અમદાવાદ
યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !
યોગેશ ગઢવીના વિવાદાસ્પદ નિવેદનથી ભાજપની કઈ રીતે વધી મુસીબત
કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવીએ દલિત સમાજ માટે અપમાનજનક જાતિવાદી શબ્દો વાપરવાના કારણે રાજ્યભરમાં દલિત સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
પરિણામે સ્થાનિક લોકોએ તેમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોધાવી છે, જો કે સુત્રોની માનીએ તો ભાજપના ચિન્તન શિબિરમાં આ મુદ્દો ચર્ચાનો રહ્યો હતો, ત્યારે સંઘે પણ આ મુદ્દે નોધ લીધી છે,,
ભુજ શહેર એ ડીવિઝન પોલીસ સ્ટેશનનમાં વિશાલ ગરવા નામના સામાજીક આગેવાને ફરિયાદ નોધાવી છે કે ભીમ રત્ન સમરસ કન્યા છાત્રાલય ભુજ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના હસ્તે ઉદ્ઘટાન કાર્યક્રમ
યોજાયો હતો, જે કાર્યક્રમમાં યોગેશ બોક્ષા તથા ઉમેશ બારોટ, તેમજ સોનલ સંધારનો સાસ્કૃતિ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, જે કાર્યક્રમમાં સામાજિક આગેવાન તરીકે બપોરે ત્રણ વાગ્યે હુ પત્ર ત્યાં ઉપસ્થિત હતો,ત્યારે ચાર વાગ્યાના સમયે
યોગેશ બોક્ષાએ સાસ્કૃતિક પ્રવચન દરમિયાન જ માઇકમાં બોલવા લાગ્યા હતા કે
લખી લેજો આ તો ભારતિય જનતા પાર્ટી તથા કેસરીયાના પ્રતાપે અહીયા આવું નહીતર સોનાની સડકો તોય આ ચારણ ના આવે, આને ચાલુ કરો, અને આને ચાલુ કરો એમ તમે કહેશો એમ અમે થોડા
કઇ વડ વાંદરા છીએ,, અમે કઇ… છીએ,, અમે ચારણ બારોટ છીએ,,અમને ફાવે એમ કરીએ આવી વાતો હાલતી હોય આડા ના આવશો મહેરબાની કરીને કોઇને કે તેવા શબ્દો સ્ટેજ ઉપરથી ઉચ્ચારવામા આવ્યા હતા
જેથી હુ અને મારા સમાજના આગેવાનો નરેશ ભાઇ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ડો રમેશ ગરવા, વાલુ બેન ધેડા,,સહિત સામાજીક આગેવાનો સ્ટેજ પાસે જઇને પહોચ્યા અને કહ્યુ હતું કે આ અમારા સમાજની હોસ્ટલનુ
ઉદ્ઘાટન કાર્યક્રમ છે,અને તમે … જેવા શબ્દો બોલો છો,,જે તમને કલાકારોને શોભે નહી, તેમ કહેતા યોગેશ ભાઇ ઉભા થઇ ગયા હતા,
ઉલ્લેખનિય છે કે આના બે વિડીયો સામે આવ્યા છે, જેમાં પ્રથમમાં યોગેશ ગઢવીએ જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે છે,,જ્યારે બીજા વિડીયોમાં તેઓએ દલિત સમાજથી માફી માંગી લીધી છે તે છે, એટલે કે જ્યારે
સમાજના આગેવાનોએ તેમને આ અંગે ધ્યાન દોર્યુ તો તેઓએ કહ્યુ કે હુ સામાજીક સમરસતા માટે કામ કરુ છુ હુ ક્યારેય આવુ ન બોલી શકુ,, છતાં કોઇ શરત ચુક થઇ છે તો હુ જાહેરમાં માફી માંગુ છે
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
.યોગેશ ગઢવીને થઇ શકે છે સાત વરસની સજા
મહત્વપુર્ણ છે કે આ ઘટના એ છે કે યોગેશ ગઢવીનુ આ નિવેદને સોશિયલ મિડીયમાં ખુબ ઉત્તેજન ઉભુ કર્યુ છે,,યોગશ ગઢવી ભાજપના વરિષ્ઠ નેતા ઉપરાંત તેઓ ગુજરાત સગીત અને નાટ્ય અકાદમીના
પુર્વ ચેરમેન રહી ચુક્યા છે,તેઓ ગુજરાત ભાજપના સાસ્કૃતિક સેલના કન્વીનર પણ રહી ચુક્યા છે,, તેઓ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા હોવાના નાતે વડા પ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ
ચંદ્રકાંત પાટીલ સહિતના મોટા નેતાઓના માનીતા છે, અને ગુજરાત સરકાર હોય કે ભાજપના રાજકીય મેળવાડાઓમાં યોગેસ ગઢવી મતદારોને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરતો ગીત સંગીત રજુ કરે છે, અને તેમના વાક છટાથી મતદારો પ્રભાવિત થાય છે,
ત્યારે તેમના વિરુધ્ધ જે રીતે દલિત સમાજે એટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે, તેમની સામે ભુજ પોલીસે આઇપીસી કલમ 153-એ,તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)આર,3(2)(5-એ) બે કોમો વચ્ચે દુશ્મનાવટના ધિક્કારની દ્વેશની લાગણીઓને
