અમદાવાદ
અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !
અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !
ભાજપના નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા એક મહિનાથી સ્નેહ સંવાદ યાત્રા કરીને ગામે ગામ ધુળ ફાકી રહ્યા છે,
યાત્રાના બહાને તેઓ ખાટલા બેઠકો કરીને જનાધાર મજબુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે,ત્યારે ચર્ચા છે કે ઉત્તર ગુજરાતમાં
તેઓ રાધનપુર ઉપરાંત બહુચરાજી,ચાણસ્માં ગાંધીનગર દક્ષિણ,અને અમદાવાદમાં વેજલપુર બેઠક ઉપરથી પણ ચૂંટણી લડે તેઓ
તેમના સમર્થકો ઇચ્છી રહ્યા છે,ત્યારે ભાજપ પણ પોતાના રાજકીય ગણિત સાથે અલ્પેશ ઠાકોરને સલામત બેઠક ઉપરથી
ઉતારવા માંગે છે, જેથી કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના પ્રભાવને ખાળી શકાય.
અલ્પેશ ઠાકોરનો ઉદય
અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર અમદાવાદ જિલ્લામાં ભાજપના નેતા હતા, તેઓ શંકર સિહની સાથે પહેલા રાજપા અને પછી
કોગ્રેસમાં જોડાયા હતા, જ્યારે તેઓ ભાજપમાં હતા ત્યારે પક્ષના રાષ્ટ્રિય નેતાઓ અટલબિહારી બાજપેઇ, એલ કે આડવાણી જેવા નેતાઓ
તેમના નિવાસ સ્થાને આવતા, આનદી બેન પટેલ પરિવાર સાથે પણ તેમનો પારિવારીક સંબધ છે
અલ્પેશ ઠાકોર ગાંધીનગર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા છે, જો કે રાજકારણમાં ફાવટ ન આવતા તેઓએ સમગ્ર જીવન
ઠાકોર સમાજના ઉત્થાન માટે સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો,જેના ભાગ રુપે તેઓએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાવી
અને રાજ્યભરમાં તાલુકા અને જિલ્લા સ્તરે સંગઠન મજુબત કર્યુ,વર્ષ 2015માં તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના કાર્યકાળ દરમિયાન
અલ્પેશ ઠાકોરે રાજ્યમાં દારુની બદીને નાથવા માટે જન જાગૃતિ અભિયાન શરુ કર્યુ . અને તેઓએ જીએમડીસી ગ્રાઉન્ડમાં સમાજના
ઉત્થાન માટે વિશાળ સભાનુ આયોજન કર્યુ, જેમાં તેઓએ માત્ર સામાજિક આગેવાન રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો, અને તેઓએ પોતાના
એકના એક દિકરાના સોંગન્ધ ખાઇને જાહેરાત કરી કેતેઓ ક્યારેય રાજનિતિમાં નહી જોડાય,, તેઓ 2017 સુધી દારુ બંધીનો કડકાઇથી
અમલ કરાવવા માટે પોતાનું અભિયાન તેજ કર્યો, જેમાં તેમને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો અને ઠાકોર સમાજ તેમને ભગવાનની જેમ જોવા લાગ્યા
જેમાં તેમને હાર્દીક પટેલ અને જીગ્નેશ મેવાણી યુવાઓનો સહયોગ પણ મળ્યો હતો,
અલ્પેશ ઠાકોરે સોંગન્ધ કેમ તોડી,
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાત યુવા નેતાઓએ પોતાના રાજકીય રંગ દેખાડવાની શરુઆત કરી
ઠાકોર અને ઓબીસી સમાજનો ચહેરો બની ચૂકેલા અને સમાજમાં ભગવાનની જેમ પુજાતા અલ્પેશ ઠાકોર રાજકારણમાં જોડવા માટે
ભાજપ અને કોગ્રેસ વચ્ચે હોડ જામી, ભાજપના તત્કાલિન રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને તત્કાલિન મુખ્ય પ્રધાન વિજય રુપાણી, અને પ્રદેશ
ભાજપના પ્રમુખ જીતુ ભાઇ વાધાણીએ તેમની સાથે વન ટુ વન બેઠકો કરી.તેમની એ સમયે અમદાવાદની વેજલપુર બેઠકની ઓફર પણ
કરાઇ હતી, જો કે તેઓ પોતાના સમર્થકો માટે વધુ બેઠકો માંગતા મંત્રણાઓ પડી ભાંગી હતી, અને છેલ્લે તેઓએ ઘર વાપસી કરવાનો
નિર્ણય કર્યો અને પોતાના પુત્રના સોગંધને બાજુમાં મુકીને સમાજના કલ્યાણ માટે તેઓએ રાહુલ ગાંધીના હસ્તે ગાંધીનગરમાં કોગ્રેસમાં
જોડાઇ ગયા, અને પોતે રાધનપુરથી ચૂટણી લડ્યા અને જીત્યા,
અલ્પેશ ઠાકોરની એક કન્ફ્યુઝ નેતા તરીકેની છાપ
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દીક પટેલ અને એસ સી નેતા જીગ્નેશ મેવાણીના ઝંઝાવાતી પ્રચાર કર્યો,,,, અને 150 સીટો જીતવાની
વાતો કરતી ભાજપ 100 બેઠકો પણ ન મેળવી શક્યા, પણ 99 બેઠકો મેળવીને ભાજપે સત્તા મેળવી લીધી,, અને વિજય રુપાણી મુખ્ય પ્રધાન
બની ગયા, મુખ્ય પ્રધાન બનવાના ખ્વાબ સાથે કોગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ ઉભી થઇ.
કોગ્રેસને સત્તા ન મળતા તેમના મનમાં વસવસો ઉભો થયો કારણ બહુ જ સ્પષ્ટ છે કે ભાજપે તેમને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરી હતી
જો કે તેમની ઓફર ન સ્વિકારવાનુ દર્દ શરુ થયુ, અને તેઓએ કોંગ્રેસની નેતાગિરી સામે હારનું ઠિકરુ ફોડવાની શરુઆત કરી,,
તેઓ કોગ્રેસ બેઠકોમાં ગેર હાજર રહેતા, સાથે તેઓ વિધાનસભામાં પણ કોગ્રેસ કરતા અલગ મત રજુ કરતા, તેમને હવે અહેસાસ થયો કે
સત્તા વગર સમાજની સેવા શક્ય નથી,. ઠાકોર સમાજનુ ઉત્થાન કરવુ હશે તો સત્તા જોડે રહેવું પડશે,તેઓએ ફરી વાર ભાજપના નેતાઓ
સાથે સંવાદ શરુ કર્યો,,ભાજપને પણ તેમની જરુર હતી અને ભાજપે તેમને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર પણ કરી હતી,
જવાહર ચાવડા, કુવરજી બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને તેમને કેબીનેટ પ્રધાન બનાવાયા,,તેઓએ કોગ્રેસના ધારાસભ્ય
પદેથી રાજીનામુ આપ્યા પછી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્ય ન હોય તેવા જવાહર ચાવડા અને કુવરજી બાવળિયાને
મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કેબીનેટ પ્રધાન બનાવવામાં આવ્યા, એ જ દિવસે અલ્પેશ ઠાકોરને પણ કેબીનેટ પ્રધાન તરીકે શપથ
લેવાનું રાજભવનમાં નક્કી હતું જો કે તેઓ ભાજપ સાથે થયેલ કમિટમેન્ટ મુજબ રાજીનામુ આપવાનો નિર્ણય ન કરી શક્યા,
તેમની રાહ મુખ્ય પ્રધાન સહિત ભાજપના નેતાઓ રાહ જોતા રહ્યા જો કે અનિર્ણાયક એવા અલ્પેશ ઠાકોર નિર્ણય ન કરી શકતા
આખરે મુખ્ય પ્રધાન રુપાણીએ કોગ્રેસમાં થી આવેલા બે પુર્વ ધારાસભ્યોને સરકારમાં સ્થાન આપ્યુ,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ભાજપે અલ્પેશની આશા છોડી
