અમદાવાદ
બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ
આપ’ ગુજરાત પ્રદેશ મંત્રી ડૉ.જ્વેલ વસરા જિંદગી અને મોત વચ્ચે જુજતા શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડીની ખબર લેવા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
મૃત્યુ પામનાર શ્રમિકોથી આમ આદમી પાર્ટીને ખુબ જ સહાનુભૂતિ છે: આપ
ગંભીર હાલતમાં દાખલ પંકજભાઈને કંઈ પણ જરૂર હોય તો આમ આદમી પાર્ટી તેમની સાથે છે: આપ
બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ
ગરીબ પરિવારના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે તેનાથી બિલ્ડરોને કોઈ ફરક પડતો નથી તે ખુબ જ શરમજનક બાબત છે: આપ
આમ આદમી પાર્ટી જનતાની સુવિધા માટે ક્યારેય પાછી નથી પડતી: આપ
અમદાવાદમાં એક ખુબ જ દુઃખદ દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસેની જાનવી રેસ્ટોરન્ટ નજીકના એડોર ગ્રુપના એસ્પાયર અગેઈન નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બુધવારે સવારે 9:30 વાગ્યાના સુમારે લિફ્ટના ડોકમાં મજૂરો સ્લેબ ભરતા હતા અને અચાનક સેન્ટરીંગની પાલકના પતરા બેન્ડ થઈ જતા તેઓ નીચે બેઝમેન્ટ-2માં પટકાયા હતા અને તમામના નીચે પડતાની સાથે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 7 શ્રમિકો મૃત્યુ પામ્યા છે અને એક શ્રમિકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ દુઃખદ ઘટનામાં સાત શ્રમિકો કારણ વગર મૃત્યુ પામ્યા છે અને એક શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડી ખૂબ જ ગંભીરતાથી ઘાયલ છે અને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પંકજભાઈને 13માં માળેથી પડ્યા બાદ થાપા અને પગના ભાગમાં ફેક્ચર થઈ ગયું છે.
આ દુર્ઘટના વિશે જાણ થતા જ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી ડૉ.જ્વેલ વસરા ગંભીર હાલતમાં દાખલ જિંદગી અને મોત વચ્ચે જુજતા શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડીની ખબર લેવા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ડૉ.જ્વેલ વસરાએ પંકજભાઈની તબીબી હાલત વિશે ડોક્ટર પાસેથી માહિતી લીધી અને જાણકારી લીધી કે હજી કેટલા સમયમાં પંકજભાઈ રિકવર થઇ જશે. ડોક્ટરના કહ્યા અનુસાર પંકજભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ડૉ.જ્વેલ વસરાએ પંકજભાઈના પરિવારની હિંમત વધારતા તેમને સાંત્વના આપી કે આમ આદમી પાર્ટીનો પૂરો સહયોગ તેમની સાથે છે, જો એમણે કોઈ પણ પ્રકારની જરૂર હોય તો તેઓ તેમને નિરાંતે સંપર્ક કરી શકે છે. આમ આદમી પાર્ટી જનતાની સુવિધા માટે ક્યારેય પાછી નથી પડતી.
સવારના 9:30 વાગે દુર્ઘટના બની તો પણ બિલ્ડરોએ પોલીસ કે ફાયર વિભાગને જાણ જ કરી ન હતી. હોસ્પિટલમાં દુર્ઘટના ગ્રસ્ત મજૂરોને લઇ જવાતા, હોસ્પિટલ દ્વારા પોલીસને આશરે 11 વાગે એટલે કે ઘટનાના દોઢ કલાક પછી જાણ કરવામાં આવી તે પછી જ પોલીસને જાણ થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ભાજપ સરકારે હંમેશા બીલ્ડરોનો પક્ષ લીધો છે, તેનાથી સામાન્ય જનતાને કોઈ જ પ્રકારની આશા નથી. અત્યારે પણ બિલ્ડરોના પાપનો ભોગ નિર્દોષ શ્રમિકોને બનવું પડ્યું છે. ઘટના તો ઘટી ગઈ પણ કેટલા પરિવાર અનાથ થઈ ગયા અને કેટલા પરિવારમાંથી દીકરો, ભાઈ, પિતા કે પતિના મૃત્યુ થઇ ગયા તેનાથી કોઈને કંઈ જ લેવા દેવા નથી. ગરીબ પરિવારના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે તેનાથી બિલ્ડરોને કોઈ ફરક પડતો નથી તે ખુબ જ શરમજનક બાબત છે.