ગુજરાત
જો યુવાન ને સમયસર નોકરી મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત!
જયારે કોઈ કાર્ય સમય પર પૂર્ણ ના થાય તો એ પછી એ કાર્ય અશુભ થઇ જાય છે તેવું માનવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુરના એક યુવક સાથે ઘટી હતી.
CRPF નોકરી મેળવવા હાઈકોર્ટમાં કરી હતી અરજી
છોટા ઉદેપુરના ગામ જામલીના યુવાને ઈન્ડિયન CRPF નોકરી મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાંથી યુવાનને નોકરી આપતો હુકમ પણ કરવામાં આવ્યો. આ અંગે જાણ કરવા વકીલે યુવાનને ફોન કર્યો ત્યારે તેના પિતાએ કહ્યું કે, આ ખુશીના સમાચાર સાંભળવા હવે તેમનો દીકરો જીવિત નથી.
સીઆરપીએફમાં રાયફલમેન તરીકેની જાહેરાત આવતા રાજુ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. આ ફોર્મમાં ભૂલમાંથી એસ.સી. અને એસ.ટી. કેટેગરીમાં તેને દર્શાવ્યું હતું. સાથે બીજી એક કોલમમાં સવાલ કરાયો હતો કે, તમે કેન્દ્રશાસિત પ્રદેશના હોવ તો એસ.સી એસ.ટી. તરીકેના લાભ મળશે નહિ. સવાલ નહિ સમજાતા તેને યસની ટીક કરી હતી, જેના લીધે તમામ લાયકાતો ધરાવતા છતાં નોકરી આપવાનો ઇનકાર કર્યો હતો.
કોર્ટે રાજુ દ્વારા થયેલી તકનિકી ભૂલને માનવ સહજ નહિ ગણાવીને નોકરીમાં લેવા આદેશ કર્યો હતો.
જીતના સમાચાર આપવા જયારે યુવક ના ઘરે ફોન કરવામાં આવ્યો ત્યારે
એડવોકેટ નમ્રતા શાહે જણાવ્યું હતું કે, હાઈકોર્ટનાં આદેશની જાણ આપવા મેં ફોન કર્યો ત્યારે રાજુનું બેસણું ચાલી રહ્યું હતું. એક અઠવાડિયા પહેલાં રાજુનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.