કેન્સાસ ખાતે ઇન્ડિયા ફેસ્ટ નું કરાયું આયોજન
વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ની સુવાસ ફેલાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે ઇન્ડિયન એસોસિએશન ઓફ કેન્સાસ સીટી દ્વારા ઇન્ડિયા ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પંજાબી ,મહારાષ્ટ્ર ,રાજસ્થાન સહીત વિવિધ રાજ્યો ના લોકો એ કેન્સાસ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાકોરોના મહામારીના બે વર્ષ બાદ કેન્સાસ ખાતે ઇન્ડિયા ફેસ્ટ યોજાતા ભારતીયો માં ભારે ઉત્સાહ જોવા મળતો હતો આમ તો દર વર્ષે ગેટ ટુ ગેધર નું આયોજન કરવામાં આવે છે જેમાં 10 હજાર થી વધુ ભારતીયો એ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ભારત માં દેશની આઝાદી મળ્યા 75 વર્ષ ની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે વિદેશમાં રહેલા ભારતીયો એ અમેરિકા માં કેન્સાસ ખાતે અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી આ કાર્યક્મ દરમ્યાન હાઉસ ઓફ રિપ્રેઝેંટન્ટિવ કેન્સાસ સ્ટેટના સીન તારવોટર ઉપરાંત ,આર કે એન્ટરટેઇન્મેન્ટ ના જીગર બારોટ, અભી પંચાલ અને ભૌમિક અમીન દ્વારા જાહેરાત કરાઈ હતી કે નવરાત્રી દરમ્યાન રંગ તાળી કાર્યક્રમ 10 સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાશે જેમાં જાણીતી ગાયક કલાકાર એશ્વર્યા મજબુદાર ઉપસ્થિત રહેશે
ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી