અમદાવાદ
રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા
રાજ્ય સરકારમાં તાકાત હોય તો MPW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાહેજા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટે 26 જુન રવિવારે લેખિત પરિક્ષાનુ આયોજન કરાયુ છે, ત્યારે રાજ્ય સરકારની ઉંધ હરામ કરનાર
યુવરાજ સિહ જાડેજાએ રાજ્ય સરકારને આગાહ કરી છે કે રાજ્ય સરકારમાં હિમ્મત હોય તો પેપર ફુટતા પહેલા રોકી લે,, અને પેપર ફોડનારાઓ સામે પગલા ભરે, તેઓએ આશંકા પણ વ્યક્ત કરી છે કે
રાજ્ય સરકારની પોતાની આબરુ જાય તેમ છે,,એટલે સરકાર પેપર ફોડનારાઓના ઘર સુધી નહી પહોચે કારણ અરવલ્લી જીલ્લાના સ્થાનિક ભાજપના મોટા નેતાઓ સાથે તેમને ઘરોબો હોવાથી
તેમને બચાવી લેવાય છે,
યુવરાજ સિહ જાડેજાએ ભુતકાળમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાઓના પેપર લીક મામલે મોટુ ઘટસ્ફોટ કર્યો હતો, અને રુપાણી સરકારને ભીંસમાં મુકી દીધી હતી, અને અંતે રાજ્ય સરકારે પરિક્ષાઓ રદ્દ કરવી પડી હતી, તે સિવાય પણ તેમના દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરિક્ષાઓ બાબતે પેપર લીક મામલે એડવાન્સમાં સરકારના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરી દેવાઇ છે, જો કે અગમ્ય કારણોસર પેપર ફોડતા સુત્રધારો સામે પગલા લેવામાં સરકાર પાછી પાની કેમ કરી રહી છે, તે મને સમજાતું નથી, આમ તો દાદાની સરકાર ઇમાનદાર પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓથી ભરેલી છે, ત્યારે ગુજરાતના યુવાઓના હિતમાં પ્રમાણિકતાથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આયોજન થાય તે જરુરી છે, જો કે કેટલીક જગ્યાએ સ્થાનિક ભાજપના નેતાઓનાપેપર લીકરો સાથે ઘરોબો હોવાથી ફોડ ફોડનારાઓને તેઓ બુલેટ પ્રુફ જેકેટની જેમ બચાવવા આવે છે,
યુવરાજસિંહ જાડેજા ચોકાવનારી વિગતો આપતા જણાવ્યુ છે કે આવતીકાલે 26 જૂન ના રોજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્ક ની પરીક્ષા લેવામાં આવનાર છે જે આરોગ્ય વિભાગ સંકળાયેલ છે જેને આપણે ફ્રન્ટ લાઈનર વર્કર ગણીએ છીએએ પરીક્ષા માં અન્ય રાજ્ય ની બોગસ યુનિવર્સીટીઓ ના પ્રમાણપત્ર ના આધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે જેમાં મોટા પાયે ગેરીરીતી થવાની શક્યતા છેસેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ કર્યો હોવાનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો પરીક્ષા આપી શકે છે ત્યારે ઘણી વખત અનેક ઉમેદવારો પાસે સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ હોવાનું પ્રમાણપત્ર હોતું નથી ત્યારે આવા ઉમેદવારો ને રાજય ની લોર્ડ ક્રિષ્ણા ટ્રસ્ટ ના કર્તાહર્તા આર એમ પટેલ તેમની મદદે આવતા હોય છે તેમને પ્રમાણપત્ર અપાવવા માં મદદ કરતા હોય છે મોટાભાગે અન્ય રાજય ની યુનિવર્સીટીઓ માંથી પ્રમાણપત્રો અપાવતા હોય છે જેની કિંમત 40 હજાર થી લઇ 70 હજાર રૂપિયા સુધી કિંમત ઉમેદવારો પાસે વસુલતા હોય છે આવા ઉમેદવારો એ અન્ય રાજ્ય ની યુનિવર્સીટી માં અભ્યાસ કર્યા વગર માત્ર 40 દિવસ માં સેનેટરી ઇન્સ્પેકટર નો ક્રોષ કર્યો હોવાનું મળી જતું હોય છે
થોડા દિવસ પહેલા અમે જાહેર માં કહ્યું હતું કે અમે ચાર વ્યક્તિઓ ના નામ કહ્યા હતા તેઓ જ ગુજરાત સરકાર ની આબરૂ ના ઘજાગરા કરી રહ્યા છે ,તેમના દ્વારા આવતીકાલે 26 જૂન ના રોજ લેવાનાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની પરીક્ષા માં ગેરરીતિ આચરવામાં આવનાર છેએ માટે સ્લીપર સેલ બનાવવા માં આવ્યું છે પાલીતાણા રાજકોટ માં ટિમ રાખવા માં આવી છે આ બાબતે રાજય સરકાર ના ઉચ્ચ ઉંધિકારીઓ ને પણ માહિતી આપતા હોઈ એ છીએ ચાર જગ્યાએ થી માહિતી આપી છે જો રાજય સરકાર કોઈ પગલાં નહીં લેવાય તો અમારા દ્વારા પેપેર ફૂટ્યું હોવા બાબતે પ્રેસ કોન્ફ્રન્સ કરાશેસરકાર માં અત્યારે ખુરશીવિરો છે જેમને તેમની ખુરશી બચાવવા માં રસ છે જો વીલ પાવર હોય તો નિશ્ચિત પેપર લીક ની ઘટના ઓ રોકી શકાય જો તેમ થાય તો તેમની બદનામી થાય તેમ છે એટલે સરકાર પેપર ફોડતા લોકો પગલાં ભરતી નથી
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
રાજ્ય સરકાર માં ઈચ્છા શક્તિ નો અભાવ જોવા જોવા મળે છે તેમને માત્ર રાજકીય ભરતી કરવા માં રસ છે યુવાનો ને રોજગારી માં નહીંતેઓએ છેલ્લે જણાવ્યુ છે કે જો સરકાર અમારી વાત નહી સાંભળે તો અમે આવતા દિવસોમાં વિવિધ પક્ષો પાસે આ મામલો લઇને જઇશુ, સાથે ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ કડક કાયદો બનાવવામાંઆવે જેથી આવી ગેરરીતીઓ રોકી શકાય અને આરોપીઓ સામે સખત પગલા લેવાય,, છતાં અમે એક દિવસ પહેલા એટલે કે શનિવારે કહીએ છીએ કે સરકાર પાસે સમય છે,,તેઓ ઇચ્છે તો આ ગેરરીતી રોકી શકે છે,, નહી તો અમે તેના પુરાવા પરિક્ષા પછી આપવાના છે, ,,