ગાંધીનગર
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપના સ્થાનિક નેતાઓ હવે પ્રદેશ નેતાગિરીને ગાંઠતા નથી !
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપના સ્થાનિક નેતાઓ હવે પ્રદેશ નેતાગિરીને ગાંઠતા નથી !
એક તરફ રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડના આદેશનો ઉલંલધન કરીને રાજ્યસભામાં ક્રોસવોટીંગ કર્યા હોવાની વાત સામે આવી રહી છે,,તો હવે ગુજરાતમાં પણ સ્થાનિક નેતાઓ હવે
પ્રદેશના આદેશનો ઉલ્લંધન કરવાની ઘટના બની છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર છ મહિના બાકી છે ત્યારે ગાંધીનગર જિલ્લા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે દહેગામ નગર પાલિકાના વિવિધ કમિટીઓના ચેરમેનો નિમણુંક માટે
પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ લઇને ગયેલા જિલ્લા ભાજપના મહામંત્રીઓને દહેગામથી વિલા મોઢે ગાંધીનગર પરત ફર્યા, કારણ કે દહેગામ નગરપાલિકા ભાજપના કોર્પોરેટરોએ ભાજપ હાઇકમાન્ડના આદેશને માનવાથી ધરાર
ઇન્કાર કરી દીધો,,અને ભાજપ હાઇકમાન્ડને ઝાટકો આપ્યો છે,,
ગાંધીનગર જિલ્લાના દહેગામ નગર પાલિકામાં વિવિધ કમિટીઓ રચાવાની હતી, જેના માટે ભાજપ હાઇકમાન્ડના આદેશથી નેતાઓ મેન્ડેટ લઇને દહેગામ નગર પાલિકા પહોચ્યા હતા, જિલ્લા ભાજપના મહામંત્રી રમણ દેસાઇ
અને રમેશજી ઠાકોર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના આદેશ મુજબ દહેગામ નગર પાલિકા પહોચ્યા હતા, જ્યાં તેઓએ નગર પાલિકાના હોદ્દેદારો અને સભ્યો સાથે બેઠક કરી હતી, સવારે અગિયાર વાગ્યે
સામાન્ય સભા પ્રમુખ પીના બેન શાહના અધ્યક્ષ સ્થાને બોલાવામાં આવી હતી, એ દરમિયાન ભાજપના 15 જેટલા કાઉન્સિલરોએ જિલ્લાના નેતાઓ પાસે મેન્ડેટ ખોલવાનો આગ્રહ રાખ્યો હતો, મેન્ડેટ જોયા વગર તેઓ તેની મંજુરી નહી આપે,,મેન્ડેટમાં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સહિત વિવિધ બાર કમિટીઓના ચેરમેન અને સભ્યોના નામો હતા,, જે 15 કાઉન્સલરો જાણવા માંગતા હતા, જો કે જિલ્લાના નેતાઓએ મેન્ડેટ બતાવવાનો ઇન્કાર કર્યો હતો,તો સામે
કાઉન્સિલરોએ પણ મેન્ડેટ બતાવવાની જીદ પકડી રાખી હતી, આમ તો ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે,પણ ગાંધીનગરના દહેગામમાં ભાજપની શિસ્તના લીરે લીરા ઉડ્યા હતા, કોર્પોરેટર્સ જાણતા હાત કે આ કમલમનો આદેશ છે,,પણ તેઓ
માનવા તૈયાર ન હતા જિલ્લા મહામંત્રીઓએ ના છુટકે બે કલાક માટે બોર્ડ મોકુફ રખાવ્યુ, અને બપોરે એક વાગ્યે બેઠક મળવાનુ નક્કી થયું,, બે કલાક કોર્પોરેટર્સને મનાવવાના પ્રયત્નો થયા, પણ જીદે ચઢેલા કોર્પોરેટર્સ ટસથી મસ ના થયા,,ત્યારે
હવે આ બેઠક એક અઠવાડિયા પછી બોલાવવાનુ નક્કી થયુ છે, સુત્રોની વાત માનીએ તો 15 કોર્પોરેટર્સને ગંધ આવી ગઇ હતી કે રોહન અમીન નામના કોર્પોરેટરને મલાઇદાર ગણાતી સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન બનાવવામાં આવનાર છે, જેને લઇને તેનુ નામ લીધા વગર ખુલ્લેઆમ વિરોધ કરાયો હતો,
સુત્રોની વાત માનીએ તો
પુર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શશિકાન્ત અમિને જિલ્લા ભાજપના મહામંત્રીઓને ચિમકી આપી હતી કે અમે સહી નહી કરીએ તો તમે શુ તોડી લેશો,, બહુમાં બહુ તો અમને સસ્પેન્ડ કરશો એનાથી વધુ તમે શુ કરી લેશો,તમે કમલમમાં જેને
કહેવુ હોય તેને કહી દેજો,, અમે કોઇનાથી ડરતા નથી, આગળ ચૂૂટણી આવે છે, ખબર પડી જશે,,કે કેવી રીતે ચૂંટણી જીતાય છે, દહેગામ કોઇ ભાજપનુ ગઢ નથી કે સરળતાથી જીતી લેવાય,, અમે રાત દિવસ મતદારો પાસે જઇને કામ
કરીએ છીએ,,
દહેગામ નગર પાલિકામાં ભાજપના કોર્પોરેટર્સની સત્તાની સાંઠમારી ડીસેમ્બર માસમાં યોજાનાર વિધાનસભાની ચૂટણીમાં ચંદ્રકાંત પાટીલના સ્વપ્નને તોડી શકે છે, સ્થાનિક નેતાઓની નારાજગી વિધાનસભા ચૂંટણીનુ પરિણામ પણ બદલી શકે છે,,
પરિણામે ભાજપે હાલ દહેગામના નારાજ નેતાઓ સામે કોઇ પણ પ્રકારના પગલા લેવાના બદલે તેમને મનાવીને સાચવી લેવા પડશે,, નહી તો નુકશાન સહન કરવાની તૈયારી રાખવી પડશે,
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
મહાત્મા ગાંધી ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રવેશમાં મોટા પાયે કરાઇ રહી છે ગેરરીતી- હાઇકોર્ટમાં કરાઇ પીઆઇએલ