અમદાવાદ
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ ગુજરાતમાં થયા સક્રીય
પટેલની હાજરીથી તેમના સમર્થકોમાં જોશ તો તેમના વિરોધીઓના ઉડ્યા હોશ
ઉત્તર પ્રદેશમાં ભાજપની ધમાકેદાર જીતથી ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલની હાજરી ગુજરાતમાં આંખે ઉડીને
વળગે તેવી જોવા મળી રહી છે, ક્યારેક સુરત તો ક્યારેક અમદાવાદમાં તેમના માટે યોજાતા જાહેર કાર્યક્રમો હવે રાજકીય ચર્ચાનો વિષય
બન્યો છે,, ત્યારે સુત્રો કહે છેકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ વહેચણીમાં આનંદી બેન પટેલનો મોટો રોલ રહે તેવી સંભાવના છે
પરિણામે તેમના સમર્થકોમાં જોશ જોવા મળે છે,,
આનંદી બેન પટેલની મહિલા નેતા તરીકે ભાજપમાં વર્તાતી ખોટ
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં અનેક કાર્યક્રમોની વણઝાર જોવા મળી રહી છે,
અમદાવાદ અને સુરતમાં તેઓ જાહેર કાર્યક્રમોમાં સતત હાજરી આપી રહ્યા છે,,સુત્રોની માનીએ તો
આ કાર્યક્રમ ભલે બિન રાજકીય કે સરકારી હોય પણ ઉદ્દેશ્ય સંપુર્ણ રાજકીય હોવાનુ માનવામાં આવે છે
અમદાવાદમાં યોજાયેલા સ્માર્ટ સ્કુલના લોકાર્પણ કાર્યક્રમ તેમના વિશ્વાસુ મનાતા સ્કૂલ બોર્ડના ચેરમેન ડો સુજય મહેતાએ શિલજમાં ગોઠવ્યું હતું
8માર્ચે યોજાયેલા આતરરાષ્ટ્રિય મહિલા દિવસનુ કાર્યક્રમ ટાગોર હોલમાં કાર્યક્રમ પણ યોજાયુ હતું
એવી રીતે સુરતમાં પણ મેડિકલ કોલેજના કાર્યક્રમમાં તેમની હાજરી સુચક માનવામાં આવતી હતી
તે સિવાય પણ ભાજપ પાસે અત્યારે ગુજરાતમાં આનંદી બેન પટેલ જેવા પાટીદાર મહિલા નેતાની ખોટ સાલી રહી છે
તેની ભરપાઇ રાજકીય રીતે કરવી મુશ્કેલ છે, અને એટલે પણ તેમના કાર્યક્રમોના માધ્યમથી પક્ષ તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માંગે છે
કારણ કે આજે પણ ભાજપ પાસે ગુજરાતમાં એવી કોઇ મહિલા નેતા નથી,
આનંદી બેન પટેલની સક્રીયતા વધી
આમ તો ગુજરાત તેમનુ પોતાનુ ગૃહ રાજ્ય છે, તેમના માટે કાર્યક્રમો યોજાય તે સ્વાભાવિક છે,
પણ જ્યારથી તેઓ ગુજરાત છોડીને પહેલા મધ્ય પ્રદેશ અને પછી યુપી ગયા હતા, તેમના
સમર્થકોને લાગતુ હતુ કે ગુજરાતમાં તેમની સાથે રાજકીય અન્યાય થઇ રહયા હોવાનો અહેસાસ થતો હતો
મહત્વની વાત એ છે કે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસુ ગણાતા વિજય રુપાણીની મુખ્ય પ્રધાન પદેથી
વિદાય બાદ ગુજરાતમાં પુર્વ મુખ્ય પ્રધાન યુપીના રાજ્યપાલ એવા આનંદી બેન પટેલના અંગત વિશ્વાસુ સાથી એવા ભુપેન્દ્ર પટેલની
ગુજરાતની ગાદી પર તાજપોશી બાદ તેમની ગુજરાતમાં સક્રીયતા વધી છે
તેમાય હવે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ટીકીટોની વહેચણીમાં તેમના
સમર્થકોને અન્યાય ન થાય તેને લઇને તેમના ટેકેદારોએ ગુજરાતમાં કાર્યક્રમો આયોજન શરુ કરી દીધો છે
સરકારી અને બિન રાજકીય કાર્યક્રમોના નામે આનંદી બેન પટેલને મહત્તમ કાર્યક્રમોમાં બોલાવવામાં
આવી રહ્યા છે,જેથી તેનો લાભ રાજકીય રીતે તેમના સમર્થકોને મળી શકે,,
અમદાવાદ નગર પ્રાથમિક સમિતિના ચેરમેન ડો સુજય મહેતા યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલની દિકરી
અનાર પટેલના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે, તેઓને ચેરમેન બનાવવામાં પણ આનંદી બેન પટેલની મહત્વની
ભુમિકા રહી હોવાનુ માનવામાં આવે છે, કારણ કે અમદાવાદ મહાનગર પાલિકાના પ્રભારી ધર્મેન્દ્ર શાહ
તેમના અંગત વિશ્વાસુ વિપુલ સેવકને ચેરમેન બનાવવા માંગતા હતા, જો કે તેમનુ ચાલ્યુ ન હતુ, અને અંતે આનંદી બેન પટેલનુ ધાર્યુ
થયુ હતું, હવે ડો. સુજય મહેતાનુ મિશન એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ગાંધીનગર પહોચવાનું છે