પ્રોત્સાહન આપે તેવા ગેર બંધારણિય અનુસુચિત જાતી પ્રત્યે અપમાન જનક,, — શબ્દ જાહેર કાર્યક્રમમા ઉચ્ચારવા બાબતે ગુનો દાખલ કરાયો છે, જેમાં સાત વરસની સજાની જોગવાઇ છે, ત્યારે તેમની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે, સુત્રોની માનીએ તો તેઓ ધરપકડથી બચવા માટે તેઓ કાયદા વિદનો સલાહ લઇ રહ્યા છે,, સાથે સાથે રાજકીય આકાઓને શરણે પહોચ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ સામે સાપે છછુદર ગળ્યા જેવી સ્થિતિ છે, એક બાજુ દલિત સમાજનો દબાણ છે તો બીજી તરફ
સત્તા પક્ષના વરિષ્ઠ નેતા હોવાથી યોગેશ ગઢવીની ધરપકડ કઇ રીતે કરવી તેને લઇને પોલીસ અસમંજસ જેવી સ્થિતિમાં છે, ધરપકડ ટાળવા માટે તેઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે, કે ઉતારી દેવામા આવ્યા છે તેવો સવાલ ઉઠી રહ્યો છે,
ભાજપમાં ચિન્તાનો વધારો
ઉલ્લેખનિય છે કે જે રીતે યોગેસ ગઢવી સામે પોલીસ ફરિયાદ થઇ અને રાજ્યભરમાં દલિતોમાં નારાજગી ઉભી થઇ તેનાથી ગુજરાત ભાજપમાં ચિન્તાનો માહોલ ફેલાયો છે,મહત્વપુર્ણ વાત એ કે અમિત શાહની હાજરીમાં પ્રદેશ ભાજપની ચિન્તન
શિબિરમાં પણ આની ચર્ચા થઇ છે,કારણ કે રાજ્યમાં અનુસુચિત જાતીની 13 સીટો છે, જે પૈકી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે પાચ છે બેઠકો છે, ત્યારે ભારતિય જનતા પાર્ટીએ તમામ બેઠકો કબ્જે કરવા માટે રણનિતી તૈયાર કરી છે, જેના ભાગરુપે
કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં સામાજિક સમરસતા સમ્મેલનો યોજી ને ભાજપ દલિત સમાજમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા માંગે છે, તેવામાં રાજ્યમાં વિવિધ ભાગોમાં દલિત સમાજ પર અત્યાચાર અપમાન દમન અને શોષણની ઘટનાઓ
બની રહી છે,તેમાંય ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવી ઉપર ભુજ પોલીસ સ્ટેશનનમાં એટ્રોસિટીની ફરિયાદ થતા વિવાદ વધ્યો છે, અને ભાજપના દલિત નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે,
ત્યારે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘે પણ આની ગંભીર નોધ લીધી છે,અને ભાજપના મોવડી મંડળને સૂચના આપી દેવાઇ છે કે ભવિષ્ય કોઇ પણ સમાજનો અપમાન ન થાય તે માટે તમામ નેતાઓ બોલવા લખવા અને વ્યવહારમાં ધ્યાન રાખે,
એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ
મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !
ભાજપની સમરસતા અભિયાનને પડશે ફટકો,
રાજ્યમાં કોંગ્રેસ પાસે રહેલ અનુસુચિત જાતિની પાચ બેઠકો કબ્જે કરવા માટે ભાજપે રણનિતી બનાવી છે,
જેમાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, દાણિલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર,
કાલાવાડના ધારાસભ્ય પ્રવિણ મુછડીયા,, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,
કોડીનારના ધારાસભ્ય મોહન ભાઇ વાળા સમાવેશ છે, ત્યારે આ તમામ બેઠકો પર કબ્જો કરવા માટે સંઘ પરિવારની ભગની સંસ્થાઓ ઉપરાંત ભાજપે વિશેષ ફોકસ કર્યુ છે, ત્યારે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મણિભાઇ વાધેલા,પુર્વ ધારાસભ્ય
પ્રવિણ મારુ સહિતના નેતાઓને ભાજપ જોડી રહ્યુ છે, જેથી પરિણામ પોતાના ફેવરમાં લાવી શકાય,, ભાજપ માટે હમેશા દાણિલિમડા, અને વડગામ જેવી સીટો લોઢાના ચણા ચાવવા સમાન છે, આવી કપરી પરિસ્થિતિમાં યોગેશ ગઢવી જેવા
નેતાઓ જે સાહિત્યના જાણકાર અને સરસ્વતીના પુજારી, જેના કંઠમાં સરસ્વતીના વાસ છે,, તેવા યોગેશ ગઢવી વિરુધ્ધ એટ્રોસીટીની પોલીસ ફરિયાદે ભાજપના સમગ્ર સામાજીક સમરસતા અભિયાન સામે પ્રશ્નો ઉભા કર્યા છે,
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !