અમદાવાદ

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે

Published

on

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય રાહુલ ગાંધી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ બપોરે 2-30 કલાકે પૂ. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત ઐતિહાસીક ‘ભારત જોડો પદયાત્રા’ પહેલા રાહુલ ગાંધી પૂ. મહાત્મા ગાંધી – સરદાર સાહેબની ધરતી ગુજરાત આવશે અને પૂજ્ય મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવશે. રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને કોંગ્રેસ પક્ષના સીનીયર નેતાઓ પણ ગુજરાત આવી વિધાનસભા – ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જવલંત વિજય માટે માર્ગદર્શન આપશે. ડબલ એન્જિન સરકારની જાહેરાતો કરતી ભાજપ સરકારનું ગુજરાતનું એન્જિન 4 વર્ષમાં બગડી ગયું છે અને દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે, વર્ષ 2022ની ચૂંટણીમાં એક એન્જિન નીકળી જશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજું એન્જિન નીકળી જશે. કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના બુથ સ્તરીય કાર્યકરો ઉત્સાહથી ભરેલા છે. ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. 52 હજાર બુથના યોદ્ધાઓ ગુજરાત ચૂંટણી માટે તૈયાર છે. ડ્રગ, દારૂના નશામાંથી ગુજરાત મુક્ત થાય, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્ત થવા પરિવર્તન માટેનો સંકલ્પ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે એટલીવાર આવે ગુજરાત પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે, ગુજરાતની ચૂંટણી બાદ AAP ગુજરાતમાંથી ખોવાઈ જશે, જેમ ગોવા, ઉત્તરાખંડ, બંગાળમાંથી ચૂંટણી બાદ ખોવાઈ ગયા હતા. પોટલાં બાંધી નીકળી ગયા છે અને ગુજરાત માંથી પણ નીકળી જશે. પૂરા ગુજરાતમાં અમારા આગેવાનો ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. કોંગ્રેસ પક્ષના તમામ 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં મહેસાણામાં 7 હજાર મતદારોમાં ગોટાળો જોવા મળે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે દરેક બેઠક ઉપર અંદાજીત 10 હજાર બોગસ મતદારો છે તેવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. આદરણીયશ્રી રાહુલ ગાંધીજીના પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર-આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થશે.
‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં આપણા સૌના લોકલાડીલા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બર, 2022ને સોમવારના રોજ સવારે 11-00 કલાકે રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન ‘મારૂબુથ – મારૂ ગૌરવ’ અને બુથદીઠના કાર્યકર્તાઓને – ‘‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન સંબોધિત કરવાના છે. તા. 5મી સપ્ટેમ્બર, 2022ને સોમવારના રોજ સાંજે 6-00 કલાકે પ્રદેશ ઈલેક્શન કમીટી, સ્ક્રીનીંગ કમીટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારો ચયન માટેના માપદંડો નક્કી કરવા મીટીંગ કરશે તેવી જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગત માસમાં ઉદયપુર ખાતે યોજાયેલ નવસંકલ્પ શિબિરના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વિસ્તૃત અને સુદ્રઢ બનાવવા માટે મંડલ અને સેક્ટર કક્ષા સુધી રચના કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અન્વયે મતદારો અને પક્ષના કાર્યક્રમો વચ્ચેનો સેતુ એટલે “બુથ યૌધ્ધા” અને “બુથ યોધ્ધા” ઓથી જ ચૂંટણી જીતી શકાય છે, કોંગ્રેસની સરકાર – જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામલક્ષી કામગીરી જવાબદારી – “બુથ યોધ્ધા”ઓની છે, પક્ષની વિચારધારાને વરેલા વફાદાર સૈનિક, સ્થાનિક પરિસ્થિતિનો જાણકારની પસંદગી કરવામાં આવી છે. જે મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો / ખોટા નામોની તારવણી અતિ મહત્વનું કામ કરશે અને પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી સમયસર મળે તે સુનિશ્ચિત કરશે. પક્ષના કાર્યક્રમો – બેઠકોમાં મતદારોની સહભાગીતા થાય, પક્ષ તરફી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલકબળ એટલે “બુથ યૌધ્ધા”. કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તેની જવાબદારી “બુથ યૌધ્ધા”ની છે, પરિણામલક્ષી ચૂંટણી લડવા માટે “બુથ યૌધ્ધા” એ આજની તાતી જરૂરીયાત છે, મજબૂત, જુસ્સા અને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શક્તિ અને કુનેહનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બેની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version