ગાંધીનગર
પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ
પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ
LRDની પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કરાઇ કઇ નવી વ્યવસ્થા કેપેપર ફુટ્યા કે જવાબો વાયરલ થવાની નથી આવી ફરિયાદ
રાજ્યમાં 7 જિલ્લાના 954 કેન્દ્રો ઉફર 3 લાખની આસપાસ ઉમેદવારોએ આપી પરિક્ષા, પેપર ન ફુટે જે માટે પોલીસ સ્ટાફ સાથે કરાયો ખાસ સંકલન, બનાવાયા અલગથી કંટ્રોલ રુમ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.જેના માટે જે પરિક્ષાઓ લેવાશે, ખાસ કરીને પેપર ન ફુટે તે માટે તબક્કાવાર નવી વ્યવસ્થા કરાઇ છે,
પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાઇ હતી. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ હતી. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા . જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ કરાઇઈ. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાયા હતા,
ભરતીમાં પ્રથમવાર OMR શીટ સીલ કર્યા અંગે ઉમેદવારોને સાક્ષી બનાવાયા
LRDની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR શીટના કવરનું સીલ ખોલાઇ હતી આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ LRDમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ હતી કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાયા અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાઇ. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવી હતી.
ઉમેદવારને ક્લાસ બહાર જવાની પરવાનગી ન મળી
LRDની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર
નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી . દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાઇ હતી.
એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી.
પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવાયા હતા
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.