ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !
કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
રાજસ્થાનમાં એક દરજીની હત્યાના પડધા સોશિયલ મિડીયા પર તો પડી જ રહ્યા હતા,,હવે ગુજરાતમાં તેની અસર ગામડાઓમાં જોવાઇ રહી છે,
ગુજરાતના એક ગ્રુપ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર એક આદેશ સમગ્ર ગામમા વોટ્સએપના માધ્યમથી ફેરવવામાં આવી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છેકે
ગામના કોઇ પણ દુકાનદારોએ મુસ્લિમ ફેરિયા કે વેપારીઓ પાસેથી કોઇ સમાન નહી લેવાનું,,જેની ચર્ચા સમગ્ર ગુજરાતના સોશિયલ મિડીયામાં જોવા મળી રહી છે,
સમગ્ર ઘટનાની ચર્ચા કરીએ તો સોશિયલ મિડીયા ઉપર એક ગ્રામ પંચાયતનો લેટર ફરી રહ્યો છે, જેમા લખાયુ છે ગામ વઘાસડ, તાલુકા થરાદ અને જિલ્લો બનાસકાંઠા
વઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયત લખેલુ છે, તેમાં સરપંચના સહી સિક્કા પણ છે, તેમાં લખાયેલુ છે કેવઘાસણ ગામમાં દુકાન ધરાવતા વેપારી મિત્રોને જણાવવાનુ કે મુસ્લિમ સમાજમાંથી આવતા ફેરીયાઓ પાસેથી કોઇએ સામાન લેવુ નહી, અને કોઇ વેપારી સામાન લેતા નજરે પડશે તો તેમના પાસેથી દંડ લેવામાં આવશે જે દંડનો ફાળો 5100 થશે, તે ગૌશાળામાં આપવામાં આવશે,સાથે નોધ તરીકે લખાયેલુ છે કે ઉદયપુર દરજીની હત્યાને ધ્યાનમાં રાખીને આ નિયમ કરવામાં આવેલ છે
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
આ લેટર પેડમાં સરપંચ તરીકે પટેલ મફીબેન વીરાભાઇનુ નામ છે, જેમાં બે નંબરો પણ છે, છતાં જ્યારે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો તો એક નંબર નોટ રિચેબલ છે જ્યારે બીજો નંબર સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે,
આમ જે રીતે લેટરપેડ સોશિયલ મિડીયામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, કારણ કે તેની પુષ્ટી પંચાત ટીવી નથી કરતું, કોણે અને કયા ઇન્ટેશન સાથે આ લેટર પેડ ફરતો કરાયો છે તે પણ કોઇને ખબર નથી,