દરરોજ 50 ગ્રામથી વધુ મરચા ખાતા હોવ તો ચેતી જજો- થઇ શકે છે આવી બિમારી
રોજિંદા ખોરાકને સ્પાઇસી અને સ્વાદિષ્ટ બનાવવા માટે મરચાનો ઉપયોગ થાય છે. યૂરોપ અને અને અમેરિકાની સરખામણીમાં એશિયાના ભારત અને ચીન સહિતના દેશો મરચાનો વધારે વપરાશ કરે છે. જો કે એક સંશોધન મુજબ વધુ ખોરાકમાં મરચાનો વધુ ઉપયોગથી શારીરિક ઉપરાંત માનસિક તકલીફ થાય છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના એક સંશોધક મિંગ લીએ ત્રણ વર્ષ પહેલા ચીનના 50 થી 55 વર્ષના નાગરિકો પર પ્રયોગ કર્યો હતો જેમાં પણ વધુ મરચા ખાવાથી કોગ્નિટિવ ફંકશનિંગમાં ઘટાડો થતો હોવાનું જણાયું હતું જે ડિમેંશિયા જેવી માનસિક તકલીફ થવા માટે જવાબદાર છે.આમ જોવા જઇએ તો ડિમેંશિયાએ કોઇ રોગ નથી પરંતુ માનસિક રોગોના લક્ષણોની નિશાની છે.
ડિમેંશિયામાં યાદશકિત એટલી નબળી પડે છે કે માણસ રોજબરોજની દિનચર્યા માટે બીજા પર નિર્ભર રહે છે. આ અંગે ન્યુટ્રીશિયન જર્નલમાં જણાવાયું છે કે આમ તો ડિમેંશિયા માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ મરચાના કારણે થવોએ ચોંકાવનારી છે. જો કે સંશોધકોએ સ્ટડી માટે લાલ અને લીલા મરચાની વિવિધ જાતો તપાસી હતી જેમાં સિમલા અને કાલી મિર્ચનો સમાવેશ થતો ન હતો.
ચીન, મેકસિકો અને ભારત દુનિયામાં સૌથી વધુ મરચા પેદા કરે છે
ઇસ પૂર્વે ૭૫૦૦ વર્ષથી માણસ મરચાનો ખોરાકમાં વપરાશ કરે છે. વિશ્વમાં 35 મીલિયન ટન જેટલા મરચાનું ઉત્પાદન થાય છે.ચીન દુનિયાના કુલ મરચા ઉત્પાદનમાં 40 થી 45 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. મેકસિકો, તૂર્કી, ઇન્ડોનેશિયા અને સ્પેન મુખ્ય મરચાં ઉત્પાદક દેશો છે.
ભારતમાં ૧.૫ મીલિયન ટનથી વધુ મરચાનું ઉત્પાદન થાય છે. મરચા સૂકવીને પાવડર તૈયાર કરવામાં આવે છે.અમેરિકા ખંડનો મેકસિકો દેશ ભારત કરતા પણ વધુ મરચાનું ઉત્પાદન કરે છે. દક્ષિણ અમેરિકાના મેકસિકો, પેરુ અને બોલિવિયાના જંગલી મરચા જાણીતા છે. વિશ્વમાં સૌથી વધુ સ્પાઇસી ફૂડ ચીનના લોકો લે છે. મરચામાં રહેલું કેપ્સેસિન નામનું તત્વ મેટાબોલિઝમને ઝડપી બનાવે છે પરંતુ રોજ માથાદિઠ ૫૦ ગ્રામ કરતા પણ વધુ વપરાશ નુકસાનકારક છે.