જાણવા જેવું
જ્યારે સાબુ નહોતા ત્યારે કેવી રીતે કપડા ધોતા હતા ભારતના લોકો? આ હતી ખાસ રીત
આજના સમયમાં સાબુ કે સર્ફથી બે મિનિટમાં કપડા સાફ થઈ જાય છે. બ્રિટિશ કંપની લીબર બ્રધર્સ ઈંગ્લેન્ડે પહેલીવાર ભારતીય બજારમાં સાબુ લૉન્ચ કર્યો હતો. તો સવાલ એ છે કે આ પહેલા ભારતના લોકો કેવી રીતે કપડા ધોતા હતા. તો આજે અમે તમને જણાવીએ છીએ કે જ્યારે સાબુ નહોતો ત્યારે કેવી રીતે લોકો કપડા ધોતા હતા.
આ રીતે થતી હતી કપડાંની સફાઈ- અરીઠાની છાલમાંથી નીકળતા ફીણ ગંદા કપડાને સાફ કરીને ચમકદાર બનાવતા હતા. આજે પણ મોંઘા અને રેશમી કપડા સાફ કરવા માટે અરીઠાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ વાળ ધોવા માટે પણ થાય છે. જો કે, અરીઠાનો ઉપયોગ ભારતમાં હજુ પણ વાળ ધોવા માટે થાય છે.
સાબુના આગમન પહેલા સામાન્ય લોકો તેમના કપડાને ધોવા માટે ગરમ પાણીમાં નાખીને ભીના કરી નાખતા હતા. ત્યારબાદ તેને પત્થરો પર મારી મારીને સાફ કરવામાં આવ્યા હતા. કારણ કે ત્યારે અરીઠા બધાની પાસે નહોતા. એવું કહેવાય છે કે આજે પણ ધોબીઘાટમાં સાબુ અને સર્ફ વગર જૂના જમાનાની રીતે કપડા ધોવામાં આવે છે.
કેવી રીતે થતો હતો અરીઠાનો ઉપયોગ – મોંઘા અને સોફ્ટ કપડા માટે અરીઠાનો ઉપયોગ થતો હતો. અગાઉ અરીઠાને કપડાં ધોવા માટે પાણી નાખીને ગરમ કરવામાં આવતા હતા. તેમાંથી ફીણ આવવા લાગતા અને પછી ફીણને કાઢીને કપડા પર લગાવીને તેને ઘલવા માટે પથ્થર કે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી કપડાંની ગંદકી જ સાફ નહોતી થતીજ, પરંતુ તે જર્મ ફ્રી પણ થઈ જતા હતા. તે ઓર્ગેનિક હોવાથી તેના શરીર પર કોઈ પ્રકારની અસર થતી ન હતી.
આવી રીતે પણ થતી હતી કપડાંની સફાઈ- જૂના જમાનામાં કપડાંને રેહથી પણ સાફ કરવામાં આવતા હતા. રેહ એક પ્રકારનું ખનિજ છે. તેમાં સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફેટ હોય છે. આ સફેદ રંગના પાવડરને પાણીમાં ભેળવીને તેમાં કપડા પલાળવામાં આવતા હતા અને પછી થોડા સમય પછી કપડાને ઘસીને અથવા પથ્થર પર પછાડીને ધોવાથી ગંદકી સાફ કરવામાં આવતી હતી.