સ્પોર્ટ્સ
હવે નવા નિયમો સાથે રમાશે IPL – કેચ આઉટ નો નિયમ બદલાયો, એક મેચમાં 8 DRS
IPL 2022 નવા નિયમો સાથે રમાશે. હવે આઈપીએલમાં ડીઆરએસથી લઈને કેચ આઉટ અને રનઆઉટના નિયમો પણ બદલાઈ ગયા છે. તો કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટના શેડ્યૂલમાં પણ ફેરફાર કરી શકાશે. જો કોરોનાને કારણે કોઈ ટીમ 11 ખેલાડીઓ મેદાનમાં ઉતારી શકતી નથી, તો તે મેચ ફરીથી યોજવામાં આવશે. જો બાદમાં પણ મેચનું આયોજન નહીં થાય તો આ મામલો ટેકનિકલ કમિટીમાં જશે અને કમિટી તેના પર નિર્ણય લેશે. IPLની ટેકનિકલ કમિટી જે નિર્ણય લે તે જ અંતિમ માનવામાં આવશે.
ડીઆરએસનો નિયમ પણ બદલાયો
આઈપીએલમાં પહેલા એક ઈનિંગમાં એક ડીઆરએસ મળતો હતો. કુલ મળીને મેચમાં બંને ટીમોની પાસે 4 ડીઆરએસ હતા. એક ટીમની પાસે બે ડીઆરએસ હતા, જેમાંથી એકનો ઉપયોગ બોલિંગ અને એકનો ઉપયોગ બેટિંગ દરમિયાન કરી શકાતો હતો. એક અહેવાલ મુજબ, હવે એક ઈનિંગમાં બે ડીઆરએસ હશે. એનો મતલબ એ છે કે મેચમાં કુલ આઠ ડીઆરએસ હશે. એક ટીમની પાસે 4 ડીઆરએસ હશે. બે ડીઆરએસનો ઉપયોગ બોલિગ અને 2 ડીઆરએસનો ઉપયોગ બેટિંગ દરમિયાન કરી શકાશે.
શું છે કેચ આઉટનો નવો નિયમ?
તાજેતરમાં, મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા કેચના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલની આ સિઝનમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MCCના નવા નિયમો અનુસાર, જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, તો તેના સ્થાને આવનાર નવા બેટ્સમેને જ સ્ટ્રાઈક લેવી પડશે. જો બંને બેટ્સમેન પ્રથમ કેચ પહેલા બાજુ બદલી નાખે, તો નવા બેટ્સમેનને નોન-સ્ટ્રાઈક જવાની મંજૂરી આપવામાં આવી હતી.
સુપર ઓવરને લઈને આ નિયમ
BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્લે ઓફ કે ફાઇનલમાં સુપર ઓવર દ્વારા ટાઈ રોકવી તો શક્ય નથી. પણ જો એવું થશે તો લીગમાં સૌથી ટોચનું સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
પ્લેઇંગ ઇલેવનને લગતા નિયમો
જો કોરોનાના કારણે કોઈ ટીમને મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનને તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે તો મેચ અન્ય કોઈ દિવસે પણ થઈ શકે છે. ધારો કે આપેલા દિવસે પણ મેચ યોજી શકાતી નથી, તો ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે.