ગાંધીનગર
જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ તલોદમાં જનસંવાદને સંબોધિત કર્યો.
અમારું નેતા બનવું જરૂરી નથી, જરૂરી એ છે કે તલોદની સરકારી શાળા એક પ્રાઇવેટ શાળા કરતા સારી હોવી જરૂરી છે, તલોદની સરકારી હોસ્પિટલ એક પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી હોવી જોઈએઃ મનીષ સિસોદિયા
ગુજરાતના લોકો કહેવા લાગ્યા કે કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે તો, અમિત શાહજી 27 વર્ષમાં પહેલીવાર સરકારી શાળામાં પહોંચ્યા હતાઃ મનીષ સિસોદિયા
જે સરકાર પોતાના કર્મચારીઓની વાત સાંભળવા તૈયાર નથી, તે જનતાની વાત શું સાંભળશેઃ મનીષ સિસોદિયા
જનતા પર પૈસા ખર્ચો, આ કેજરીવાલજીની રાજનીતિ છે, મિત્રો પર પૈસા વેડફો, આ ભાજપની રાજનીતિ છે : મનીષ સિસોદિયા
અરવિંદ કેજરીવાલ દેશના પહેલા નેતા છે જે બીજી ચૂંટણી વખતે જનતામાં વચ્ચે ગયા અને જઇને કહ્યું કે મેં કામ કર્યું હોય તો જ મને વોટ આપો, નહીંતર વોટ આપશો નહી: મનીષ સિસોદિયા
ભાજપના કોઈ મંત્રીની હિંમત નથી કે તે જનતાની સામે આવીને કહે કે કામ કર્યું હોય તો જ મત આપોઃ મનીષ સિસોદિયા
જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા
દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે: મનીષ સિસોદિયા
દિલ્હીમાં તમામ સારવાર, તમામ ટેસ્ટ, તમામ દવાઓ, તમામ ઓપરેશન મફત કરી દિધા છેઃ મનીષ સિસોદિયા
દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે અને વીજળીનું બિલ શૂન્ય: મનીષ સિસોદિયા
કેજરીવાલજીએ આખી દિલ્હીમાં મહિલાઓ માટે કાયમી બસ સુવિધા મફત કરી: મનીષ સિસોદિયા
6 મહિનામાં જ પંજાબમાં પણ વીજળીના બિલ શૂન્ય આવા લાગ્યા: મનીષ સિસોદિયા
અહીં સૌથી ગરીબ માણસ ટેક્સ ભરે છે, સુવિધા લેવી જનતાનો અધિકાર છેઃ મનીષ સિસોદિયા
ઇસુદાન ગઢવી રાજકારણમાં કરિયર બનાવવા માટે નથી આવ્યા, પરંતુ અમારા અને તમારા બાળકોનું કરિયર બનાવવા આવ્યા છેઃ મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટીના દિલ્લીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તેમની છ દિવસની મુલાકાત અંતર્ગત આજે અમદાવાદ આવ્યા છે. મનીષ સિસોદિયા સવારે 8.00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મનીષ સિસોદિયાજી પહેલાં સાબરમતી આશ્રમ ગયા જ્યાં પૂજ્ય બાપુનાં આર્શીવાદ લીધા. એ બાદ મનીષ સિસોદિયા હિંમતનગર જવા રવાના થયા. હિમ્મતનગર પહોંચ્યા બાદ મનીષ સિસોદિયાજી ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાયા. યાત્રા બાદ મનીષ સિસોદિયાજી તલોદ પહોંચ્યા હતા અને ત્યાં જન સંવાદ કાર્યક્રમમાં તલોદની જનતાને સંબોધિત કરી હતી.
અમારું નેતા બનવું જરૂરી નથી, જરૂરી એ છે કે તલોદની સરકારી શાળા એક પ્રાઇવેટ શાળા કરતા સારી હોવી જરૂરી છે, તલોદની સરકારી હોસ્પિટલ એક પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી હોવી જોઈએઃ મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ તલોદમાં જનસંવાદને સંબોધતા કહ્યું કે, જ્યારે અમે આંદોલન કરી રહ્યા હતા ત્યારે લોકોએ કેજરીવાલજીને કહ્યું હતું કે સારી શાળાઓ અને હોસ્પિટલો જોઇએ તો, તમે પોતે જ નેતા બની જાઓ, એટલા માટે જ અમે નેતા બન્યા છીએ. પરંતુ અમારું બનવું જરુરી નથી. જરુરીએ છે કે તલોદની સરકારી શાળા એક પ્રાઇવેટ શાળા કરતા સારી હોવી જરૂરી છે. તલોદની સરકારી હોસ્પિટલ એક પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી હોવી જોઈએ. દિલ્હીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ તેમના બાળકોને સારી શાળામાં ભણાવી શકે અને પોતાનાં લોકોની સારવાર કોઇ સારી હોસ્પિટલમાં કરાવી શકે,એટલા માટે જનતાએ વર્ષ 2015માં નિર્ણય લીધો અને અરવિંદ કેજરીવાલજીની સરકાર બનાવી. જ્યારે અમારી સરકાર બની ત્યારે મેં કેજરીવાલજીને પૂછ્યું હતું કે, આપણી દિશા કઇ છે? તો તેમણે કહ્યું કે, ભવિષ્યમાં તમારે શાળા બનાવવી કે પૂલ બનાવવા છે એ માંથી કોઇ એકની પસંદગી કરવાની થાય તો તમે શાળા બનાવવાનું પસંદ કરજો. કેમકે સારી શાળામાં ભણ્યા બાદ આપોઆપ એ બાળક પુલ બનાવી દેશે અરવિંદ કેજરીવાલે દેશને આ પ્રકારની રાજનીતિ આપી છે.
દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે: મનીષ સિસોદિયા
દિલ્હીમાં 5 વર્ષમાં એટલું કામ થયું કે અરવિંદ કેજરીવાલજી દેશના પહેલા નેતા છે જે બીજી ચૂંટણી વખતે જનતામાં ગયા અને કહ્યું કે મેં કામ કર્યું છે તો મને વોટ આપો નહીંતર વોટ ન આપો. ભાજપના કોઈ મંત્રીની હિંમત નથી કે તે જનતાની સામે આવીને કહે કે કામ કર્યું હોય તો જ મત આપો. દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે. શિક્ષણ એટલું સારું થઈ ગયું છે કે ખાનગી શાળાના બાળકોને મેડિકલ અને આઈઆઈટીના શિક્ષણ માટે કોટા જવું પડે છે અને સ્લીપર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા રોજીરોટી મજૂરનો પુત્ર અરવિંદ કેજરીવાલના કારણે ભણીને આઈઆઈટીમાં એડમિશન લે છે. ઈસ્ત્રીવાળાનો પુત્ર આઈઆઈટી મુંબઈમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જેના માતા-પિતાનું અવસાન થયું છે અને તેનો ભાઈ તેને મજૂરી કરીને તેને ભણાવતો હતો, તે દીકરો આજે AIIMSમાં ભણે છે. અરવિંદ કેજરીવાલજીએ આ બતાવ્યું છે. જ્યારે તે ડોક્ટર બનશે ત્યારે તેની માસિક આવક ત્રણથી ચાર લાખ રૂપિયા હશે. ખાનગી શાળાઓની ફી વધારી શકે એ કામ અરવિંદ કેજરીવાલે કરી બતાવ્યું છે.
