અમદાવાદ
નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ

નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-લ પોલીસ તપાસ શરુ
રાજ્યના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે હડફેટે લીધા હતા જેને લઇને પોલીસ તપાસ શરુ થઇ છે,,અને ફરજ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખુલાસો મંગાયો છે,
જેને લઇને મહેસાણા પોલીસ બેડામાં હડકંપ ફેલાયો છે,
કડીના ધારાસભ્ય કરસન સોલંકીના મત વિસ્તાર અને રાજ્યના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વતન કડીમાં 13મી ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું, જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા, એ દરમિયાન તિરંગા યાત્રા જુના શાક માર્કેટ પાસે પહોચી ત્યારે અચાનક ગાય તિરંગા તરફ ગાય ઘસી આવી હતી, જેને પરિણામે નીતિન પટેલ પડી ગયા હતા, જેમાં તેમને પગના ભાગે ઇજા થતા તેમને એક મહિનાનો ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે, ત્યારે બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે નીતિન પટેલની સુરક્ષામાં થયેલ ચૂંક બાબતે ગંભીર નોધ લીધી અને જીલ્લા પોલીસ વડાને આ પ્રકારની ઘટના કેવી રીતે બની, આના માટે કોણ જવાબદાર છે, કયા કયા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, જિલ્લાના બંદોબસ્તમાં જોડાયેલા હતા, રખડતા ઢોરો બાબતે કોઇ આગોતરી જાણ આયોજકોને કરાઇ હતી કે કેમ,, ફરજ પર કયા કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓ હતા, તેમની પાસેથી પણ પેટ્રોલ બુક સાથે ઉપસ્થિત રહેવા સુચના અપાઇ છે, લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને પણ જવાબ લખાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યુ છે,
પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને દિલ્હીનો ફેરો માથે પડ્યો