વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ કેવી રીતે આપશે ટક્કર
દિલ્હી ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ને ભારત ને નંબર વન બનાવવા માટે લોકો ને જોડવા માટે મિસ કોલ નંબર ની જાહેરાત કરી છે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આપ ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ નું લક્ષ્ય દિલ્હી અને પંજાબ બાદ લાલ કિલ્લા પર રાષ્ટધ્વજ ફરકાવવાનું છે એટલે કે આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભા ની ચૂંટણીમાં વિજેતા બની ને વડાપ્રધાન બનવાનું છે ત્યારે તેઓ એ માટે અત્યાર થી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગ રૂપે તેઓ સોશિયલ મીડિયા માં ટ્વીટ કરી ને ભારત નંબર 1 બનાવવા માટે જોડાવવા માટે મિસ કોલ માટે 9510001000 નંબર ની જાહેરાત કરી છે
हमें भारत को नम्बर-1 बनाना है, हम सब मिलकर भारत को आगे बढ़ाएँगे, इस मुहिम के साथ जुड़ने के लिए इस नम्बर पर मिस कॉल ज़रूर दें –
📞95 1000 1000 pic.twitter.com/yNwFseQqj8
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 6, 2022