Uncategorized

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

Published

on

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

type=”rectangular” ids=”4280,4278,4279,4277″]

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

મહેસાણામાં આર જે ઇન્ટરનેશનલ સ્કૂલનુ ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના હસ્તે કરાયું,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજની ભાઇ પટેલ, મહેસાણાંના સાસંદ શારદા બેન પટેલ
ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડો રુત્વિજ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સહિત સિનિયર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,,
મહત્વપુર્ણ વાત એ છે કે મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ હાજર હોવા છતાં તેમની ગેર હાજરી વર્તાઇ,,

ઉલ્લેખનિય છે કે કાર્યક્રમ માટે જે પણ હોર્ડીંગ્સ બોર્ડ અને પોસ્ટર લગાવાયા હતા તેમાં સત્તાવાર રીતે નિતીન પટેલ, ચંદ્રકાંત પાટીલ, રજની ભાઇ પટેલ, શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર,અને રુત્વીજ પટેલનો
સત્તાવાર ફોટો પણ મુકવામાં આવ્યો હતો, સત્તાવાર કાર્યક્રમ સવારે 9થી 12 વાગ્યાનો હતો, જેમાં નિતીન પટેલે સવારે ઉપસ્થિત રહ્યા હતા,, , જેથી તેઓ હાજરી આપીને આયોજકોને
શુભેચ્છા પાઠવીને નિકળી ગયા હતા, જ્યારે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પાછળથી પહોચ્યા હતા, અને સ્કૂલનુ ઉદ્ઘાટન કર્યુ હતું,

Advertisement

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

કહાની માં ટ્વીસ્ટ ત્યારે શરુ થયો જ્યારે પ્રદેશ ભાજપ તરફથી સત્તાવાર પ્રેસનોટ આપવામાં આવી,,
,તેમાં બાકીના નેતાઓની હાજરીનો ઉલ્લેખ તો કરાયો છે, પણ નિતીન પટેલના નામનો ઉલ્લેખ કરાયો નથી, ત્યારે
નિતીન પટેલના સમર્થકોમાં હવે ગણ ગણાટ શરુ થયો છે,, 2022ના વિધાનસભા ચૂટણીમાં ભાજપ તેમને ટિકીટ આપશે કે નહી તે તો પછીની વાત છે,,પણ અત્યારથી જ જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરીનો ઉલ્લેખ ટાળવામાં આવી રહ્યો છે
તે ખુબજ સુચક છે, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શુ આ પ્રેસનોટમાં નિતિન પટેલનો ઉલ્લેખ જાણી જોઇને ટાળવામાં આવ્યો છે કે શરતચૂક છે,

રાજ્યમા મોટા ભાગે જજોની કરાઇ બદલી-કયા જજ ક્યાં મુકાયા આ રહ્યુ લિસ્ટ

1 Comment

  1. રાકેશ પંજાબી

    May 8, 2022 at 8:26 pm

    નીતિનભાઈ પટેલ જલ્દી થી રાજકારણ માં થીં સ્વેચ્છાએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સમાજ સેવા આપવા ની જરૂર છે બાકી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈ પણ પાટીદાર નેતા છે એટલે ટીકીટ કોઇ ને પણ નહીં આપે સ્થિતિ સંજોગોમાં રાજકારણ માં આવેલ કોઇ પણ સમાજ નાં ખભે પગ મૂકીને રાજકારણ માં પોતાનું સ્થાન બનાવવા વાળાં નેં જરૂર થી દુર રાખશે ચુંટણી ઓ પહેલાં ચોમેરથી જનતા તરફથી સહયોગ મલે એવાં કામ કાજ કરેલા હોય તેની વાત કરી નેં નવાં ઉમેદવારો મેદાનમાં ઉતારશે કેમ કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પરીવાર વાદ નાં દુષણને દુર કરવાનો દેશમાં પ્રયાસો કરી રહ્યા છે અને એનાં માટે ગુજરાત રાજ્ય થી ઉત્તમ કોઈ પ્રયોગશાળા છે જ નહીં હવે જનતા પણ સમજદાર છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પોતાની પસંદગી પ્રમાણે કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version