આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?
મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?
અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.