જે તે સમયે ભાજપમા જોડાઇને નુકશાન વેઠેલા અલ્પેશ ઠાકોરને પોતાની ભુલનો અહેસાસ થયો,,અબ પછતાયે હોત ક્યા જબ ચીડીયા ચુગ ગઇ
ખેત,, કારણ હવે ભાજપને તેમની જરુર ન હતી, ગરજ પતી વૈધ્ય વેરી જેવી સ્થિતિ અલ્પેશ ઠાકોરની થઇ ગઇ, પછી તેઓએ વારં વાર
ભાજપમાં જોડાવવા માટે કાકલુદી કરી,, પણ ભાજપના નેતાઓને તેમના ઉપર વિશ્વાસ ન હતો, શરત મુકાઇ પહેલા રાજીનામું મુકો,
પોતાના વિસ્તારમાંથી જીતો પછી પ્રધાન પદ મળશે, આવી કડક શરતો હોવા છતાં તેઓ ભાજપમાં જોડાવવા દોડી ગયા, તેઓએ
2019ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપને જરુર ન હોવા છતાં અલ્પેશ ઠાકોર અને તેમના સાથી એવા ધવલસિહ ઝાલાએ
ભાજપના ઉમેદવારોને મત આપતાની સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ આપી દીધુ,
અને જીતુ ભાઇ વાધાણીની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા,, અને પેટા ચૂટણી રાધનપુર લડ્યા , અને તેમની ભાજપની
આંતરિક જુથબંધી અને જનતાએ હરાવી દીધા,, તેમને થયુ કે હમે અપનોને લુટા ગૈરોમાં કહા દમ થા, મેરી કિસ્તીથી ડુબી વહા
જહા પાની કમથા, હાર્યા પછી તેમને બોર્ડ નિગમમાં ચેરમેન પદની ઇચ્છા હતી, જો કે એ પણ ફળી ભુત થઇ નથી,
એક સમયે તેમને સીએમની બાજુ કેબીનમાં બેસવાની ઇચ્છા હતી,, પણ જો કે તેમની સમયસર નિર્ણય લેવાની રાજકીય
પરિપક્વતાનો અભાવ હોવાને કારણે તેમને ન માયા ન રામ,, તેઓ ફરતારામ થઇ ગયા, અને મતદારોનો સ્નેહ મેળવવા
યાત્રાઓ શરુ કરી દીધી,,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
પીએમ પ્રવિન્દ જગન્નાથે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલને મોરેશિયસ આવવા કેમ આપ્યુ આમંત્રણ-આ છે રહસ્ય
અલ્પેશ ઠાકોર ક્યાંથી લડશે ચૂંટણી
અલ્પેશ ઠાકોર આમ તો રાધનપુરથી બેઠક પર થી જ ચૂંટણી લડશે,,તેમ નિશ્ચિત માનવામાં આવે છે,,
જો કે અલ્પેશ ઠાકોર , પોતાના સમાજમાં ભગવાનની જેમ પુજાતા હોવાથી તેમના સમર્થકો હવે અનેક સલામત બેઠકો
અંગે ચર્ચા કરી રહ્યા છે, બીજી તરફ ભાજપને પણ લાગે છે કે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના કારણે
ઠાકોર સમાજ મતબેંકમાં મોટુ નુકશાન થઇ શકે છે, આવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઠાકોર મતબેંકને
અકબંધ રાખી શકે તેમ છે, એટલા માટે અલ્પેશ ઠાકોરને સલામત બેઠક પરથી ચૂટણી લડાવી સમગ્ર ગુજરાતમાં
સ્ટાર પ્રચારક તરીકે ઉપયોગ કરવા માંગે છે,અત્યારે અલ્પેશ માટે અમદાવાદમાં વેજલપુર વિધાનસભા
ગાંધીનગર દક્ષિણ બેઠક, ચાણસ્માં, બહુચરાજી વિધાનસભા બેઠકોને લઇને ચર્ચા શરુ થઇ છે, અલ્પેશ માટે
વેજલપુર અને ગાંધીનગર દક્ષિણની બેઠક એકદમ સલામત માનવામા આવે છે, બન્ને શહેરી વિસ્તારોની બેઠક છે
બન્ને બેઠકો ઉપર ભાજપ ક્યારેય હાર્યુ નથી, આવી સ્થિતિમાં અલ્પેશ અહીથી ચૂટણી તો ઉત્તર ગુજરાત
મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે,