અમદાવાદ
હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી
હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે: ઇસુદાન ગઢવી
છેલ્લા 27 વર્ષથી ભાજપ માલધારી સમાજનું લોહી ચૂસી રહ્યું છે: ઇસુદાન ગઢવી
ભાજપના મળતીયાઓને ફાયદો થાય એના માટે માલધારી સમાજના તબેલા તોડીને ગાયો લઈ જવામાં આવી રહી છે: ઇસુદાન ગઢવી
માલધારી સમાજના તબેલાની ગાયોને બેરહમીપૂર્વક મારવામાં આવી રહી છે: ઇસુદાન ગઢવી
એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર શું વીતી રહી છે: ઇસુદાન ગઢવી
ઘણા બધા માલધારી સમાજના યુવાનો ભ્રષ્ટ ભાજપને છોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇસુદાન ગઢવી
હવે ફક્ત માલધારી સમાજ જ નહીં, પોલીસ સમાજ, વિદ્યાયક સમાજ, ખેડૂત સમાજ અને હવે વાલી સમાજ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે: ઇસુદાન ગઢવી
શાળાઓમાં ભણનાર 97 લાખ બાળકોના માતા પિતા પણ આગામી સમયમાં એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે: ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ માલધારી સમાજના મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ માલધારી સમાજનું લોહી ચૂસી રહ્યું હતું, માલધારી સમાજના અમુક લોકોને થોડા પદ હોદ્દા અને કામો આપીને માલધારી સમાજના યુવાનો વચ્ચે “ભાજપ ભાજપ”ના મેસેજ વાપરતા હતા. પણ હવે માલધારી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે. માલધારી સમાજ માટે એક કાયદો બનાવ્યો અને એને બાજુમાં રાખી મૂક્યો અને ભાજપના મળતીયાઓને ફાયદો થાય એના માટે માલધારી સમાજના તબેલા તોડવામાં આવી રહ્યા છે અને ગાયો લઈ જવામાં આવી રહી છે. તબેલાની ગાયોને બેરહમીપૂર્વક મારવામાં આવી રહી છે. ભ્રષ્ટ ભાજપ કઈ હદ સુધી જશે? અને આનાથી પણ આગળ જઈને ભાજપે માલધારી સમાજના યુવાન અને મહિલાઓ પર ફરિયાદો દાખલ કરી છે અને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની ધમકીઓ આપે છે.
ગઈકાલે ભાજપના એક નેતાએ વિડીયો બનાવીને મને ચેલેન્જ આપી હતી તો મેં એ ચેલેન્જ સ્વીકારીને આજે અહીંયા ચર્ચા કરવા કહ્યું હતું પણ તે અહીંયા આવ્યા નથી. કેમકે એમની તાકાત પણ નથી કે તે ગુજરાતના એક સામાન્ય આમ નાગરિક સામે ડિબેટ પણ કરી શકે. હું મુખ્યમંત્રી અને સી.આર. પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે. જો માલધારી સમાજના સવાલો પૂછવામાં હું ઉણો ઉતરીશ તો પણ હું રાજનીતિ છોડી દઈશ. એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર શું વીતી રહી છે.
મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલજીને કહેવા માગું છું કે તમે કહો એ તારીખ, તમે કહો એ સમય, તમે કહો એ જગ્યાએ હું ઈસુદાન ગઢવી માલધારી સમાજના મુદ્દા ઉપર ડિબેટ કરવા માટે તૈયાર છું. ઘણા બધા માલધારી સમાજના યુવાનો ભ્રષ્ટ ભાજપ ને છોડી રહ્યા છે અને આજે અહીંયા પણ ઘણા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. હવે ફક્ત માલધારી સમાજ જ નહીં, પોલીસ સમાજ વિદ્યાયક સમાજ, ખેડૂત સમાજ અને હવે વાલી સમાજ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ગુજરાતની સરકારી શાળાઓમાં 53 લાખ બાળકો ભણે છે અને ખાનગી શાળાઓમાં 44 લાખ બાળકો ભણી રહ્યા છે તો તેમના માતા પિતા પણ આગામી સમયમાં એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે.
આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.