અમદાવાદ

ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !

Published

on

ચંદ્રકાંત પાટીલની હાજરીમાં અમદાવાદમાં સામે આવી જુથ બંધી

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 182 બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે,ત્યારે તેમની મહેનત ઉપર તેમના સ્થાનિક નેતાઓ પાણી ફેરવવા મથામણ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ ગુજરાતની રાજનીતિ શરુ થઇ ગઇ છે, સુત્રો કહી રહ્યા છે ટિકિટની લ્હાયમાં સ્થાનિક નેતાઓ એક બીજાના કાર્યક્રમો નિષ્ફળ કેવી રીતે જાય તેવા પ્રયત્નો પર્દાની પાછળ રહીને કરતા જોવા મળી રહ્યા છે, આવી જ એક ઘટના અમદાવાદમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જોવા મળી, જ્યાં ખુદ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત હાજર હોવા છતાં કેટલાક સ્થાનિક કાઉન્સિલર અને હોદ્દેદારોએ આભળ છેટ જેવો વ્યવહાર કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે,

અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના નેતા દિનેશ શર્મા ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડી ભાજપના રંગે રંગાઇ ગયા, આમ તો દિનેશ શર્મા પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન એનએસયુઆઇમાં જોડાઇ, પછી તેઓ યુવા કોગ્રેસ અને કોગ્રેસમાં સક્રીય ભુમિકા ભજવી,પ્રજા માટે તેઓ સતત આદોલનો કરતા રહ્યા,, તેઓ કુબેર નગર ઇન્ડિચાકોલોની અને નરોડા રોડ વોર્ડનો કોર્પોરેટર પણ રહી ચુક્યા છે, તેઓને કોગ્રેસ પક્ષે 2015માં અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા,વર્ષ 2021માં યોજાયેલ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન તેઓ સરસપુર રખિયાલથી મહાનગર પાલિકાની ચૂંટણી પણ લડવા માંગતા હતા, જો કે બાપુનગરના ધારાસભ્ય હિમ્મત સિહ પટેલે તેમનો વિરોધ કર્યો હોવાનુ સુત્રો કહે છે, જેના પરિણામે તેમને ચાંદખેડા જવુ પડ્યું અને તેમનો પરાજય થયો,  તેઓ વર્ષ 2017માં બાપુનગર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી મજબુત દાવેદાર હતા, જો કે કોંગ્રેસે તેમને ટિકીટ આપી ન હતી, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે શશિકાંત પટેલે રાજીનામું આપ્યા બાદ તેમના અનુગામી તરીકે દિનેશ શર્માનુ નામ ફાઇનલ માનવામાં આવે છે, જો કે તેમના વિરોધી ટોળકીએ  તેમને પ્રમુખ તરીકે બેસવા ના દિધા, જેને પરિણામે આખરે તેઓએ કોંગ્રેસને અલવિદા ફેબ્રુઆરી 2022માં કરી દીધી,,

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !

Advertisement

તેઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા, અને નિસ્વાર્થ ભાવે તેઓ ભારતિય જનતા પાર્ટીના સંગઠનને મજબુત કરવામાં લાગી ગયા , ભાજપે તેમની કામની કદર કરીને તેમને ખાસ પ્રદેશ કારોબારીમાં સ્થાન આપ્યું.મહત્વની વાત એ છે કે બાપુનગર વિધાનસભા બેઠક 2017માં ભાજપના ઉમેદવાર જગરુપ સિહ રાજપુત કોંગ્રેસના હિમ્મત સિહ પટેલ સામે 3067 મતે હારી ગયા હતા,  ત્યારે આ વખતે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંતપાટીલ રાજ્યની તમામ બેઠકોનો રાજ્યની તમામ બેઠકો પર કમળ ખિલવવાનો સંકલ્પ છે, જેના ભાગ રુપે તેઓ અનેક કોંગ્રેસી , આપ, એનસીપી સહિત તમામ નેતાઓ જોડીને પક્ષને મજબુત કરી રહ્યા છે,

