ગુજરાત
નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ
નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતી રાજકોટને નૂતન વર્ષે આંતર રાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળશે..પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અથાગ મહેનત અને દીર્ઘ દ્રષ્ટિને પરિણામે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે.તેમના કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું ભુમીપુજન કરાયું હતું ત્યારે હવે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીઅને સૌરાષ્ટ્રનું સ્વપન સાકાર કરવા થઇ રહ્યું છે..જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આગામી સમયમાં ખુલ્લું મુકવામાં આવશે.
રાજકોટનું હિરાસર એરપોર્ટ સંપૂર્ણપણે તૈયાર થઇ ગયું છે. સૂત્રોની વાત માનીએ તો જાન્યુઆરીમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAને સોંપવામાં આવશે. DGCA તરફથી લીલી ઝંડી મળ્યા બાદ અહીંથી હવાઈ સેવા શરૂ થઇ શકે છે. પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાનો એરપોર્ટ પરથી ઉડાન ભરશે.ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ શરૂ થશે. આ એરપોર્ટના પાછળ નિર્માણ 1400 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.