અધિકારીઓની બેદરકારીથી સરકારી દસ્તાવેજો મોકલાયા પસ્તીમાં, નાગરિકો સાથે થઇ શકે છે મોટી છેતરપિંડી
સમાન્ય નાગરિકોની ચિન્તા તંત્રના અધિકારીઓને નથી હોતી તેનો ઉત્તમ ઉદાહરણ ખોખરાના સબ રજીસ્ટાર કચેરીમાં જોવા મળી, જ્યાં નાગરિકોના સરકારી દસ્તાવેજો વરસાદી પાણીમાં પલડીને બર્બાદ થઇ ગયા,એનાથી પણ વધુ આંચકા જનક બાબતે ત્યારે બની કે આ દસ્તાવેજોને સમાન્ય પસ્તીની જેમ નિકાલ કરી દેવાયો, ત્યારે સવાલ એ ઉઠે કે આ દસ્તાવેજોમાં નાગરિકોની અંગત માહિતી, આધારકાર્ડ નંબર ફોન નંબર, મકાન મિલ્કતની માહિતી છે, જો આ કોઇ ખોટા વ્યક્તિના હાથ લાગે તો મોટા ફ્રોડ થવાની સંભાવના છે, સરકારી દસ્તાવેજોના નિકાલ કરવાના નિયમોને નેવે મુકાયા અને લોકોના મિલ્કતને જોખમમાં મુકી દેવાયો,,
અમદાવાદ ખોખરામાં સરકારી ચાવડી, અને તેના ભોયરામાં સરકારી રેકોર્ડ રાખવા માટે વ્યવસ્થા કરાઇ હતી, બિલ્ડીંગનો ઉદ્ઘઘાટન 2007માં તત્કાલિન સીએમ નરેન્દ્રમોદીએ કર્યો હતો, હાલમાં જ અમદાવાદમાં ભારે વરસાદ થયો, તો આ સરકારી મકાનમાં જમીનમાંથી પાણી આવીને ભોયરામાં ભરાઇ ગયો, મહત્વની વાત એ છે કે છે્લલા દસ દિવસથી આ પાણી ભરાયો અને તેમાં સરકારી રેકોર્ડ પલડીને બગડી ગયા, સ્થાનિક મજુર, ફાયર બ્રિગેડની ટીમ સહિત સફાઇ કામદારોની મદદ લેવાઇ,, પણ પાણી જમીનની આંદરથી આવતો હોવાથી સરકારી રેકોર્ડને સુરક્ષિત સ્થાન ઉપર મુકવા સિવાય કોઇ બીજો વિકલ્પ ન હતો,
છતાં તંત્ર જાગે ત્યાં સુધી બહુ મોડુ થઇ ગયું હતું, કારણ કે લાખોની સંખ્યામાં દસ્તાવેજોના પાના પાણીમાં ખરાબ થઇ ગયા હતા, તેને કચરાની જેમ કાર્યાલયની જેમ બહાર ફેકી દેવામાં આવ્યા,, જ્યારે આ અંગે સ્થાનિક અધિકારીને પુછવામાં આવ્યુ તો તેઓએ કહ્યુ કે મોટુ નુકશાન નથી, જે પણ દસ્તાવેજ છે તે હવે કોમ્પ્યુટર થકી મળી જવાના છે, જેનો રિપોર્ટ ઉપર કરી દેવાયો છે, કોઇને ચિન્તા કરવાની જરુર નથી,
આમ તો અધિકારીએ તો આ વાત કરીને પોતાની જવાબદારી પુર્ણ કરી લીધી,પણ સવાલ એ છે કે જ્યારે પણ સરકારી દસ્તાવેજો બગડે છે ત્યારે તેનો નિકાલ કરવાની એક સરકારી પધ્ધતિ હોય છે, જેનુ પાલન કરાયુ નથી,
ખરાબ થયેલા દસ્તાવેજને સ્થાનિક કબાડીઓને આપી દીધા,,જ્યારે કબાડીઓને વાત કરાઇ તો તેઓએ કહ્યુ કે આ પસ્તી અમને મફતમાં આપી દેવાઇ છે, જેનો અમે પાછળથી નિકાલ કરી દઇશુ
ઉલ્લેખનિય છે આ દસ્તાવેજો ગુપ્ત માનવામાં આવે છે, તેમાં નાગરિકોનો ગુપ્ત ડીટેઇલ હોય છે, આવા દસ્તાવેજો ભલે કચરો લગાતો હોય છેપણ જે લોકો ખોટા દસ્તાવેજો બનાવી ફ્રોડ કરતા હોય છે તેમના માટે આ કચરો કંચન બની શકે છે,એટલે કે ફ્રોડ કરવાનો મોટો સાધન બની શકે છે, અને જો કોઇ વ્યક્તિ સાથે ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી થાય તો જવાબદારી કોની એ એક મોટો સવાલ છે,
કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો
કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે દુષ્કર્મના આરોપોમાં મોટો ખુલાસો- પિડીતાના પતિએ કર્યો મોટો ઘડાકો