સરદાર વલ્લભ ભાઇ પટેલના પગલે અમદાવાદના અનેક નગર સેવકો ! કોણ થશે સફળ !
સરદારવલ્લભ ભાઇ પટેલે દરિયાપુરથી નગર સેવક તરીકે કારકીર્દી શરુ હતી અને તેઓ દેશના ગૃહ પ્રધાન બન્યા હતા, તેમનાથી પ્રેરણા લઇ અનેક નગર સેવકો પોતાની કિસ્મત ગાંધીનગર પહોચવા માટે આજમાવી રહ્યા છે, તેમા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની રાજકીય કારકીર્દીની શરુઆત નગરપાલિકાથી કરી હતી,તેઓએ ક્રમશ નગર પાલિકાના પ્રમુખ,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન,ઔડા ચેરમેન ઘાટલોડિયાના ધારાસભ્ય અને સીએમ સુધીની સફર ખેડી છે,ત્યારે પુર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા પણ નગર સેવકથી લઇને વિધાનસભા સુધી પહોચ્યા,અને ગુજરાત સરકારના ટ્રબલ શુટર બન્યા,ખાડીયાના કોર્પોરેટર તરીકે કારકીર્દી શરુ કરનાર હરીન પાઠક સાંસદ બની કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન બન્યા,
નળ ગટર અને રસ્તાના કામો થકી નગર સેવક બનેલા સેવકો હવે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું સ્વપ્ન જોઇ રહ્યા છે,સુત્રોની માનીએ તો ભાજપના અંદાજે 20થી વધુ નગર સેવકોએ ધારાસભ્ય બનવા માટે બાયોડેટા આપ્યા છે,ત્યારે જોવાનુ એ છે કે ભાજપ એમાંથી કેટલાની ટીકીટ કન્ફર્મ કરે છે,
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપની પ્રદેશ ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પુર્ણ થઇ છે સુત્રોની માનીએ તો અમદાવાદ મહાનગર પાલિકાના 20થી વધુ નગર સેવકોએ ધારાસભ્ય બનાવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પોતાનો બાયોડેટા પણ પાર્લામેન્ટરી બોર્ડમાં જમા કરાવી દીધા છે, કોર્પોરેટરોએ ટિકિટ માગી છે. બીજી તરફ કોંગ્રેસના 6 સિટિંગ કોર્પોરેટરોએ અને એક એઆઈએમઆઈએમના કોર્પોરેટરોએ પણ જુદીજુદી બેઠક પર દાવેદારી કરી છે.
પૂર્વ મેયર ગૌતમ શાહે નારણપુરા બેઠક માટે દાવેદારી કરી છે જ્યારે એલીસબ્રીજ બેઠક ઉપર પૂર્વ મેયર બીજલ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ અને પુર્વ મેયર અમિત શાહે પણ ટિકિટ માગી છે. આ બેઠક પર મ્યુનિ. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ અને સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ પણ દાવેદારી કરી છે. પૂર્વ મેયર અમિત શાહને અગાઉ વેજલપુર વિધાનસભા પરથી ટિકિટ આપવામાં આવી હતી. જો કે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ કરતા તેઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. પૂર્વ મેયર મિનાક્ષી પટેલે વેજલપુર બેઠક પર દાવેદારી કરી છે.
પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ અને પુર્વ મેયર અસિત વોરાએ મણિનગરથી ટિકિટ માગી છે જ્યારે પુર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે દરિયાપુર બેઠક અને પુર્વ સ્ટેન્ડિીગ કમિટીના ચેરમેને મધુબેન પટેલે નિકોલથી દાવેદારી કરી છે. પૂર્વ ડે. મેયર દિનેશ મકવાણાએ પણ અસારવાથી ટિકિટ માગી છે.
અમદાવાદ મહાનગર પાલિકાના આટલા હોદ્દેદારોએ માંગી ટિકીટ !
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન- હિતેષ બારોટ
ડે. મેયર – ગીતાબેન પટેલ
નેતા પક્ષ – ભાસ્કર ભટ્ટ
ટાઉન પ્લાનિંગ – એસ્ટેટ કમિટી ચેરમેન – દેવાંગ દાણી
રેવન્યુ કમીટી – જૈનિક વકિલ
હાઉસિંગ ચેરમેન – અશ્વિન પેથાણી
હેલ્થ કમિટી વાઇસ ચેરમેન, પ્રકાશ ગુર્જર
આ નેતાઓ જેઓએ નળ ગટરથી ધારાસભા અને સંસદ પહોચ્યા
નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ
ભુપેન્દ્ર પટેલ -મુખ્યપ્રધાન
કૌશિક પટેલ-પુર્વ મહેસુલ પ્રધાન
પ્રદિપસિંહ જાડેજા-પુર્વ ગૃહરાજ્ય પ્રધાન
રાકેશ શાહ
સુરેશ પટેલ
જગદિશ પટેલ
હસમુખ પટેલ-
બલરામ થાવાણી
માયાબેન કોડનાની
હિંમતસિંહ પટેલ
જગરૂપસિંહ રાજપુત
ઈમરાન ખેડાવાલા
હરેન પંડ્યા
ભુષણ ભટ્ટ
ભાવનાબેન દવે (સાંસદ)
હરિન પાઠક (સાંસદ)