અમદાવાદ
આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !
આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી
કોઇ પણ રાજકીય પક્ષનું ટીકીટ મેળવવા અને જીતવા માટે કહેવાય છે કે ચર્ચા, ખર્ચા અને પર્ચાની જરુર છે,,
ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ચૂંટણીને લઇને અનેક તર્ક વિતર્ક ચાલી રહી છે,,મોટા ભાગે ગુજરાતમાં
ભાજપ જીતશે તેવી ભાજપી કાર્યકર્તાઓની અપેક્ષા છે,તો ઉમેદવારોની સંખ્યા પણ બહોળી છે, તો
ઉમેદવારોને ટીકીટ કેવી રીતે મળી શકે તેના માટે શામ દામ દંડ ભેદની નિતીઓ અપનાવતા હોય છે,
ત્યારે જોઇએ કાર્યકર્તાઓ શુ કરે કે તેમને સ્યોર ટીકીટ મળે,,
ટિકીટ મેળવવાનો પ્રથમ પગથિયું એટલે સારો બાયોડેટા
ટિકીટ મેળવવા માટે સૌથી પહેલા બાયોડેટા તૈયાર કરવાનો હોય છે,
બાયોડેટામાં પાર્ટી ક્યારે જોઇન કરી
અભ્યાસ કેટલુ છે,
પાર્ટી વિવિધ જવાબદારીઓ
પરિવારમાં કોઇ વ્યક્તિ રાજકીય ગતિવિધીઓ સાથે જોડાયેલા હોય તો તેનો ઉલ્લેખ
સંઘ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા હોય તો તેની વિગતો
સંઘ શિક્ષાવર્ગ કર્યુ હોય તો તેની માહિતી
સમાજિક અને ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા હોય તો તેની વિગતો
સરકાર તરફથી કોઇ જવાબદારી મળી હોય, જેમ કે બોર્ડ નિગમ વિગેરે
સોશિયલ મિડીયામાં કેવી એક્ટીવીટી રહી છે,
એનજીઓ ચલાવતા હોય, સહકારી મંડળી ચલાવતા હોય તેની વિગતો આપવાની રહેશે,
ટિકીટ આપવા માટે ભાજપની વ્યવસ્થા
પ્રદેશ ભાજપ દ્વારા પહેલા નિરીક્ષકો નિમણુક કરાય છે,
આ નિરક્ષકો પાસે જઇને બાયોડેટા જમા કરાવવાનુ હોય છે, અપેક્ષિત કાર્યકર્તાઓ તેમનો મત મહત્વનુ હોય છે
ત્યારે તેવા કાર્યકર્તાઓ તમારા ફેવર કરતા હોવા જોઇએ
પ્રદેશના નિરીક્ષકો શહેર- જિલ્લાના સંકલન સમિતી સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
સમક્ષ પોતોનો અહેવાલ વિધાનસભા બેઠક પ્રમાણે રિપોર્ટ મુકતા હોય છે,
જેના આધારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નામોની પેનલ તૈયાર કરીને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી દે છે,,
સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલ નામો ઉપર મોહર મારતો હોય છે,
પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !
પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ છે નામો
બીજેપી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની વાત કરીએ તો તેમાં
ચંદ્રકાંત પાટીલ, ભુપેન્દ્ર પટેલ, પરસોત્તમ રુપાલા, વિજય રુપાણી, નિતિન પટેલ, આર સી ફળદુ,સુરેન્દ્ર પટેલ, ભુપેન્દ્ર સિહ ચુડાસ્મા
રત્નાકર, જસવંત ભાભોર, રાજેશ ચુડાસ્મા, કાનાજી ઠાકોર, કિરીટ સોલંકી, અને દિપીકા બેન સરડવા સભ્ય છે,,
બીજેપીની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં આ છે નામો
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી
કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિહ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિહ ચૌહાણ
ભાજપના રાષ્ટ્રિય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ
આ લોકો જ કોને ટીકીટ આપવી તે અંગે આખરી નિર્ણય કરતા હોય છે,
આમ આ ભાજપની આદર્શ સ્થિતિ છે,
આદર્શ સ્થિતિ સિવાય વ્યક્તિગંત સંબધો તમને આપવશે ટિકીટ
આમ તો ભાજપમાં ટિકીટ માટે બુથ લેવલથી લઇને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ સુધી વ્યવસ્થા છે, પણ ઘણી વખત સ્કાય લેબ ઉમેદવારોને પણ ટિકીટ મળતી હોય છે
એટલે કે બિગ બોસના સિરિયલની જેમ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થતી હોય છે..ત્યારે ઘણાને થાય છે કે આ કેવી રીતે શક્ય બન્યુ,, તો આવી કન્ડીશનમાં
ઉમેદવારનુ વ્યક્તિ સંબધ,પ્રતિભા,આર્થિક તાકાત, સંતો અને ઉદ્યોગપતિઓ સાથેના સબંધો કામ કરી જતા હોય છે,
ગુજરાતીમાં એક કહેવત છે કે ઓળખાણ એ સૌથી મોટી ખાણ છે, ગમે તેવુ અઘરુ કામ પણ ઓળખાણના માધ્યમથી થઇ શકે છે, પણ રાજનિતીમાં ઓળખાણ તો જોઇએ
સાથે લક્ષ્મીનારાણય દેવની કૃપા અનિવાર્ય છે, જેથી ટિકીટવાંચ્છુઓએ એ વાત યાદ રાખવાની છે કે સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ
સુધીના નેતાઓની શુભેચ્છા જરુરી છે, એ શુભેચ્છા તમે કઇ રીતે હાંસલ કરવા માટે તેમના મિત્રો, સગા સંબધીઓને ખુશ રાખવા માટે શામ અને દામ અજમાવવાની જરુર પડશે
જેના માટે તમારે તૈયારી રાખવી પડશે,