અમદાવાદ

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

Published

on

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

પાકિસ્તાનમાં અનેક યાતના ભોગીને ભારત આવેલા હિન્દુઓની સ્થિતિ પણ ભારતમાં બહુ સારી નથી, અમદાવાદના સરદાર નગરમાં પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા અનેક
હિન્દુઓની કહાની રુવાંટા ઉભા કરી દે તેવી છે, છતાં ભારત આવ્યાના 10 વરસથી લઇને 30 વરસ સુધી થવા છતાં તેમને નાગરિકા નથી મળી શકી,,કેટલાક તો નાગરિકાની રાજ જોતા જોતા ગુજરી પણ ગયા છે,
છતાં સરકારી કામકાજની ગતીમાં કોઇ વધારો નથી થયો,, પંચાત ટીવીએ અમદાવાદના સરદાર નગરમા અનેક પરિવારો સાથે વાત ચિત કરી,,

પિતા કિડનેપ થયા અને ભારત આવવુ પડ્યુ

નામ ડોક્ટર કિશોર મહેશ્વરી,તેઓ વાસણાની એક હોસ્પિટલમાં અત્યારે ફરજ બજાવે છે
તેમની માનીએ તો પાકિસ્તાનમાં તેમના પિતાને સ્થાનિક અસમાજિક તત્વોએ અપહરણ કરી લીધુ છે,, ખુૂબ પ્રયત્નો કર્યા,, અને પિતાને હેમ ખેમ છોડાવવામાં સફળતા મળી,અનેક યાતનાઓ ભોગવી, પરિવાર અસુરક્ષિત હતો
પરિવારના સારો ભવિષ્ય આપવા માટે અમે 2009માં ભારત આવી ગયા, અને અમદાવાદ આવ્યા બાદ અમે સાત વરસ માટે નિયમ મુજબ લોંગ ટર્મ વિઝા મેળવી લીધા,, તમામ પ્રકારની પ્રક્રીયા પુર્ણ કર્યા બાદ અમને
તો નાગરિકાત મળી ગઇ,, પણ મારા માતા અને પુત્રને હજુ સુધી નાગરિકા નથી મળી શકી,, સરકારનો વલણ તો સારો છે, પણ સિસ્ટમ ખુબજ ધીમુ છે, કારણ કે એક વખત માતા પિતાને નાગરિતા મળી ગઇ હોય તો
તેમના સંતાનોને આપો આપ નાગરિકાત મળવી જોઇએ, પણ અહી ફરીથી સમગ્ર પ્રક્રીયા કરવી પડે છે,જેથી વિલંબ થાય છે અને ત્યાં સુધી શિક્ષણ સબંધી તકલીફો આવતી હોય છે,

Advertisement

પાકિસ્તાનમાં હિન્દુઓ સુરક્ષિત નથી

અર્જુન ભાઇનો પરિવાર 1990માં પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા છે, ગુજરાત અમદાવાદને તેમના પરિવારે કર્મભુમી બનાવી,,
અર્જુન ભાઇની માનીએ તો ત્યાં દિવસ રાત ડરનો માહોલમાં રહેવુ પડતું હતુ, હિન્દુઓ સાથે ક્યારે શુ થઇ જશે કોઇ કહી શકે તેમ નહતું, જેથી પિતાએ પરિવારને બચાવવા માટે પાકિસ્તાન છોડવાનુ નિર્યણ કર્યો,,
રાતો રાત અમે કોઇને કહ્યા વગર બધુ છોડીને ભારત આવી ગયા, આવ્યા પછી પિતાએ નિયમ પ્રમાણે તમામ દસ્તાવેજી કાર્ય કર્યુ, 2005માં અમારા નાગરિકાત માટે અમે અરજી કરી, માતા પિતાને તો
નાગરિકતા મળી ગઇ છે, પણ અમે બે ભાઇઓ અને ચાર બહેનોને નાગરિકતા મળી નથી, પિતાનુ થોડા સમય પહેલા નિધન પણ થઇ ગયું, હવે અમારી નાગરિકતા ન હોવાના કારણે ન તો અમે કોઇ દુકાન લઇ શકીએ
છીએ,ન તો વ્યવસાય કરવા માટે કોઇ લોન લઇ શકીએ છીએ, અમે ભારતમા આવીને શરણાર્થી બની ગયા હોઇએ એમ લાગે છે, સરકારે અમને જલ્દીથી નાગરિકતા આપી દેવી જોઇએ,જેથી અમારુ જીવન થોડુ સરળ બની શકે,,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

