Connect with us

kheda

કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !

Published

on

કપડવંજમાં ભાજપ કોને આપશે તક !

આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ

ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય કાર્યક્રમો શરુ થઇ ગયા છે, ત્યારે અન્ય પક્ષોની જેમ ભાજપ એવા તમામ સીટો ઉપર
મંથન કરી રહી છે, જે જીતવામાં તેને મુશ્કેલી પડી રહી છે,, ત્યારે કંપડવંજ એક એવી જ સીટ છે,,જેના ઉપર ભાજપનુ
પ્રભુત્વ જોવા મળતું નથી,ત્યારે કપડવંજની વાત કરીએ તો 1962થી લઇને 2017 સુધી અહી કોગ્રેસનો વધુ દબદબો જોવા મળે છે,
આ સીટ ઉપર રાજ્યના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા પણ ઇલેક્શન લડીને જીતી ચુક્યા છે, અને વિરોધ પક્ષના નેતા પણ
બની ચુક્યા છે

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

ત્યારે કપડવંજ વિધાનસભા સીટનો ઇતિહાસ જોઇએ તો

Advertisement

વર્ષ 1962માં કોગ્રેસના ઉત્સવ પરીખે સ્વતંત્ર પક્ષના ધનવંત લાલ શ્રોફને હરાવ્યા હતા,

1967માં સ્વતંત્ર પક્ષના કે એન દોશીએ કોગ્રેસના ઉત્સવ પરિખને હરાવ્યા હતા

વર્ષ 1972માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇનેશનના બુધાજી ચૌહાણે કોગ્રેસના પુનમ ચંદ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1975માં કોગ્રેસના બુધાજી ચૌહાણે ભારતિય જનસંધના વિનોદ ચંદ્ર શાહને હરાવ્યા

વર્ષ 1980માં ઇન્દિરા કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપી(જેપી) પુનમચંદ્ર પટેલને હરાવ્યા હતા

Advertisement

વર્ષ 1985માં કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપીના ઝાલા રાયસિહજીને હરાવ્યા

વર્ષ 1990માં કોગ્રેસના રતનસિહ રાઠોડે ભાજપના મણીલાલ પટેલને હરાવ્યા

વર્ષ 1995માં ભાજપના મણીલાલ પટેલે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના કિશોર સિહ સોલંકીને હરાવ્યા

Advertisement

વર્ષ 2007માં કોગ્રેસના મણીલાલ પટેલે ભાજપના બિમલ શાહને હરાવ્યા

વર્ષ 2012માં કોગ્રેસના શંકર સિહ વાધેલાએ ભાજપના કનુભાઇ ડાભીને હરાવ્યા

વર્ષ 2017માં કોગ્રેસના કાળા ભાઇ ડાભીએ ભાજપને કનુભાઇ ડાભીને હરાવ્યા

ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !

કપડવંજના ઐતિહાસિક તથ્યો

Advertisement

ઇતિહાસના આકડા બતાવે છે કે કોંગ્રેસના બુધાજી ચૌહાણે વર્ષ 1972,1975, 1980,1985માં સતત ચાર વખત
વિધાનસભા ચૂટણી જીત મેળવી છે, જે રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાતા
મધ્ય ગુજરાતમાં કપડવંજ બેઠક પરથી ભાજપના મણીલાલ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
પણ 1998માં ભાજપે ટિકીટના આપતા તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો અને 2007માં તેઓ કોંગ્રેસમાંથી
ચૂંટણી લડ્યા અને ભાજપના બિમલ શાહને હરાવ્યા
જ્યારે બિમલ શાહ ભાજપમાં 1998 અને 2002માં જીત્યા કેશુભાઇ પટેલની સરકારમાં વાહન વ્યવહાર
પ્રધાન રહી ચૂક્યા છે તેમણે પણ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી કાર્યપધ્ધતિનો વિરોધ કરીને
ભાજપ છોડ્યુ અને કોંગ્રેસમાં જોડાયા હતા, પણ કોંગ્રેસે તેમને ટિકીટ માટે ઠેંગો બતાવ્યો,,તો તેઓએ 2017માં
અપક્ષમાં ચૂંટણી લડ્યા તેમને 46928 મતો મળ્યા,, અને તેઓ ત્રિજા સ્થાને રહ્યા ,,એટલે કે ન તો તેઓ જીત્યા,, ન તો ભાજપને જીતવા દીધુ

ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !

હવે કપડવંજમાં ભાજપના દાવેદારોની વાત કરીએ તો

વર્ષ 2012 અને 2017માં કપડવંજ બેઠક પરથી હારી ચૂકેલા કઠલાલના પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી પ્રબળ દાવેદાર છે

ખેડા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ, બંશી લાલ પ્રજાપતિ(પુર્વ કોર્પોરેટર વસ્ત્રાલ)

Advertisement

કપડવંજ તાલુકા ભાજપના પ્રમુખ કિરણ સિહ ડાભી

કંપડવંજ તાલુકા ભાજપના મહામંત્રી અલ્પેશ ઝાલા

કઠલાલ એપીએમસીના ચેરમેન હસમુખ પરમાર

કપંડવંજ એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ- પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના પુત્ર,

