Uncategorized
ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓની દરેક સમસ્યા થશે દૂર, બોર્ડ દ્વારા કરાઈ સરસ વ્યવસ્થા
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. આગામી તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ સુધી આ પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર કોલ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલ પૂછી પોતાનું સમસ્યાનું સમાધાન લાવી શકશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 1800 233 5500 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર તારીખ 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. તેમજ સવારે 10થી સાંજના 6:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ આ નંબર પર કોલ કરી શકશે. સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે.
વિદ્યાર્થીઓ 1800 233 5500 નંબર ઉપર કોલ કરીને બોર્ડની પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ પૂછી શકશે અને પોતાની સમસ્યાનું સમાધાન લાવી શકશે.
ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેરાત કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંતે શરૂ થનાર પરીક્ષા એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે.
28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તો આવો જાણીએ બોર્ડની પરીક્ષાઓનું વિગતવાર ટાઈમટેબલ…