈએ સાથે ઉચ્ચ કક્ષાએ આની તપાસ થવી જોઇએ કે આ અનાજ કેમ ફેકાયુ છે,