ભેંસો સહિતના પ્રણીયોના પરિવહનને લઇને આટલુ ધ્યાન રાખશો તો નહી પકડે પોલીસ !
મુસ્લિમ સમાજના વિરોધના પગલે હવે ભેંસો અંગેના પરિપત્રને લઇને પોલીસ વિભાગ કેટલીક છુટ છાટ આપી શકે છે, પણ જેના માટે કેટલી શરતો પણ પોલીસ લાગુ કરી શકે છે,,
બકરી ઈદ આવી રહી છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને પરિપત્રમાં કેટલીક રાહતો આપીને પોલીસ વિવાદ દુર કરવાનો પ્રયત્ન કરી શકે છે, પશુ ક્રુરતા નિયંત્રણ કાયદાનુ પાલન આવશ્યક છે,
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
રાજ્ય પોલીસ પોલીસ તરફથી 11મી મે ના દિવસે ભેંસોના ગેર કાયદે કતલને લઇને એક પરિપત્ર બહાર પાડ્યુ હતુ, જેમાં ભેસ કે તેના પાડા,પાડીયાઓના ગેર કાયદે કતલ કરનારાઓને
પાશા કરાશે તેવો આદેશ કરાયો હતો,,ત્યારે આને લઇને સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને મોહમંદ પિરજાદાએ વિરોધ નોધાવ્યો હતો, તે સિવાય
રાજ્ય ભરમાં મુ્સ્લિમ સમાજમાં વિરોધ જોવા મળ્યો હતો, કેટલીક જગ્યાએ વિરોધ નોધવવા માટે કલેક્ટર્સને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો હતો,
હાર્દીક પટેલે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર કર્યા પ્રહાર પછી તેઓ પણ ધોવાયા !
મુસ્લિમ આગેવાનોએ જણાવ્યુ હતું કે જુલાઇમાં બકરી ઇદનો તહેવાર છે, તેવા સંજોગોમાં ગૌવંશના બદલે ભેંસો કે પાડા અથવા પાડીયાઓને ઉપયોગ થાય છે,જેના માટે તેમના વાહનો માફરતે
પરિવાહન પણ કરાય છે, તેવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે સમાજના અગ્રણિયોમાં ભયનો માહોલ છે, કારણ આનાથી તહેવારમાં ખલેલ પહોચી શકે છે, તેવા સંજોગોમાં
તહેવાર ન બગડે તેનો ધ્યાન રાખવાની જવાબદારી પણ પ્રશાસનની છે
ભેંસો અંગેના પરિપત્ર મુદ્દે મુસ્લિમ સમાજ પોલીસ સામે લડી લેવાના મુડમાં !
સુત્રોની માનીએ તો પોલીસ વિભાગે પણ મુસ્લિમ સમાજના વિરોધ વ્ચચે વચગાળાનો રસ્તો કાઢવા માટે વિચારણા કરી રહી છે, પોલીસ સુત્રો કહી રહ્યા છે, આ મુદ્દો સંવેદનશિલ છે, પરિણામે
યોગ્ય મંજુરીથી જ પશુઓના અવર જવર કરાય,પુરતા દસ્તાવેજો તો વાહન ચાલકો રાખશે તો તેમને કોઇ મુશ્કેલી નહી થાય,, સ્થાનિક પોલીસ અથવા સંબધિત યોગ્ય તંત્રથી પુરતી મજુરી પછી
જો પશુઓની કે ભેસોનો ટ્રાન્સપોર્ટેશન કરાશે તો કોઇ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં નહી આવ.
એટલે કે હવે જે વાહન ચાલકો અથવા પશુઓના વેપારી પ્રાણી ક્રરતા નિવારણ અધિનિયમ 1960 પ્રમાણે નિયમોનો પાલન કરશે તો તેમન કોઇ તકલીફ નહી પડે,,
મહત્વની વાત એ છે કે આ અધિનિયમના પ્રકરણ 4 અને પ્રકિર્ણ 28 નંબરના નિયમમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે આ અધિનિયમના કોઇ પણ મજકુર કોઇ કામના ધર્મથી ફરમાવવામાં આવેલી રીત કોઇ પ્રાણીની કતલ કરવાના કૃત્યને
ગુનો બનાવશે નહી, સાથે પરિવહન માટે શિડ્યુલ એચ પ્રમાણે પરિવાહનના નિયમો માનવાના રહેશે તે સિવાય નિશ્ચિત ફોર્મ પણ ભરવાનુ રહેશે, જેના માટે યોગ્ય સત્તામંડળની મંજુરી પણ આવશ્યક રહેશે,
તમામ પ્રકારની માહિતી આ નિશ્ચિત ફોટો પ્રમાણે આપેલી છે
આમ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ 1960 પ્રમાણે જે પણ વાહન ચાલકો ભેંસ સહિતના પશુઓનું પરિવહન કરશે તેમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહી થાય
મુશ્કેલી માત્ર અસામાજીક તત્વો, પશુ તસ્કરો અને ગેરકાદયે પશુઓની પરિવાહન કરવા વાળાઓને રહેશે ..