ખેડા જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન જીતેન્દ્ર સિહ ચૌહાણ

Advertisement

કાણીયલ ગામના સરપંચ ચિમન લાલ સોઢા

મુડેલ ગામના સરપંચ દિપક ડાભી

ભાટેરા ગામના સરપંચ રાજુ ભાઇ પટેલ

વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્નેહલ સિહ સોલંકી

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

Advertisement

કપડવંજ વિધાનસભા બેઠક માટે બે વખત જીતી ચુકેલા પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના પુત્ર નિલેશ પટેલ પણ આ બેઠક માટે દાવેદાર છે, તેઓ હાલ કપડવંજ એપીએમસીના ચેરમેન છે, પણ તમને જણાવી દઇએ કે મણિલાલ પટેલને
કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોમાંથી ચૂંટણી લડવાનો અનુભવ છે, જ્યારે પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી કઠલાલ વિધાનસભાની પેટા ચૂટણીમાં જીત્યા હતા, 2017માં કનુભાઇ ચૂટણી હારી ગયા હતા, તેઓ પણ આ બેઠક માટે દાવેદાર છે, નવા સિમાંકન બાદ આ બેઠક2012થી ભાજપ જીતી શક્યુ નથી, ત્યારે આ વખતે કપડવંજમાં કોંગ્રેસ પાસે રહેલ બેઠકને આંચકી લેવા માટે કોણ કેટલો મજબુત છે એ ચકાસીને જ ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે, ત્યારે જોવાનુ એ છેકે
ભાજપ પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના વારસદાર પર ભરોસો કરશે કે કાર્યકર્તા પણ ભરોસો કરશે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !


આમ તો કપડવંજ વિધાનસભા સીટ એ કોગ્રેસની સીટ માનવામાં આવે છે, છતાં જે રીતે ત્રણ વખત અહી ભાજપ કબ્જો જમાવી ચુકી છે,
તે સિવાય આ વખતે ભાજપ તરફી માહોલ બની રહ્યુ છે,પરિણામે સંખ્યા દાવેદારો આતંરિક તૈયારી કરી રહ્યા છે, અને ટિકિટ માટે
યોગ્ય ગોડ ફાઘરની શોધ કરી રહ્યા છે,, છતાં અંતે ફેસલો તો વડા પ્રધાન નરેદ્રમોદી અને અમિત શાહ કરશે,

ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kheda

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્ર નારાયણોને ધાબળાનું કરાયું વિતરણ

Published

on

 

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, વિદ્યાનગર, બાકરોલ, પેટલાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા જાહેર રોડ પર સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે. વડતાલ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદમહારાજના આશીર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવ પ્રકાશ સ્વામીની પ્રેરણાથી ચાલુ વર્ષ હાલતમાં કડકડતી ઠંડીમાં મકાન વિહોણા દરિદ્ર નારાયણો જે રેલવે કે બસ સ્ટેન્ડના પર રાતવાસો ગુજારે છે. તેવા લોકો માટે આણંદના અને હાલ યુએસએ રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૧૦ મીની રાત્રિના વડતાલ મંદિરના સંતો તથા કાર્યકરો દ્વારા આણંદ બાકરોલ વિદ્યાનગર તથા પેટલાદ અને ચરોતરના અન્ય ગામડાઓમાં ૨૦૦૦ થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર રાતવાસો ગુજારતા દરિદ્ર નારાયણોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવતા તેઓ આનંદની લાગણી સાથે ભાવવિભોર થઈ ગયા હતા.આ સંપૂર્ણ સેવા વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી .

Continue Reading

kheda

બી એસ એફ નો જવાન શહીદ

Published

on

બી એસ એફ માં ફરજ બજાવતા મેલાજી વાઘેલા ફરજ દરમ્યાન શહીદ થઇ ગયા છે તેઓ મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ના ચકલાસી ગામના હતા,તેઓની અંતિમ યાત્રા 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે નીકળનાર છે.
જેને લઇ નિવૃત પેરા મિલેટ્રી ફોર્સના ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું કે મેલાજી વાઘેલાના જવાથી તેમના પરિવારને બહુ મોટી ખોટ પડી છે.જે ક્યારેય ભરી નહીં શકાય .પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.

Continue Reading

kheda

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ

Published

on

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ

આપણા જીવનકાળમાં આ કાર્ય થઈ રહ્યું છે તે આપણુ સૌભાગ્ય છે અવુ કહીને દાતાઓ અને કાર્યકર્તાઓને બિરદાવીને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે શિલાપૂજન કર્યુ . આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો રેતી કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે , ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી . આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ , જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નૌતમ સ્વામી – બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી – સરધાર વગેરે સંતો , મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું . મંદિરના પુરોહિત ધીરેન મહારાજે પૂજાવિધિ કરાવી .શ્યામ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આર્કીટેક ચિરાગ , પ્રોજેકટ ઈનેચાર્જ ચિંતન પટેલ , સ્ટ્રક્ચર ડીજાઈનર સ્નેહલ પટેલ કેનેડા વગેરે ટીમના સભ્યોએ પણ સારો સહયોગ આપ્યો હતો. પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને , એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે , આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે , તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું . આ પ્રસંગે ભાર્ગવ રાવ પૂર્વ ટ્રસ્ટી , ભાવેશ પટેલ ન્યુયોર્ક , યોગેશ પટેલ શીકાગો , ભુપેન્દ્ર પટેલ ભરૂચ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.