દિલ્હીમાં તમામ સારવાર, તમામ ટેસ્ટ, તમામ દવાઓ, તમામ ઓપરેશન મફત કરી દિધા છેઃ મનીષ સિસોદિયા
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં દરેકની સારવાર મફત કરી દીધી છે. દરેક વિસ્તાર માટે મોહલ્લા ક્લિનિક બનાવી દીધા. મોહલ્લા ક્લિનિકમાં MBBS ડોક્ટર બેસે છે જે દરેકની મફતમાં સારવાર કરે છે. નાની-નાની બીમારીઓ માટે લોકોને બહારગામ જવું પડતું નથી. દિલ્હીમાં તમામ સારવાર, તમામ ટેસ્ટ, તમામ દવાઓ, તમામ ઓપરેશન મફત કરી દીધા છે. જ્યારે અમારી સરકાર દિલ્હીમાં આવી ત્યારે વીજળી માંડ 4 કલાક, 6 કલાક કે 10 કલાક જ આવતી હતી. જનરેટર અને ઇન્વર્ટર ઘણા વેચાતા હતા. કેજરીવાલે 2 વર્ષ મહેનત કરી અને આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે અને વીજળીનું બિલ પણ ઝીરો આવે છે. દિલ્હીમાં મહિલાઓએ કેજરીવાલને કહ્યું કે, અમે નોકરી કરવા જઈએ છીએ, ભણવા માટે જાઇએ છીએ અને બસનું ભાડું વધારે આપવું પડે છે, તો કેજરીવાલે આખી દિલ્હીમાં મહિલાઓ માટે બસ મુસાફરી કાયમ માટે મફત કરી દીધી.
6 મહિનામાં જ પંજાબમાં પણ વીજળીના બિલ શૂન્ય આવા લાગ્યા: મનીષ સિસોદિયા
આજે દિલ્હીમાં કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેની સારવાર શાનદાર સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે. અરવિંદ કેજરીવાલજીએ દેશમાં પહેલીવાર એવી અદ્ભુત યોજના બનાવી છે કે, જો સરકાર કોઈ વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકતી નથી, તો તેનો અર્થ એ કે માણસને તેનું ઑપરેશન કરાવવા જવું પડે છે, ટેસ્ટ કરાવ્યો અને ત્યાં તેણે કહ્યું કે 30 દિવસ પછી, 4 મહિના પછી આવે, પરંતુ દિલ્હીમાં હવે રાહ જોવાની જરૂર નથી. સરકારી દવાખાનામાં જાવ, ત્યાં લાઈન લાંબી છે, તો હવે ડોક્ટર કહેતા નથી કે 30 દિવસ પછી આવો, તે કહેશે કે ખાનગી હોસ્પિટલમાં તમારી સારવાર કરાવી લો,, તેમની સારવારનો તમામ ખર્ચ દિલ્હી સરકારે ઉઠાવશે. આ માત્ર દિલ્હીમાં જ શક્ય છે. આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જે કર્યું તે જોઈને પંજાબની જનતાએ કેજરીવાલ પર વિશ્વાસ કર્યો અને ત્યાં સરકાર બનાવી. 6 મહિનામાં જ પંજાબમાં પણ વીજળીનું બિલ શૂન્ય આવવા લાગ્યા. 51 લાખ લોકોના વીજળીના બિલ શૂન્ય પર આવવા લાગ્યા.
જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા
પંજાબની અંદર પણ કામ થવા લાગ્યું. પંજાબ અને દિલ્હીને જોઈને ગુજરાતમાં પણ પરિવર્તનનો અવાજ આવ્યો છે. હવે માત્ર પરિવર્તનની જરૂર છે, ગુજરાતમાં પણ હવે લોકો કહી રહ્યા છે કે પરિવર્તનની જરૂર છે. 27 વર્ષથી ભાજપને હરાવવાના ચક્કરમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપને હટાવવા માટે જીતી જાય છે, અને પછી ભાજપની સરકાર બનાવે છે, અને ભાજપના જ કામમાં આવે છે. તેમણે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી. પરંતુ જ્યારે કેજરીવાલજીએ ગુજરાતમાં આવાની શરૂઆત કરી તો ગુજરાતના લોકો જોવા લાગ્યા કે જો દિલ્હીમાં શાળાઓ, મહોલ્લા ક્લિનિક, વીજળી મફત હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન બની શકે?
