અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે વાતાવરણ બદલાયું છે.વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદ ઉપરાંત ઉપરાંત દાહોદ, નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આશિંક રાહત મળી છે. બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
પાકની લલણી સમયે વાતાવરણમાં પલટો આવતા માવઠાની આશંકાએ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કેરી, ચીકુ અને શાકભાજીના પાકને વાદળછાયા વાતાવરણના પગલે નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે.
કમોસમી વરસાદ થાય તો ઘઉં,ચણા,મગ સહિત અન્ય પાકને પણ નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.
નોંધનીય છે કે, બે દિવસ અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત છે. હિટવેવનું પ્રમાણ ઘટતા મોટા ભાગના શહેરોનું તાપમાન ઘટી શકે છે.