હિતુ કનોડિયા જો ઇડરમાં ભાજપની ટિકીટ લઇને આવશે તો હારવાનું નક્કી છે,ખેડુતોનો આક્રોશ
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાને ભાજપે ઇડર વિધાનસભાની ટિકીટ આપી હતી અને તેઓ ચૂંટણી જીત્યાં, જો કે સ્ટારડમ ધરાવતા ફાઇવસ્ટાર નેતા ચૂંટણી જીત્યા બાદ ઇડર વિધાનસભા મત ક્ષેત્રમાં દેખાયા ન હોવાની ગાંધીનગરમાં ખેડુતોએ ફરિયાદ કરી હતી,તેઓએ વધુમાં કહ્યુ હતું કે પ્રજાના મતે ચૂંટાયા બાદ તેઓને અનેક વખત સ્થાનિક પ્રશ્નો લઇને ટેલિફોનિક સંપર્ક સાધીએ છીએ તો તેઓ ફોન ઉઠાવવાની તશ્દી પણ લેતા નથી, ઇડરના ખેડુતોને સમાન વિજ દર રિસર્વેની કામગીરીને પણ તેઓ બિલ્કુલ સહકાર આપતા નથી, જો તેઓ આ વખતે ફરી વાર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ લઇને આવશે તો તેમના માટે ચૂંટણી જીતવી ભારે પડી જશે, ભુતકાળમાં વર્ષ 2014માં ભાજપે અમદાવાદ પુર્વ લોકસભા સીટ પરથી પરેશ રાવલને ટિકીટ આપતા તેઓ પણ ચૂંટાયા બાદ પ્રજા લક્ષી કાર્યો થી વિમુખ રહેતા લોકોમાં નારાજગી જોવા મળી હતી, જેથી 2019માં ભાજપે તેમને ટિકીટ આપવાનુ મુનાસિબ માન્યુ ન હતું,
ગુજરાતના દિગ્ગજ નેતાએ વેપારીને આપી ધમકી પૈસા માગ્યા છે તો ઉપાડી લઇશું !