અમદાવાદ

શુ ગુજરાત સરકાર પ્રસિદ્ધીની લ્હાયમાં કરી રહી છે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન-રાજ્યપાલથી માંડી હાઇકોર્ટ સુધી કોણે કરી ફરિયાદ

Published

on

શુ ગુજરાત સરકાર પ્રસિદ્ધીની લ્હાયમાં કરી રહી છે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન-રાજ્યપાલથી માંડી હાઇકોર્ટ સુધી કોણે કરી ફરિયાદ

 

દેશ સહિત રાજ્ય ભરમાં સરકારથી માંડી ભાજપ સંગઠન હર ઘર તિરંગા અભિયાન ચલાવીને લોકોમાં રાષ્ટ્રવાદ જગાવવાનો પ્રયત્ન કરી રહી છે,,ત્યારે અમદાવાદના એક આરટીઆઇ એક્ટિવિસ્ટે ગુજરાત સરકાર સામે રાષ્ટ્ર ધ્વજનો અપમાન કરવાનો આરોપ લગાવીને રાજ્ય પાલથી માંડી હાઇકોર્ટ સુધી ફરિયાદ કરી છે, કારણ કે ગુજરાત સરકારે 4 ઓગસ્ટે એક વિડીયો યુ ટ્યુબ ઉપર અપલોડ કર્યો હતો, જેમાં અનેક વખત રાષ્ટ્રિય ધ્વજને બહુમાળી મકાનો ઉપર લટકાવવામાં આવ્યા છે,, જનો વાંધો આ આરટીઆઇ એક્ટીવિસ્ટે લીધો  છે, ,

અમદાવાદમાં રહેતા સંતોષ સિહ નામના આરટીઆઇ એક્ટિવિસ્ટે પંચાત ટીવી સાથે વાત ચિત કરતા જણાવ્યુ કે ચીફ મિનિસ્ટર કાર્યાલય તરફથી ચાર ઓગસ્ટે યુ ટ્યુટ ઉપર 2.45 સેકેન્ડનો એક ગીત વાળો વિડીયો અપલોડ કરાયો હતો, આમ તો ગીત સારો છે, સરકારનો ઉદ્દેશ્ય પણ સારો છે, પણ જે રીતે આમાં સંવિધાને રાષ્ટ્રધ્વજ માટેના સુચવેલા નિયમોનો ઉલઘ્ઘન જોવા મળી રહ્યો છે, નિયમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આને દિવાલ ઉપર ન લટકાવી શકાય, શુસોભન માટે વપરાઇ ન શકે, આ સમગ્ર વિડીયોમાં

0.41 second. B/h Tawn Hall, amdawad.
0.46 second building
0.47 second. Building
0.49 second
0.58 second
1.02 second Toran at Home
1.28 second building
1.45. Second Building
2.20. At clock tower
2.21. Building

Advertisement

આટલી વખત રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ ખોટી રીતે કરાયો છે, જેને લઇને સૌથી પહેલા સીએમઓમાં લેખિતમાં ઇમેઇલ કરાયો, તેના પછી હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરાઇ,અને રાજ્યપાલને પણ મેઇલ કરાયો છે, છતાં ન તો સરકાર તરફથી આ વિડીયોને હટાવવામાં આવ્યો છે,,ન તો કોઇ યોગ્ય પ્રતિઉત્તર આપવામાં આવ્યો છે, તે સિવાય હવે સરકારે નવી ગાઇડ લાઇન આપી છે તેમાં જરુર એવો સુધારો કરાયો છે કે હવે કોઇ પણ કાપડથી રાષ્ટ્રધ્વજ બનાવી શકાશે, પણ હજુ બિલ્ડીંગ્સ ઉપર લટાકવવા અંગે કે રાષ્ટ્ર ધ્વજને તોરણ તરીકે ઉપયોગ કરવા માટે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી,

આમ સંતોષ સિહની માંગણી છે કે સરકાર ઉજવણીની લ્હાયમાં કમ સે કેમ રાષ્ટ્રિય ધ્વજનુ અપમાન ન કરે,, અમારો ઉદેશ્ય સરકારની ઉજવણીમાં ખલેલ પહોચાડવાનું નથી, પણ સરકાર ઉત્સાહમાં હોશ ન ખોઇ બેંસે અને રાષ્ટ્રધ્વજનું અપમાન ન કરે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version