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

કહેવત છે કે લોઢુ લોઢાને કાપે, એ પધ્ધતિથી ભાજપના નેતાઓ પણ કોંગ્રેસની સામે મુળ કોંગ્રેસી નેતાઓનો ઉપયોગ કરીને કોગ્રેસી વોટ બેંકને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બાપુનગર વિધાનસભા બેઠક માટે જીતવાની નેમ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં પુર્વ મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા અને હાલ ભાજપના નેતા દિનેશ શર્માએ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યના બાપુનગરના ઇન્દુલાલ યાજ્ઞિક હોલ પાસે રક્તદાન કેમ્પ અને તિરંગા વિતરણ અને સાડી વિતરણ કાર્યક્રમનુ આયોજન કર્ય હતું, જેમાં તેઓએ બાપુનગર વિધાનસભા તમામ કાઉન્સિલરો અને હોદ્દેદારોને આમંત્રણ આપ્યુ હતું, જેમાં પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, પુર્વ ધારાસભ્ય જગરુપ સિહ રાજપુત ગઢડા મંદિરના ઘનશ્યામ દાસ, પુર્વ ડીવાયએસપી તરુણ ભાઇ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

હવે અસ્સલ કહાની અહીથી શરુ થાય છે, કારણ કે જે લોકોને દિનેશશર્માએ આમંત્રણ આપ્યુ હતુ,સરસપુર વોર્ડમાંથી મહિલા કાઉન્સિલર ભારતી બેન વાણીયા, મજુલાબેન ઠાકોર, બાપુનગર વોર્ડના કાઉન્સિલર સરોજ બેન સોલંકી, જયશ્રી દાસરી પણ ઉપસ્થિત રહ્યા જ્યારે પુરુષ કાઉન્સિલરની વાત કરીએ દિનેશ ભાઇ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મ્યુનિસપલ ભાજપના નેતા ભાસ્કર ભાઇ ભટ્ટની તબીયત સારી ન હોવાથી તેઓ ગેરહાજર રહ્યા,, જ્યારે અન્ય બે કાઉન્સિલર અશ્નિન પેથાણી અને પ્રકાશ ગુર્જર રાધા રમણની ચાલીમાં ધ્વજ વંદનના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહોચી શક્યા ન હતા .

Advertisement

સુત્રોની વાત સાચી વાત માનીએ તો બાપુનગર વિધાનસભા બેઠક માટે પ્રકાશ ગુર્જરનુ નામ ફાઇનલ માનવામા આવે છે, જેમાં સૌથી  મોટી આડખીલી બની શકે તો તે દિનેશશર્મા છે, બન્નેનું ગોત્ર કોંગ્રેસી છે, બન્ને પરપ્રાન્તિય છે, પર પ્રાન્તિયોમાં તેમની પકડ છે,  બાપુનગર વિધાનસભા બેઠક માટે બન્ને મજબુત દાવેદારો છે,  બાપુનગર વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં ભાજપે જગરુપ સિહ રાજપુતને ટિકીટ આપી અને જીત્યા,, જો કે 2017માં તેઓ આતંરિક ભાજપમાં દાવાનળના કારણે હાર્યા,ત્યારે ભાજપ આ વખતે આ બેઠક જીતવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવી રહી છે,   તેવી ચર્ચાઓ અમદાવાદમાં થઇ રહી છે,

આમ જે રીતે આ બન્ને નેતાઓ કાર્યક્રમથી અળગા રહ્યા તે પાર્ટી માટે ચિન્તાનો વિષય છે કારણ  ભુતકાળમાં જે રીતે જગરુપ સિહ રાજપુત સાથે થયુ તેમ ભાજપના અહીના સ્થાનિક ઉમેદવાર સાથે પણ થઇ શકે છે, જેની ચર્ચા સ્થાનિક કાર્યકર્તાઓમાં થઇ  રહી છે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version