હુ ચૂંટણી નહી લડું- આકાશ સરકાર
એનસીપીના શહેરના પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરતા આકાશ સરકાર,, ગુજરાત સ્થાપના દિવસના દિવસે આકાશ સરકારે પદ ગ્રહણ કર્યો છે,, આકાશસ સરકારે કહ્યુ છે કે હુ ચૂટણી નહી લડુ,,ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને લડશે,,કેટલી
બેઠકો ઉપર ચૂટણી લડવી તે પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય કરશે,
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અને અમદાવાદ શહેર પ્રમુખની પદગ્રહણ રેલીનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત સ્થાપના દિવસ હોવાના કારણે તેની ઉજવણી કરવામાં આવ્યું અને આકાશ સરકારને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી હોવાથી તેમનો પદગ્રહણ રેલી અને કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી), પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોપોર્રેટર નિકુલસિંહ તોમર, વિદ્યાર્થી સેલના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વિજય યાદવ(કુપ્પીભાઈ), પ્રદેશ મહામંત્રી ડોં. જગદીશ દાફડા, પ્રદેશ સેવાદળ ચેરમેન રાજેશ ત્રિવેદી, પ્રદેશ યુવા પ્રમુખ જીગ્નેશ જોશી અને NCPના હોદ્દેદારો તથા NCPના હજારો કાર્યકરો હાજર રહ્યા હતા.
આકાશ સરકારે જગન્નાથ મંદિરે દર્શન કરીને મહંત દિલીપ દાસના આશિર્વાદ મેળવ્યા હતા,
આકાશ સરકારની રેલી મહાકાળી ચોક ખાતે માતાજીના આશીર્વાદથી રેલીની શરૂઆત કરીને શાહ-આલમ સરકારની દરગાહએ આ રેલી ચાદર ચઢાવવા પહોંચી ત્યાંથી નીકળીને વિજયનગર સોસાયટી કાંકરીયા ખાતે ગૌતમ બુધ્ધ તથા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને મજૂરગામ ત્રણ રસ્તાથી ગીતામંદિર ચાર રસ્તા થઈને જમાલપુર તરફ જગન્નાથ ભગવાનના આશીર્વાદ લઈને જમાલપુર પગથિયાંથી ખમાસા થઈને વિકટોરિયા ગાર્ડનથી લાલદરવાજા તરફ ઇન્દુચાચાની પ્રતિમાને ગુજરાત સ્થાપના દિન હોવાથી ફૂલહાર વિધિ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ થઈને મીરજાપુર થઈને દિલ્લી દરવાજાથી ગાંધી બ્રિજ થઈને ઇન્કમટેક્ષ ચાર રસ્તા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને NCP અમદાવાદ શહેર કાર્યાલય આ રેલી સભામાં ફેરવાઇ હતી, જ્યા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા,
આગામી સમયમાં એનસીપી પ્રજાકીય પ્રશ્નો લઇને કરશે આંદોલન,, પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ, મોંધવારી, શિક્ષણ, મહાનગર પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરશે,
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