ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીઓ છે ત્યારે સુત્રોની વાત
માનીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી
નહી લડે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ પુર્વ પ્રદેશ
કોંગ્રેસ પ્રમુખ ભરત સિહ સોલંકી આંણદ અથવા પેટલાદ બેઠક પરથી ચૂંટણી
જંગમાં ઝંપલાવે તેવી પ્રબળ શક્યાતાઓ છે, જ્યારે પુર્વ પ્રદેશ પ્રમુખ
અર્જુન મોઢવાડીયા પોરબંદરથી ચૂંટણી લડે તેમ માનવામાં આવે છે,, તમને જણાવી
દઇએ કે કોંગ્રેસ ચૂંટણીમાં મુખ્યપ્રધાન પદનો ચહેરો કોઇને જાહેર નહી કરે
ગુજરાતમાં 27 વરસથી સત્તાથી વંચિત રહેલ કોંગ્રેસે આ વખતે ભાજપ પાસેથી
સત્તા આંચકી લેવા માટે એક અલગ પ્રકારની રણનીતિ અખત્યાર કરી છે, સુત્રોની
વાત માનીએ તો જેમના માથે ગુજરાતમાં કોગ્રેસને સત્તામાં લાવવાની જવાબદારી
છે, તેવા જગદીશ ઠાકોરને ચૂંટણીના બદલે સંગઠન પર સંપુર્ણ ફોકસ કરવા માટે
કેન્દ્રિય નેતૃત્વે સૂચના આપી હોવાનુ મનાય છે,
આમ તો જગદીશ ઠાકોર દહેગામ અને કાકરેજ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર
માનવામાં આવતા હતા, જોકે હવે તેઓ કોંગ્રેસનો મિશન 125ને પાર પાડવા માટે
તેમની તમામ તાકાત લગાવશે,
પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકી આણંદ લોકસભાના સાસદ,બોરસદના
ધારાસભ્ય ચૂક્યા છે, ત્યારે વર્ષ 1962થી 2017 સુધીમાં માત્ર 2002ના
ગોધરાકાંડને બાદ કરતા પટેલાદ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે, અત્યારે
કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે,
ત્યારે સુત્રોની માનીએ તો ભરત સિહ સોલંકીના નજીકના સમર્થકો માને છે કે
પેટલાદ બેઠક ભરત સિહ માટે અનુકુળ રહેશે, આ ઉપરાંત તેમના અંગત વિશ્વાસુ
આણંદના ધારાસભ્ય કાંતિ પરમાર છે ત્યારે આણંદ બેઠક માટે પણ તેમના નામ ઉપર
વિચાર કરી શકાય છે, જો કોંગ્રેસની સરકાર બને તો આગામી સરકારમાં તેઓ મુખ્ય
પ્રધાન બની શકે છે..
કોગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પોરબદંર વિધાનસભા બેઠક માટે
મજબુત દાવેદાર માનવામાં આવે છે, તેઓ વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર બાબુ
બોખિરીયા સામે હારી ગયા હતા, જો કે આ વખતે પણ કોગ્રેસ તેમને પોરબંદર
બેઠક પરથી ટીકીટ આપશે તેમ માનવામાં આવે છે, તેમના સમર્થકો તેમને પણ મુખ્ય
પ્રધાનનો ચહેરો માને છે,,
પુર્વ કેન્દ્રિય પ્રધાન તુષાર ચૌધરીને પણ વિધાનસભા ચૂટણી લડી શકે
છે,,તેમના સમર્થકો માને છે કે તેઓ બારડોલી વિધાનસભા સીટ ઉપરથી ચૂંટણી
લડી શકે છે, તેઓ ગુજરાતમાં કોંંગ્રેસનો પ્રમુખ આદિવાસી ચહેરો છે,,જેથી
જો ગુજરાતમાં કોગ્રેસ જીતે તો તેઓ પણ સીએમ પદના દાવેદાર બની શકે છે,
પુર્વ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે,,તેમનું
બુથ મેનેજમેન્ટ મજબુત છે,એટલા માટે ત્યાં ભાજપની પેજ સમિતી પણ ઢીલી પડી
જાય છે, જેને લઇને લીધે અમિત ચાવડાની જીત નિશ્ચિત માનવામાં આવે છે, તેઓ
પણ યુથ અને ઓબીસીના ચહેરા તરીકે કોગ્રેસ તેમને પણ મુખ્ય પ્રધાન બનાવી શકે
છે,
પુર્વ કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સિધ્ધાર્થ પટેલ ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય
રહી ચુક્યા છે,,તેઓ મુળ કોંગ્રેસી એવા ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાની
સામે 2017માં ચૂટંણી હારી ગયા હતા..આ વખતે તેઓ પણ ડભોઇ વિધાનસભા માટે
મહેનત કરી રહ્યા છે, તેમના પિતા પણ ગુજરાતની રાજનીતિમાં ચાણક્ય માનવામાં
આવતા હતા, હાલ ગુજરાત કોગ્રેસમાં પાટીદાર ચહેરા તરીકે સિધ્ધાર્થ પટેલ પણ
સીએમ પદના દાવેદાર હોઇ શકે છે,
રાજ્યસભાના સાંસદ શક્તિસિહ ગોહિલ પણ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના
નેતા રહી ચુક્યા છે, તેઓ અહેમદ પટેલના વિશ્વાસુ માનવામાં આવતા હતા,જો
ગુજરાતમા કોંગ્રેસ જીતે તો શક્તિ સિહ ગોહિલને પણ સીએમ પદના ઉમેદવાર બનાવી
શકાય છે,,તેવી રજુઆત પણ તેમના સમર્થકોના માધ્યમથી કોંગ્રેસ હાઇકમાન્ડને
કરાઇ ચુકી હતી, જો કે કોંગ્રેસના કેન્દ્રિયય નેતૃ્ત્વે કહ્યુ હતું કે
કોંગ્રેસ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર નહી કરે લોકશાહી ઢબે
ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષના નેતા નક્કી કરશે, જે મુખ્યપ્રધાન બનશે,
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શેલૈષ પરમાર દાણિલીમડા વિધાનસભા
બેઠકથી પ્રતિનિધિત્વ કરે છે, તેઓ ત્રણ ટર્મથી ધારાસભ્ય છે,તેઓ અનુસૂંચિત
જાતિના ચહેરા તરીકે જાણિતા છે,,તેમના સમર્થકો માને છે કે શૈલેષ પરમાર પણ
મુખ્યપ્રધાન પદ માટે ચહેરો બની શકે છે,, અને યુવા ચહેરા તરીકે જીગ્નેશ
મેવાણીના સમર્થકો પણ તેમને મુખ્ય પ્રધાન બને તેવી આશા જરુરથી રાખે છે,
આમ કોંગ્રેસે ભલે સીએમ પદનો ચહેરો જાહેર ન કર્યો હોય,, પણ વિવિધ જ્ઞાતિના
સિનિયર નેતાઓના સમર્થકો માને છે કે જો કોગ્રેસ જીતે તો તેમના નેતા મુખ્ય
પ્રધાન પદના ચહેરા બની શકે છે,