ઝૂલતા પુલ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોરબી પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની બનેલ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વહીવટ તંત્રને બચાવ કામગીરી થી ઝડપથી હાથ ધરવા માટે જરૂરી તમામ મદદ રાજય સરકાર દ્વારા કરવામાં આવે તેવી સૂચના આપી હતી..તેઓ એ વહેલી સવારથી બનાવના સ્થળે તેમજ કલેક્ટર ઓફિસ પહોંચીને સર્ચ ઓપરેશન, રાહત-બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોની સારવાર સહિતની તમામ બાબતોની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.