અમદાવાદ
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
ગુજરાત ભાજપ વિધાનસભા ચૂટણી જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યુ છે,,ત્યારે સુત્રોની માનીએ તો તે એક તરફ હાર્દીક પટેલ તો બીજી તરફ નરેશ પટેલને પણ ભાજપમાં જોડવાનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે
જો કે હાર્દીકની અતિ મહત્વકાંક્ષા આડે આવી રહી છે,,તો નરેશ પટેલ માટે ભાજપે રાજ્ય સભાની સીટ ઓફર કર્યાની સુત્રો ઉમેરી રહ્યા છે,
ગુજરાત ભાજપના હાલના સર્વે પ્રમાણે ગુજરાતમાં તેમની સરકાર નિશ્ચિત માનવામાં આવે છે,, ત્યારે વર્ષોથી સત્તાથી વંચિત રહેલા નેતાઓ અને સત્તા માટે ઘાંઘા બનેલા નેતાઓ ભાજપ તરફ દોટ લગાવી છે,
તેઓ ભાજપના સિનિયર નેતાઓનો સંપર્ક સાધી રહ્યા છે, સુત્રોની માનીએ તો જે નેતાઓ ભાજપમા આવવા માંગે છે તેમને ક્ષમતા અનુસાર હોદ્દો અને પદ આપવા માંગે છે,, અને ઘણા બધા નેતાઓ
ભાજપની શરતો ઉપર જોડાઇ પણ રહ્યા છે, પરિણામે રાજ્ય ભરમાં ભાજપનો ભરતી મેળો ચાલુ છે
હવે વાત કરીએ હાર્દીક પટેલની,,તો હાર્દીક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે, આ નારાજગી ત્યારે વધુ વધી ગઇ જ્યારે ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પોતાની સભામાં
જીગ્નેશ મેવાણીનો નામ તો લીધુ જો કે પાટીદાર અનામત આદોલન દરમિયાન જેલવાસ ભોગવી ચૂકેલા હાર્દીક પટેલનો ઉલ્લેખ કરવાનુ ટાળ્યુ હતું, પરિણામે હાર્દીક પટેલ કોંગ્રેસની ચિન્તન શિબિરમાં પણ ગેર હાજર રહી પોતાની
નારાજગી દર્શાવી દીધી,,ત્યારે સુત્રો કહી રહ્યા છે કે હાર્દીક પટેલ જલ્દી જ ભાજપમા જોડાઇ જશે, પણ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે તેમણે વિરમગામની વિધાનસભા બેઠકની માંગ કરીને કેબીનેટ પ્રધાન પદની માંગ કરીછે
ભાજપે તેમને વિરમગામ બેઠક આપવાની વાત તો માની લીધી છે, પણ કેબીનેટ મંત્રી પદ આપવા માટે તૈયાર નથી,, જેને લઇને સમગ્ર મામલો ગુંચવાયો છે,,
તે સિવાય નરેશ પટેલની વાત કરીએ તો તેઓ હાલ કોગ્રેસમાં જશે કે આપમાં તેને લઇને અસમંજસ જેવી સ્થિતિ છે, તેઓ ખુલીને સ્પષ્ટતા નથી કરી રહ્યા કે તેઓ કોના થશે, ત્યારે આ ઘટનાક્રમ વચ્ચે ચર્ચા છેકે
ભાજપે તેમને રાજ્યસભાની સીટ ઓફર કરી છે,જો તેઓ આ ઓફરને માને તો વર્ષ 2023માં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં દિલ્હી મોકલાશે, પણ સુત્રો કહી રહ્યા છે કે હજુ સુધી નરેશ પટેલે ભાજપની
ઓફર સામે કોઇ જવાબ આપ્યુ નથી,