crime
ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી

ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત અને સરકારની મક્કમતાથી ડ્રગ્સ પકડાય છે : આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી,રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસનો દબદબો : ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી
ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ ૪૮૫ કેસમાં ૭૬૩ આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા ૬ હજાર ૪ કરોડ ૫૨ લાખ ૨૪ હજારથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો : ડ્રગ્સ પકડવામાં ગુજરાત અગ્રેસર
છેલ્લા એક વર્ષમાં એક પણ ડ્રગ્સ વેચનારને જામીન મળ્યા નથી : ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસીની ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા
NCRBના વર્ષ ૨૦૨૧ના અહેવાલ મુજબ હિંસાત્મક-શરીર વિરુદ્ધના ગુનાઓમાં ભારતના ૩૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત અનુક્રમે ૩૨ અને ૩૧માં ક્રમે
ગુજરાત પોલીસે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી,જેવા રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડ્યું છે
NCRBના ૨૦૨૧ના અહેવાલમાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી
ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસન વખતે શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચવાવાળાને ગુજરાત પોલીસે પકડ્યા છે
રાજયની તમામ દરિયાઈ સીમાઓ સુરક્ષિત છે ત્યારે ગુજરાત પોલીસનું મોરલ તોડવાનું કોગ્રેસ બંધ કરે
ડ્રગ્સ મામલે કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતા અભ્યાસ વગરના નિવેદનો કરીને રાજયના નાગરિકોને ગેરમાર્ગે દોરી ગુમરાહ કરવા નીકળ્યા છે : રાજયની પ્રજા એમને ઓળખી ગઈ છે : ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી,રાજસાથાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની પૂરવાર થઈ રહી છે
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ ૪૮૫ કેસમાં ૭૬૩ આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા ૬ હજાર ૪ કરોડ ૫૨ લાખ ૨૪ હજારથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. યુવાનોને નશાના ચૂંગાલમાંથી છોડાવવા તથા પોલીસનું મનોબળ વધારવાના આશયથી દેશભરમાં ગુજરાતે ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી બનાવી છે જેના પરિણામે છેલ્લા એક વર્ષમાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે અને એક પણ ડ્રગ્સ વેચનારને જામીન મળ્યા નથી.
તેમણે ઉમેર્યું કે, NCRBના વર્ષ ૨૦૨૧ના અહેવાલ મુજબ હિંસાત્મક-શરીર વિરુદ્ધના ગુનાઓમાં ભારતના ૩૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત અનુક્રમે ૩૨ અને ૩૧માં ક્રમે છે.
જ્યારે ડ્રગ્સ પકડવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત પોલીસે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે. NCRBના ૨૦૨૧ના અહેવાલમાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી.
ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસન વખતે શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચવાવાળા સલીમને ગુજરાત પોલીસે પકડ્યો છે.
NCRBના વર્ષ ૨૦૨૧ના અહેવાલ મુજબ ગુજરાત સાથે અન્ય રાજ્યો/યુટીના ક્રાઈમ રેટની સરખામણી કરતા જણાવ્યું હતું કે હિંસાત્મક ગુનામાં સમગ્ર ભારતનો ક્રાઈમ રેટ ૩૦.૨ છે ત્યારે ગુજરાતનો ૧૧.૯ છે. જેમાં ગુજરાત ૩૨માં સ્થાન પર છે. શરીર વિરુદ્ધના ગુના જેવા કે ખૂન, બળાત્કાર, અપહરણમાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ ૮૦.૫ જ્યારે ગુજરાતમાં ૨૮.૬ છે જેમાં ગુજરાત ૩૧માં સ્થાને છે. મિલકત વિરુદ્ધના ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ ૫૫.૮ છે જ્યારે ગુજરાત ૨૧.૭ સાથે ૨૭માં સ્થાને છે. ચોરીના ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ ૪૨.૯ છે ત્યારે ગુજરાત ૧૫.૨ સાથે ૨૭ ક્રમાંકે છે. ઘરફોડ ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ ૭.૨ પર છે ત્યારે ગુજરાત ૪.૨ સાથે ૨૪માં ક્રમે છે. લૂંટમાં સમગ્ર ભારતનો ક્રાઈમ રેટ ૨.૧ છે જ્યારે ગુજરાત ૦.૮ ક્રાઈમ રેટ સાથે ૨૩માં સ્થાને છે. ધાડ ગુનામાં ૩૬ રાજ્યો અને યુટીની સરખામણીએ ગુજરાતનું સ્થાન ૧૪માં ક્રમાંકે છે. મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સમગ્ર ભારતની ક્રાઈમ રેટ ૬૪.૫ ગુજરાતમાં સત્તા વિહોણી કોગ્રેસ સત્તા મેળવવા હવે બેબાકળી બનીને સપના જોઈ રહી છે.આજે ડ્રગ્સ મામલે કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે જે નિવેદનો કર્યા છે તેની કડક આલોચના કરતાં તેમણે કહ્યું કે,તેઓ અભ્યાસ વગરના નિવેદનો કરીને રાજયના નાગરિકોને ગેરમાર્ગે દોરી ગુમરાહ કરવા નીકળ્યા છે એ શોભતું નથી રાજયની પ્રજા હવે એમને ઓળખી ગઈ છે.
રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ હતી..છે..અને રહેશે જ. રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી મુકત કરવા એ અમારી પ્રાથમિકતા છે એટલે જ અમે રાજકીય દ્રઢ ઈચ્છાશકિતના પરિણામે અનેકવિધ કડક પગલાંઓ લઈ રહ્યા છીએ એના પરિણામે જ રાજયમાં ડ્રગ્સ પેડલરો પગ મૂકતાજ ફફડે છે ત્યારે કયા મોઢે ગુજરાતને બદનામ કરવા તેઓ નીકળ્યાછે, અન્ય રાજયોની શું સ્થિતિ છે એ પણ ખોટા આરોપો મુક્નારે જોવાની જરૂર છે.
તેમણે કહ્યું કે,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લઈ રહી છે અને આ ભગિરથ કાર્યમાં જનતાનો પણ વ્યાપક સહયોગ પણ મળી રહ્યૌ છે એટલેજ રાજ્યના યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારને નાથવામાં અપ્રતિમ સફળતા મળી રહી છે એટલુંજ નહી રાજયની તમામ દરિયાઈ સીમાઓ સુરક્ષિત છે ત્યારે ગુજરાત પોલીસનું મોરલ તોડવાનો તેમને હકક નથી.
crime
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે
crime
આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી ? મૃતક ની ચેટ વાયરલ થઇ ?

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?
મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?
અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.
crime
ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