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
એેએમસીના સ્ટેન્ડિંગ કમિટીના પુર્વ ચેરમેન પ્રવિણ પટેલ પણ આનંદી બેન પટેલ વિશ્વાસુ સાથી ગણાય છે
તેઓ પણ દરિયાપુર શાહપુર વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે,,
ભુતકાળમાં તેમને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન બનાવવામાં તેમનો મહત્વનો રોલ રહ્યો હતો,
અમદાવાદ શહેરના પુર્વ મેયર મિનાક્ષી બેન પટેલ પણ આનંદી બેન પટેલના રાઇટ હેન્ડ માનવામાં આવે છે
તેઓ પણ વેજલપુર વિધાનસભા બેઠક માટે એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે,,મહત્વની વાત એ છે કે
તત્કાલિન સમયે પાલડી વોર્ડના કોર્પોરેટર બિજલ પટેલ મેયર પદ માટે સિનિયર હોવા ઉપરાંત સુરેન્દ્ર કાકાની નજીક હોવા છતાં
મેયરની સીટથી વંચિત રહ્યા હતા, અને પ્રથમ વખત ચૂંટાયેલા એવા મિનાક્ષી બેન પટેલને આનંદી બેન પટેલના આશિર્વાદ સાંપડતા
મેયરના પદ સુધી પહોચ્યા હતા
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
શ્રમયોગી કલ્યાણ બોર્ડના પુર્વ ચેરમેન ડો અનિલ પટેલ પણ આનંદી બેન પટેલના ગુડ બુકમાં માનવામાં આવે છે,,
તેઓ નારાણપુરા, એલિસબ્રિજ,ધાટલોડિયા અને દરિયાપુર,શાહપુર જેવી વિધાનસભા બેઠકથી નસીબ આજમાવવા તૈયાર હોવાનુ
સુત્રો કહે છે, આનંદી બેન પટેલ જ્યાંથી પણ ટિકીટ અપાવશે ત્યાંથી તેઓ ઇલેક્શન લડી લેશે,
એએમસીના સ્ટેન્ડિગ કમિટીના પુર્વ ચેરમેન મધુબેન પટેલ પણ આનંદી બેન પટેલની કિચન કેબીનેટના માનવામાં આવે છે,,
તેઓ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ પણ રહી ચુક્યા છે,,તેઓ નિકોલ વિધાનસભા બેઠક પરથી પોતાનુ નસીબ અજમાવવા
માટે આતુર હોવાનુ સુત્રો કહી રહ્યા છે જો કે અત્યારે આ બેઠક પર અમિત શાહના વિશ્વાસુ મનાતા ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ
ધારાસભ્ય છે,
પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી અને એસટી વિભાગના પુર્વ ડીરેક્ટર કે સી પટેલ પણ આનંદી બેન પટેલના કોર ગ્રુપના માનવામાં આવે છે
ત્યારે તેઓ પણ પાટણ વિધાનસભા બેઠક પરથી ગાંધીનગર પહોચવા માંગે છે, મહત્વની વાત તો એ છે કે આનંદી બેન પટેલ
અમદાવાદ જિલ્લાની માંડલ વિધાનસભા બેઠક છોડીને પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ગયા ત્યારે
કાંતિ ભાઇ પટેલ તેમની ચૂટણીનું મેનજમેન્ટ કરતા હતા,
મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ પણ આનંદી બેન પટેલના વિશ્વાસુ મનાય છે,,ત્યારે તેમને મણિનગર થી નરેન્દ્રમોદીના
અનુગામી બનાવવામાં પણ આનંદી બેન પટેલની ભુમિકા મહત્વની રહી હતી,,ત્યારે તેઓ પણ મણિનગરથી ફરી વખત ટીકીટ મળે
તેવા પ્રયત્નો કરી રહ્યા છે,
પુર્વ શિક્ષણ પ્રધાન વસુબેન ત્રિવેદી પણ જામનગરથી ટીકીટવાચ્છુઓની લાઇનમાં છે,ત્યારે તેઓ પણ આનંદી બેન પટેલના
નજીક માનવામાં આવે છે
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
ચાણસ્મા વિધાનસભા બેઠક માટે નંદા જી ઠાકોર પણ મહેનત કરી રહ્યાછે, તેઓ પણ આનંદી બેન પટેલની નજીક માનવામાં આવે છે,
સુરતના મેયર હેમાલી બોધાવાલા પણ આનંદી બેન પટેલના ખાસ ગણાય છે,,ત્યારે તેઓ પણ સુરતથી પોતાનું નસીબ આજમાવી ગાંધીનગર
આવવા માંગે છે,
પણ આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે આનંદી બેન પટેલની સામે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની સક્રીયતા પણ વધી છે,,
તેમના સરકારી અને રાજકીય કાર્યક્રમો સતત ગોઠવાઇ રહ્યા છે, જેથી લાગે છે કે આગામી દિવસોમાં ટિકીટોની વહેચણીને લઇને
બન્નેના સમર્થકો વચ્ચે ભારે ખેચતાણ થઇ શકે છે,,જો કે આખરી નિર્ણય વડા પ્રધાન નરેન્દ્રમોદીને લેવાનો છે,