ગુજરાતના લોકો કહેવા લાગ્યા કે કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે તો, અમિત શાહ 27 વર્ષમાં પહેલીવાર સરકારી શાળામાં પહોંચ્યા હતાઃ મનીષ સિસોદિયા
ગુજરાતમાં 27 વર્ષથી સરકાર ચાલી રહી છે, પરંતુ અમિત શાહ જીવનમાં પહેલીવાર સરકારી શાળા જોવા ગયા હતા. તમે ક્યારેય જોયું છે? તેઓ અહીં 27 વર્ષથી રાજકારણમાં છે. ક્યારેય કોઈ સરકારી શાળામાં અમિત શાહ જીનો ફોટો જોયો છે? જ્યારે ગુજરાતના લોકો કહેવા લાગ્યા કે અમને કેજરીવાલજી જેવી શાળાઓ જોઈએ છે, ત્યારે અમિત શાહજી સરકારી શાળામાં ગયા અને ફોટોગ્રાફ લેવા ઉભા થયા, અને કહ્યું કે અમે પણ શાળાઓ બનાવી છે. પહેલા તેઓ શાળાની વાત નહોતા કરતા, હોસ્પિટલની વાત કરતા ન હતા, વીજળીના બિલની વાત કરતા ન હતા પરંતુ મજાક ઉડાવતા હતા, કહેતા હતા કે કેજરીવાલ જી મફતની રેવડી વહેંચી રહ્યા છે. કેજરીવાલજીની મજાક ઉડાવતા હતા કે તેઓ મફતમાં લૂંટાવી રહ્યા છે.
અહીં સૌથી ગરીબ માણસ ટેક્સ ભરે છે, સુવિધા લેવી જનતાનો અધિકાર છેઃ મનીષ સિસોદિયા
જનતાને કેજરીવાલજીએ કહ્યું, ભાઈ, મંત્રીઓના ઘરે લાખો રૂપિયાનું વીજળીનું બિલ મફતમાં આવે છે, હું સામાન્ય જનતાને મફતમાં આપું છું તો શું ફરક પડે છે? જનતા ટેક્સ ભરે છે, હું થોડો મફત આપું છું? જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, ગરીબથી ગરીબ વ્યક્તિ સરકારને ટેક્સ ભરે છે અને તેના બદલે અમારે સરકારને કહેવું છે કે, મારા બાળકોને સારી સરકારી શાળાઓ આપો, તે ભીખ નથી માંગી રહ્યો, તે પોતાનો અધિકાર માંગી રહ્યો છે. અહીં બેઠેલો સૌથી ગરીબથી ગરીબ માણસ ટેક્સ ભરે છે અને તેના બદલામાં જો તે સરકારને કહે છે કે મારે હોસ્પિટલ જોઈએ છે તો સરકાર તેમના પર કોઈ ઉપકાર નથી કરી રહી, તેનો હક છે અને તેથી જ તે ટેક્સ ભરી રહ્યો છે. આ લોકો કહી રહ્યા છે કે, મફત ની રેવડી, મફતની રેવડી આપીને સરકારને લૂંટી લેશે.
જનતા પર પૈસા ખર્ચો, આ કેજરીવાલની રાજનીતિ છે, મિત્રો પર પૈસા વેડફો, આ ભાજપની રાજનીતિ છે : મનીષ સિસોદિયા
આજે દિલ્હીનું મોડેલ જુઓ, આજે દિલ્હીમાં શું થઈ રહ્યું છે. જ્યારે હું સરકારમાં આવ્યો વર્ષ 2015માં ત્યારે 30,000 કરોડનું બજેટ હતું. ઈમાનદારીથી સરકાર ચલાવી, કેજરીવાલજીએ ભરપૂર મફતની રેવડી વહેંચી, મહિલાઓ માટે, બાળકો માટે, શાળા માટે, હોસ્પિટલ માટે અને સરકારનું બજેટ ટેક્સમાં વધારો કર્યા વિના 75000 કરોડ રૂપિયાનું થઈ ગયું. જ્યારે તમે જનતા પર ખર્ચ કરો છો, ત્યારે જનતા ટેક્સ ભરે છે અને જ્યારે તમે જનતા પાસેથી ટેક્સ લઇને સ્વિસ બેંકમાં લઇ જાઓ છો અને વધેલા પોતાના મિત્રોને આપો છો. તે પૈસા ટેક્સમાં આવતા નથી, તે લોકો માટે પણ આવતા નથી. જનતા પર પૈસા ખર્ચો, આ કેજરીવાલજીની રાજનીતિ છે, મિત્રો પર પૈસા વેડફો, આ ભાજપની રાજનીતિ છે. 27 વર્ષથી તમે આ રાજનીતિને વેઠી છે, કેમકે તમારી પાસે કોઇ વિકલ્પ નહોતો.
ઇસુદાન ગઢવી રાજકારણમાં કરિયર બનાવવા માટે નથી આવ્યા, પરંતુ અમારા અને તમારા બાળકોનું કરિયર બનાવવા આવ્યા છેઃ મનીષ સિસોદિયા
હું આજે તમારી વચ્ચે આ કહેવા આવ્યો છું કે, આટલું પ્રામાણિક નેતૃત્વ, આટલો મહેનતુ માણસ, અરવિંદ કેજરીવાલજી જેવો અને તેમની સાથે આ ઇસુદાનભાઈ ગઢવી જેવો માણસ તમને નહીં મળે, જે રાજકારણમાં કરિયર બનાવવા નથી આવ્યો, પરંતુ અમારા અને તમારા બાળકોનું કરિયર બનાવવા આવ્યો છે. તે એક તેજસ્વી પત્રકાર હતા, તમે સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો જોયા જ હશે, તે અહીં એટલા માટે નથી આવ્યા કારણ કે તે નેતા બનશે, 4 લોકો તેના ગળામાં માળા પહેરાવશે, બે લોકો સલામ કરશે, તે તેના માટે અહીં નથી આવ્યા.
જે સરકાર પોતાના કર્મચારીઓની વાત સાંભળવા તૈયાર નથી, તે જનતાની વાત શું સાંભળશેઃ મનીષ સિસોદિયા
ગુજરાતમાં પોલીસકર્મીથી માંડીને બસ કંડક્ટર-ડ્રાઈવર સુધી સૌ કોઈ નારાજ છે. આજે હિંમતનગરની યાત્રા દરમિયાન ઘણા બધા બસ કંડક્ટરો અને ડ્રાઈવરોએ અમને કહ્યું કે, “અરવિંદ કેજરીવાલજીએ અમને વચન આપી દિધું છે, તો હવે અમે અરવિંદ કેજરીવાલજીની સાથે છીએ.” હું જ્યાં પણ જાઉં છું ત્યાં સરકારી કર્મચારીઓ અમને કહે છે કે “અરવિંદ કેજરીવાલજીએ અમારી વાત સાંભળી છે.” મારો પ્રશ્ન એ જ છે કે એક એવી સરકાર છે જેણે 27 વર્ષ શાસન કર્યું છે, પરંતુ તે સરકાર સરકારી કર્મચારીઓની એક વાત પણ સાંભળવા તૈયાર નથી. જે સરકાર પોતાના કર્મચારીઓનું સાંભળવા તૈયાર નથી, તે જનતાની વાત શું સાંભળશે? આજે ગુજરાતમાં કર્મચારીઓની વાત સાંભળે એવી સરકારની જરૂર છે. કર્મચારીઓ પણ આપણા બધાની વચ્ચે રહેતા લોકો છે, તમારા બધાની વચ્ચેથી જ કોઈ પોલીસકર્મી અને કોઈ ડ્રાઈવર-કંડક્ટર બન્યા છે. અરવિંદ કેજરીવાલજીએ વચન આપ્યું છે કે 5 વર્ષ પછી કોઈ પણ સરકારી કર્મચારીને કોઈ તકલીફ નહીં પડે. તો હું તમને બધાની પાસે એટલું જ કહેવા આવ્યો છું કે, અબ કી બાર ઝાડુ કી સરકાર. 27 વર્ષથી આપણે ઘણી વાર જોઇ લીધી છે કમળની સરકાર. તેઓએ તેમનાં મિત્રોના ઘર અને કમલમ બનાવવા સિવાય કંઈ કર્યું નથી, હું તમને વચન આપું છું કે અમે કમલમ કરતા પણ શાનદાર સરકારી શાળા બનાવીશું, તો આ વખતે ઝાડુનું બટન દબાવજો.
તલોદમાં આમ આદમી પાર્ટીના ‘બસ, હવે પરિવર્તનની જોઈએ’ના જનસંવાદ દરમિયાન દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા