Connect with us

BANASKANTHA

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે

Published

on

ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી

માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી

દેવી ભાગવત પુરાણમાં વર્ણવાયો છે શક્તિપીઠ અંબાજીનો મહિમા: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ બાદ આ વર્ષે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ સાલે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. ચાલો આજે જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા

“મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા”
પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ-સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.
ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ-નાશ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુંએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં માં અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.
દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિસાસુર સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો, તેથી ત્રિદેવ (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ)ના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયએ ગયા, જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં “મહિસાસુર મર્દિની” તરીકે પ્રખ્યાત થઇ ગયા.
રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યા, જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને “અજયબાણ” નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.
એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન પવિત્ર બાળક ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર દૂર કરવામાં આવ્યા હતા. તેમના પાલક માતા-પિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતા. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
અંબાજી શક્તિપીઠ- યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો કરોડોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી માં અંબા ના દર્શનાર્થે ઉમટે છે. અને ધન્યતા અનુભવે છે. માં અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દરવર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે.

Advertisement

“અંબાજી મંદિરમાં વીસાયંત્રની પૂજા થાય છે.”

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર શુધ્ધ સોનામાંથી બનાવેલ છે. એક માન્યતા મુજબ આ શ્રીયંત્ર છે. કૂર્મ પુષ્ઠવાળુ આ યંત્ર સોનાનું છે જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે. આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે. આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પુજા કરે છે. દર સુદ આઠમે વીસાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે હવન- યજ્ઞ સાથે વીસાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે.

“માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો”

માતાજીની પૂજા દિવસમાં ત્રણ વખત થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમાં રવિવારે-વાઘ, સોમવારે-નંદી, મંગળવારે-સિંહ, બુધવારે-ઉંચી સુંઢનો હાથી (ઐરાવત), ગુરૂવારે-ગરુડ, શુક્રવારે- હંસ અને શનિવારે- નીચી સૂંઢનો હાથી (ઐરાવત) મા ના વાહન તરીકે શોભાયમાન થાય છે.
સામાન્ય રીતે માતાજીની આરતી દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવામાં આવે છે. પરંતુ અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત માતાજીની આરતી થાય છે. તો ભાદરવી પૂનમના મેળાના દિવસોમાં યાત્રિકો દર્શનાર્થીઓ આરતીનો લ્હાવો લઈ શકે એ માટે આરતી દર્શન સમયમાં વધારો કરવામાં આવે છે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

BANASKANTHA

ગૌશાળાઓ ને સરકાર સહાય કરે નહિતર ગૌભક્તો સરકાર સામે આંદોલન ચાલુ રાખશે..મહેશ દવે

Published

on

રાજય સરકાર ના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતી વખતે ગૌ સંવર્ધન માટે 500 કરોડ ની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી હતી જોકે રાજય ની ભાજપ સરકારે જાહેરાત કર્યાને 7 મહિના થવા છતાં પાંજરાપોળ ને આર્થિક સહાય રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી નથી..ત્યારે ગૌ પ્રેમીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં ગૌ પ્રેમીઓ ગાયોને હાઇવે પર છોડી મુકવામાં આવી હતી.જેને કારણે રસ્તાઓ પર જામ થઇ જવા પામ્યો હતો. એટલુંજ નહીં મામલતદાર કચેરીમાં ગાયો છૂટી મૂકી દીધી હતી તેમજ કેટલાક ગૌભક્તો એ પોલીસ ની સામે બંગડીઓ ફેંકી સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રખર ગૌભક્ત મહેશ દવેએ પંચાત ટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓએ મામલતદાર કચેરીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને બંગડીઓ પહેરાવવા માટે આપી હતી. આ આ સરકાર ગાયોના નામે મતો મેળવી છે પણ ગાયો ના નામે આ સરકારે કશું કર્યું નથી માત્ર આ સરકાર વાતો કરે છે.રાજયની ભાજપ સરકાર ગૌ શાળાઓ ને ત્વરિત સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમો આપવામાં આવશે..

Advertisement

 

 

 

Advertisement

 

 

 

 

 

Advertisement

 

 

Continue Reading

BANASKANTHA

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની ધરપકડ ના વિરોધમાં અર્બુદા સેનાએ કર્યું વિરાટ શક્તિ પ્રદર્શન ને ભાજપ સરકાર ને આપી ચીમકી આગામી ચૂંટણી માં થશે મોટું નુકશાન

Published

on

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને ચોર ની જેમ લઇ જવા અયોગ્ય સાધ્વી પુષ્પા દીદી

પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને મહેસાણા દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે ત્યારે તેના વિરોધમાં સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષની લાગણી જોવા મળી છે..આજે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં ચૌધરી સમાજના યુવાનો એ
અર્બુદા સેનાના નેજા હેઠળ બનાસકાંઠાના થાવર ગામ ખાતે  બાઈક રેલી યોજી ને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે વિપુલ ચૌધરી ની ધરપકડ ભાજપ સરકાર ને ભારે પડી જશે

પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને અર્બુદા સેનાએ પ્રમુખ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઇ સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તેમના વિપુલ ચૌધરી ના સમર્થન માં બનાસકાંઠાના થાવર ગામ ખાતે ‘એકતા સંમેલનનું’ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ સંમેલન દરમ્યાન ચૌધરી સમાજની એકતા અને અખંડિતતા પર ભાર મુક્યો હતો .મોટાભાગ ના ચૌધરી સમાજ ના આગેવાનો એ મત વ્યક્ત કર્યો હતો કે આ સરકારે વિપુલ ચૌધરી સાથે અન્યાય કર્યો છે જે કોઈપણ સંજોગો માં ચલાવી ના લેવાય /સાથે સાથે સમાજ ના આગેવાનો એ લાગણી વ્યક્ત રેકી હતી કે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુકત કરવામાં આવે નહિતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી ચીમકી પણ અપાઈ છે..

જયારે બાઈક રેલી દરમ્યાન મોટાભાગ ના યુવાનોએ વિપુલ ચૌધરી ની મુક્તિ તત્કાલ કરવામાં આવે નહિ તો પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તથા વિપુલભાઈને ‘મુક્ત કરો, મુક્ત કરો’ સુત્રો લગાવ્યા હતા.

સાધ્વી પુષ્પા દીદી કહ્યું હતું કે, અર્બુદા સેનાના આગેવાન અને સરકારના પ્રતિષ્ઠીત પૂર્વ મંત્રીના ઘરે ચોરની જેમ આવી ભેદી રીતે લઈ જવા તે અયોગ્ય છે. જે વ્યક્તિ સમાજના ભલા માટે કાર્ય કરતું હોય તેની સાથે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે. સમાજને જો આવી રીતે અન્યાય થાય તો સાખી લેવો ના જોઈએ.

Advertisement

 

Continue Reading

BANASKANTHA

લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

Published

on

‌લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

 

‌ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.
‌ દર વર્ષે અંબાજી સહિતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માના ચરણોમાં શીશ નમાવતા હોય છે. ચાલુ સાલે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા મોકલવામાં આવી હતી. જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા- સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે લીમખેડાના સંઘ દ્વારા માં અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.