ઇન્ડિયા

જો તમને આવી હશે ટેવ તો મહિલાઓ થશે તમારાથી દુર- તપાસો તમને કઇક આવી ટેવ તો નથી ને

Published

on

જો તમને આવી હશે ટેવ તો મહિલાઓ થશે તમારાથી દુર- તપાસો તમને કઇક આવી ટેવ તો નથી ને

આ વાત તો દરેક જાણતા હોય છે કે ઓપોઝિટ વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ થતું હોય છે. સ્ત્રી અને પુરુષને એકબીજાને એવી અનેક ચીજો પસંદ આવતી હોય છે જો કે અમુક ચીજો નાપસંદ પણ આવતુ હોય છે. દરેક લોકોમાં સારા ગુણોની સાથે અવગુણ પણ હોય છે. જો વાત મહિલાઓની કરવામાં આવે તો તેઓ પુરુષોની તમામ બાબતોને નોટિસ કરતી હોય છે. તેવામાં મહિલાઓને પુરુષોની અમુક ટેવો પસંદ પડતી નથી. તેથી જો આવી વાતો સુધારવામાં આવે તો રિજેક્શનનો સામનો કરવો પડતો નથી. જો તમારામાં પણ આવી હોય તો તેને દૂર કરવાની જરૂર છે.

પોતાને સર્વોચ્ચ સમજતા પુરુષો :

મહિલાઓને એવા પુરૂષો બિલકુલ પણ પસંદ નથી જે ખુદને મહિલાઓ કરતાં સર્વોચ્ચ સમજતાં હોય છે. મહિલાઓ તેવા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે જે તેમને નીચા દેખાડવાની એક પણ તક છોડતા ન હોય. જો તમારામાં પણ આ ટેવ હોય તો તેને તરત જ બદલી લો. આજનો સમય પુરુષ અને મહિલાઓનો બનેલો છે. મહિલાઓ પણ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે. અમુક ક્ષેત્રમાં તો મહિલાઓ પુરુષો કરતાં પણ વધુ આગળ નીકળી ગઈ છે તેથી મહિલાઓને અવગણવાની ભૂલ ન કરશો.

હાંમાં હા મિલાવવાવાળા :

Advertisement

મહિલાઓને એવા લોકો પસંદ આવે છે જે પોતાની વાતનો સ્ટેન્ડ લેતા હોય. ખોટાને ખોટા અને સાચા અને સાચા કહી શકે. ઘણી વખત એવું થાય છે કે મહિલાઓને ઇમ્પ્રેસ કરવા માટે પુરુષો તેમની હામાં હા મિલાવતા હોય છે. આવું કરીને તમે મહિલાઓને થોડા દિવસ માટે ખુશ રાખી શકશો પરંતુ પછી લોકોને થશે કે તમારો કોઈ વાતમાં કોઈ મંતવ્ય જ હોતો નથી.

બાળક જેવું વર્તન :

તમે બહારથી ગમે તેટલા આકર્ષક કેમ ન હોય પરંતુ તમારું મગજ બાળક જેવું હશે તો મહિલાઓ તમારાથી દૂરી જાળવશે. મહિલાઓને પુરુષો પર નિર્ભર રહેવું પસંદ હોતું નથી. તેમને જે વસ્તુ સૌથી વધુ નાપસંદ છે તે એ છે કે તેમના પાર્ટનરનું બાળકની જેમ વર્તન કરવું. જો તમારી નોકરી નથી કરતાં સમગ્ર દિવસ દરમ્યાન ઘરે જ બેઠા રહો છો તો તમને કોઈ મહિલા પસંદ નહીં કરે.

ઉપદેશ આપતો પુરુષ :

માત્ર મહિલાઓ જ નહી પરંતુ પુરુષોને પણ એવા યુવકોથી નફરત હોય છે હંમેશા પોતાનું જ્ઞાન પીરસતા રહેતા હોય અને ઉપદેશ આપતા હોય. જિંદગીમાં એવો સમય પણ આવે છે જેમાં લોકોને અમુક ચીજોની પરવા કર્યા વગર માત્ર એન્જોય કરવું ગમતું હોય, પરંતુ આ સમયે પણ જો તેમને કોઈ ઉપદેશ આપે તો એ મૂડ ઓફ કરવા માટે પૂરતું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version