ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે,,ત્યારે ભાજપ હવે એક એક બેઠકનો સર્વે કરી જીત સુનિશ્ચિત કરવા માંગે છે
તેવામાં બેઠકો દીઠ ઉમેદવારો અંગે પણ આંતરિક સર્વે શરુ કરી દેવાયો છે,,ત્યારે વાત ધાનેરાની કરીએ તો છેલ્લા બે ટર્મથી ભાજપનો કમળ
ખીલી સકતો નથી, ત્યારે અહી કમળ ખિલવી શકે તેવા ઉમેદવારોની શોધ શરુ થઇ છે,
ધાનેરા બેઠકનું ઇતિહાસ
વર્ષ 1962માં કોંગ્રેસના સુરજમલ શાહે સ્વતંત્ર પક્ષના બાલશંકર જયશંકર જોશીને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના બાળ શંકર જોશીએ કોંગ્રેસના સુરજ મલ શાહને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના દલુ ભાઇ દેસાઇએ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના એસ ગોરધન ભાઇ પરિખને હરાવ્યા
વર્ષ 1975માં કોંગ્રેસના મનસુખ લાલ જયશંકર દવેએ ભારતિય જનસંધના અકોલિયા વિશાભાઇ મહેદાસને હરાવ્યા
વર્ષ 1980માં જનતા પાર્ટીના જોઇતા ભાઇ પટેલે ઇન્દિરા કોંગ્રેસના મનસુખ લાલ દવેને હરાવ્યા
વર્ષ 1985માં કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલે ભાજપના રમેશ ચંદ્ર શાહને હરાવ્યા
વર્ષ 1990માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના ગોવા ભાઇ દેસાઇને હરાવ્યા
વર્ષ 1995માં કોંગ્રેસના ગોવા ભાઇ રબારીએ ભાજપના હરજીવન પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના નાથાભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના મફત લાલ પુરોહિતે કોંગ્રેસના નાથાભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2012માં કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલે ભાજપના વસંત ભાઇ પુરોહિતને હરાવ્યા
વર્ષ 2017માં કોગ્રેસના નાથા ભાઇપટેલે ભાજપના માવજી દેસાઇને હરાવ્યા,,
ધાનેરાનુ ઐતિહાસિક ફેક્ટ,
આ બેઠક ઉપરથી કોંગ્રેસ 1962, 1972,1975,1985,1995.2012,2017માં એમ કુલ સાત વખત વિજય થઇ છે
જ્યારે ભાજપ વર્ષ 1990, 1998,2002 અને 2007 એમ ચાર વખત વિજેતા થઇ છે
જ્યારે વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષ અને વર્ષ 1980માં જનતા પાર્ટીના ઉમેદવારો પણ અહી થી વિજય થયા છે
આ બેઠક ઉપર કોઈ એક સમાજનુ અધિપત્ય નથી રહ્યુ, પરિણામે અહીથી વણિક, બ્રાહ્મણ, પાટીદાર, રબારી સમાજના ઉમેદવારો જીતતા રહ્યા છે,.
ધાનેરા બેઠક પર અનેક દાવેદારો
હરજીવન પટેલ, પુર્વ પ્રધાન
પ્રિતી બેન હરજીવન પટેલ, પુર્વ પ્રધાનના પુત્રી
વસંત પુરોહિત, હારેલા ઉમેદવાર 2012
માવજી દેસાઇ, હારેલા ઉમેદવાર 2017
મફતભાઇ પુરોહિત, પુર્વ ધારાસભ્ય
ડો,સંજય દેસાઇ, પુર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ
પી જે ચૌધરી, ચેરમેન બનાસ મેડિકલ કોલેજ
ગણપત રાજગોર, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ
આશાબેન પટેલ, જીલ્લા ઉપ પ્રમુખ,બનાસકાંઠા
યોગેશ ત્રિવેદી, પુર્વ નગર પાલિકા પ્રમુખ ધાનેરા
જગદીશ પટેલ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધાનેરા
હરજી પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધાનેરા
ભગવાન દાસ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય,કિસાન મોર્ચો ભાજપ
પરિવારવાદ કે ઝભ્ભો પકડનાર ઉમેદવાર
આમ છેલ્લા બે ટર્મથી આ સીટ કોગ્રેસ પાસે છે, ત્યારે આ વખતે કોગ્રેસના પંજામાંથી ભાજપના કયા ઉમેદવાર જીત આપવી સકશે તેને લઇને ભાજપ તો
યોગ્ય ઉમેદવારના શોધમાં છે,, છેલ્લા બે ટર્મ દરમિયાન ભાજપે વસંત પુરોહિત અને ડીસા એપીએમસીના ચેરમેન માવજી દેસાઇ પર દાવ રમી જોયો,જો કે બન્ને નિષ્ફળ ગયા ,હવે
ભાજપ નવા ઉમેદવારની શોધમાં છે જે કોંગ્રેસના ઉમેદવારને ઠેકાણે પાડી ધાનેરામાં કમળ ખિલવી શકે ,અત્યારે
ઉમેદવારોમાં પણ ભાજપમાં ટિકીટ લેવા માટે થનગની રહ્યા છે,, ત્યારે આ ઉમેદવારો જીતી શકે તે માટે પોતે આર્થિક રીતે અને સંગઠનની દૃષ્ટિએ આયોજન કરવુ પડશે, ત્યારે પક્ષ
પણ ઇચ્છે કે અહી આર્થિક અને સાગંઠનિક દૃષ્ટિએ મજબુત ઉમેદવારને જ સ્થાન મળે, આમ તો ભાજપ પરિવારવાદમાં માનતી નથી, પણ અહી પુર્વ પ્રધાન હરજીવન પટેલની
રાજકીય વારસો જાળવી રાખવા માટે પ્રિતી બેન પટેલ પણ ધાનેરા બેઠક માટે દાવો કરી રહ્યા છે, હરજીવન પટેલનો ત્રણ વખત ધાનેરા બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે
ત્યારે ચૂટણી જીતવાની રણનિતીના જાણકાર, અને ધાનેરાની જનતાનો મુડ પારખનાર હરજીન પટેલના પરિવારમાંથી ટિકીટ મળશે કે પછી ભાજપ કોઇ મોટા નેતાના ઝભ્ભો પકડીને ચાલનારને
મૈદાન ઉતારશે,,