સ્ટેટ મોનીટરીંગ સેલને સરખેજમાં હુક્કાબાર દેખાયુ તો સરખેજ પોલીસ સ્ટેશનને કેમ ના દેખાયું
સરખેજમાં હુક્કાબાર પર દરોડા DG વિજિલન્સે હુક્કાબાર પર દરોડા પાડ્યા
સ્ટેટ મોનીટરીંગ સેલ અમદાવાદ શહેરના સરખેજ પો.સ્ટે.ની હદમાં રીંગ રોડ ઉપર આવેલ સેક્રેડ નાઈન નામના હુક્કા બાર ઉપર રેઈડ કરતા , કુલ ૬૮ વ્યક્તિઓ | હુક્કા પીતા મળી આવેલ છે , જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળેલ કે, “અમદાવાદ શહેરના સરખેજ પો.સ્ટે.ની હદમાં રીંગ રોડ ઉપર સેક્રેડ નાઇન નામનો હુક્કા બાર ચાલુ છે અને હુક્કા પીવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલ છે . જે બાતમી આધારે સ્ટેટ મોર્નીટરીંગ સેલ દ્વારા રેઇડ કરતા સ્થળ ઉપર કુલ ૬૮ વ્યક્તિઓ મળી આવેલ જેમાં ૬૦ પુરૂષ તથા ૦૮ સ્ત્રીઓ હતી જેમાં ૨૯ ટેબલો ઉપર ૨૯ હુક્કા ચાલુ હતા જે અંગે તપાસ કરતા આ હુક્કામાં અલગ – અલગ પ્રકારની હર્બલ ફ્લેવરનો ઉપયોગ કરતા હતા . જેથી આ હર્બલના ૧૩ ફ્લેવર તેમજ ૨૯ હુક્કાઓમાં ભરેલ હર્બલ ફ્લેવરમાં કોઇ કેફી પદાર્થ છે કે કેમ તે અંગે ખાતરી કરવા ઉપરોકત કુલ ૪૨ હુક્કા ફ્લેવરના સેમ્પલ લેવામાં આવેલ છે . આ સેક્રેડ નાઇન હુક્કા બાર કેવલ મહેન્દ્ર પટેલ રહે. બોપલ – આંબલી , અમદાવાદની જગ્યા ઉપર આવેલ છે તેમજ ધ્રુવ રાકેશ ઠાકર, રહે. વંદે માતરમ ક્રોસ રોડ ગોતા અમદાવાદ આષિશ વિષ્ણુભાઇ પટેલ અને કરણ વિષ્ણુભાઇ પટેલ બન્ને રહે. સોલા અમદાવાદને ચલાવવા આપેલ , આ અંગે આગળની કાર્યવાહી સરખેજ પો. સ્ટે.માં જાણવા જોગ દાખલ કરી સોંપવામાં આવેલ છે.