Uncategorized
વાવાઝોડું ‘અસાની’ઓડિસાના કાંઠા નજીક પહોંચતાં જ નબળું પડી જશે
વાવાઝોડું ‘અસાની’ઓડિસાના કાંઠા નજીક પહોંચતાં જ નબળું પડી જશે
ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ વર્ષનું પહલું વાવાઝોડું અસાની આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા નજીક પહોંચી જશે. તે સમયે પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દેશના અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું અસાની ભારે વરસાદના એંધાણ સાથે કલાકના ૧૨૦ કિલોમીટરના વેગે ધસમસતું પૂર્વના કાંઠા તરફ આગળ વધતાં ઉત્તર અને ઇશાન દિશામાં ફરી વળાંક લે એવો સંભવ છે. વળાંક લીધા પછી કાંઠા સુધી પહોંચતાં નબળું પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી. ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક પહોંચીને મંગળવારની રાત સુધીમાં વાવાઝોડાનું જોર ઘટી જતાં એ સાધારણ વંટોળિયો બને એવી શક્યતા દર્શાવાય છે.
હવામાન વિભાગના મહાનિયામક મૃત્યુંજય મોહપાત્રાએ વાવાઝોડું ઓડિશા કે આંધ્ર પ્રદેશમાં પ્રવેશવાને બદલે કાંઠાળ પટ્ટાને સમાંતર દિશામાં આગળ વધવાની આગાહી કરી હતી. વાવાઝોડા માટે કારણભૂત સિસ્ટમ સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે વિશાખાપટ્ટણમની અગ્નિ દિશામાં ૫૦૦ કિલોમીટર દૂર અને ઓડિશાના પુરીથી ૬૫૦ કિલોમીટર દૂર સ્થિર થઈ હતી. એ સિસ્ટમ ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની ગતિએ વાયવ્ય દિશામાં આગળ વધે છે. તેને કારણે સોમવારે દિવસ દરમિયાન ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં વરસાદ પડ્યો હતો. હવે વાવાઝોડાની અસરથી મંગળવારની સાંજે આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગના કાંઠાળ પ્રદેશ અને આસપાસના પ્રાંતોમાં તેમ જ પશ્ર્ચિમ બંગાળના કાંઠાળ પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળનો ઉપસાગર તોફાની બનવાની શક્યતાને આધારે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના સંબંધિત કાંઠાળ વિસ્તારોના માછીમારોને બે દિવસ માછલાં પકડવા દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે ગંભીર ચક્રવાતી તોફાની અસાની છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે પુરીથી લગભગ 590 કિમી દક્ષિણ પશ્ચિમ અને ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રીત છે. આ બાજુ તેલંગણાના હવામાન ખાતાના ડાઈરેક્ટર નાગા રત્નાનું કહેવું છે કે તેલંગણામાં આગામી બે દિવસ દરમિયાન વીજળી પડવાની પણ શક્યતા છે.
વાવાઝોડા અસાનીની આજથી ભારે અસર જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તથા કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસાની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની, પશ્ચિમ મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ગઈ કાલે રાતે 23.30 વાગ્યે તે પશ્ચિમ-મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ BoB પર આંધ્રના કાકીનાડાથી 330 કિમી દક્ષિણ પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 350 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું. આ વાવાઝોડાની ઓડિશા, દક્ષિણ ભારત સહિત યુપીમાં પણ અસર જોવા મળી શકે છે.
10મી મેથી 13 મે દરમિયાન દેશના અનેક રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલય તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 11થી 13મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજથી ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાનની અસર જોવા મળી રહી ચે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાને લઈને ચેતવણી અપાઈ છે.