પાકિસ્તાનમા અમાનુષિ અત્યાચારથી ભયભીત છે હિન્દુઓ

Advertisement

કમલેશ ભાઇ પણ એવી સ્થિતિથી પસાર થઇને પાકિસ્તાનથી ગુજરાત આવી ગયા,તેમની માનીએ તો 1986માં તેમનો પરિવાર ગુજરાત આવી ગયો, ત્યારે તેઓ પાચ વરસના હતા, પાકિસ્તાનમાં ખુબજ ભયનો માહોલ હતો
ત્યાં હિન્દુઓ લધુમતીમાં હતા,જેથી હિન્દુ પરિવારો સાથે ક્યારેક કઇ પણ થઇ જતું,,બહેન દિકરીઓ સલામત ન હતી, સ્થાનિક તંત્ર પણ મદદ કરતું ન હતું પરિણામે સિંધી પરિવારો પોતાની દુકાનો સસ્તામાં વેચી દેતા હતા,
ઘણી વખત તો લોકો એમને એમ પોતાની સંપતિ છોડીને ભાગી જતા હતા,, કેટલાક પરિવારો સાથે તો અમાનુષી અત્યાચારોની ઘટના પણ અમે સાભળતા જેથી અમારા પરિવારે બધુ છોડીને ભારત આવવાનો નિર્યણ કર્યો
પણ અહી આવ્યા પછી દિલ્હીમાં માતા પિતાના પાસપોર્ટ અને દસ્તાવેજો જમા કરાવી દીધા,, પણ વર્ષો સુધી તેઓએ કાર્યવાહીમાં વિલંબ કર્યો, પછી તપાસવા માટે ગયા તો કહેવાયુ કે તમારા દસ્તાવેજો ખોવાઇ ગયા છે,
મળતા નથી, જેથી હજુ સુધી અમારા પરિવારને નાગરિતા મળી નથી, પિતા નાગરિકતાની રાહ જોતા જોતા ગુજરી ગયા છે,,માતા અને નાના ભાઇ બહેનો સાથે રહે છે, હવે તેમને વ્યવસાય અને નોકરી લેવામાં તકલીફ પડે છે
બાકીના બે ભાઇઓ અમદાવાદમાં જ જન્મ્યા છે, છતાં પણ તેમના લિવંગ સર્ટીફિકેટમાં પાકિસ્તાન લખેલુ હોવાથી ક્યાંય સહયોગ નથી મળતો,,સરકારે અમારા જેવા પરિવારો અંગે જલ્દી વિચારવુ જોઇએ

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

નાગરિકતાની રાહ જોતા જોતા માતા ગુજરી ગયા

વિજેન્દરના પિતા પણ 2012માં ભારત આવ્યા, તેમની પણ કહાની એવી જ હતી કે પાકિસ્તાનમાં આ પરિવારને સુરક્ષાનો અહેસાસ નથી રહ્યો, તેમના પિતાએ પાકિસ્તાનથી હિજરત કરીને અમદાવાદ આવી ગયા,વ્યવસાયે તેઓ
ડોક્ટર હતા, જેથી તેઓએ લોંગ ટર્મ વિઝા ઉપર અમદાવાદમાં રહેવા લાગ્યા, 2019માં તેઓએ નાગરિકતા માટે અરજી આપી, તેઓ સ્થાનિક મુલચંદ્ર ટ્રસ્ટમાં ડોક્ટર તરીકે ફરજ બજાવવા લાગ્યા, આ જ દરમિયાન તેઓ
કોરોના આવ્યો, કોરોના તેમને લાગ્યો અને પછી તેમની પત્નીને,, તેમની પત્નીનું નિધન થઇ ગયું એટલે કે નાગરિકતાની રાહ જોતા જોતા તેઓ મૃત્યુ પામ્યા,પછી વિજેન્દરના પિતાને નાગરિકતા મળી, હવે તેમના
વિજેન્દ્ર અને તેની બહેનના નાગરિકતા માટે કેહવામાં આવી રહ્યો છે કે તેમની માતા ગુજરી ગયા છે, જેથી સમસ્યા આવી રહી છે, કોઇ વ્યવસ્થિત રીતે જવાબ નથી આપી રહ્યા,હવે વિજેન્દર માર્કેટીંગ માટે અલગ વ્યવસાય
કરવા માંગે છે,,પણ તેને નાગરિકતા ન મળી હોવાથી તેને સમસ્યા આવી રહી છે, જેમા સ્કુલમાં એડમિશનથી માંડી,નાની નાની બાબતોમાં મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે,

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

Advertisement

નાગરિકતા મળે તો અમને રાહત થશે

કટારિયા સંજીના કુંદનલાલની કહાની પણ પાકિસ્તાનથી આવેલા બીજા હિન્દુઓની જેમ જ છે, તેમનો પરિવાર પણ પાકિસ્તાન છોડીને 2010માં ભારત અમદાવાદ આવી ગયો, જેમાં તેમના ઘરમાં ચાર સભ્યોને નાગરિકતા મળી ગઇ,,પણ
તેમને અને તેમના ભાઇને નાગરિકાત મળી નથી, સમસ્યા એજ છે આ યુવાનોને હવે પોતાના ભવિષ્યને લઇને ચિન્તા છે, તેમનુ માનવુ છેકે નાગરિકતા ન મળવાથી નોકરી અને વ્યવસાય મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે, નાગરિકતા
ક્યારે મળશે તેને લઇને કોઇ યોગ્ય જવાબ નથી આપતા, જેથી પરિવાર પણ ચિન્તામાં છે

ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ


પાકિસ્તાનમાં હિન્દુઓને યાતનાઓ આપવામા આવી રહી છે,

સિંધી સમાજના આગેવાન લાલ ભાઇ પણ જણાવે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ લધુમતીમાં છે, મારો પરિવાર પણ અહ પાકિસ્તાન છોડીને આવ્યો હતો, દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા,જ્યારે હજુ પણ પાકિસ્તાનમાં હિન્દુઓને મોટાપાયે યાતનાઓ આપવામાં આવી રહી છે, સિંધી સમાજના લોકો અહી આવીને કાળી મજુરી કરીને સ્થાઇ થઇ રહ્યા છે, ત્યારે સરકારે આવા હિન્દુ પરિવારોને નાગરિકાત આપવી જોઇએ,,જેથી તેઓ જે યાતાઓ પાકિસ્તાનમાં થી ભોગવીને આવ્યા છે,,તેમાંથી તેમને રાહત મળી શકે

આ તો માત્ર ટ્રેલર છે, આવા સંખ્યાબંધ્ધ પરિવારો અમદાવાદ ગુજરાત સહિત દેશમાં નિવાસ કરી રહ્યા છે,,જેમની પીડા તમને હૃહયને પણ કંપાવી દેશે,
આમ આ સિંધી હિન્દુ પરિવારો જે પિડા ભોગવીને પાકિસ્તાન છોડીને ભારત આવ્યા, તેમને અહી થોડી રાહત તો મળી છે,પણ નાગરિકતા આપવામાં વિલંબ હોવાથી તેમના ભવિષ્ય સામે સવાલો ઉભા છે,અને એક ચિન્તા આ પરિવારોને સતાવી રહી છે,

ઈશા ગુપ્તાનો હોટ અંદાજ-ગ્લેમર ગર્લ છવાઇ ઇન્ટનેટ પર

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version