AMC માટે કાંકરિયા કઇ રીતે બન્યુ નોટ છાપવાની મશીન
કાંકરીયા પરિસર બન્યું જીંવત! છેલ્લા 40 દિવસમાં 1.73 લાખ મુલાકાતી આવ્યા, તંત્રની તિજોરી છલકાઈ થઈ 73.61 લાખની આવક
ઉનાળા વેકેશનમાં અમદાવાદમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય મુલાકાતીઓની સૌથી પહેલી પસંદ બની રહ્યો છે. એપ્રિલ માસમાં જુના અને નવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ૮૮,૭૭૮ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી ૩૭.૯૨ લાખની આવક થઇ હતી. જ્યારે મે માસમાં ૧૦ દિવસમાં જ બંને પ્રાણી સંગ્રહાલયમાં ૮૪,૮૦૪ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જે થકી ૩૫.૬૯ લાખની આવક થવા પામી હતી. આમ કુલ ૪૦ દિવસમાં ૧.૭૩ લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેના થકી કુલ ૭૩.૬૧ લાખની આવક થવા પામી હતી.
કાંકરિયા ઝૂં, લેકફ્રન્ટ ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓથી ઉભરાઇ રહ્યા છે. અમદાવાદીઓ માટે નજીકનું નજીક અને સસ્તુ તેમજ મનભાવે તેવું જો કોઇ પ્રવાસન સ્થળ હોય તો તમાંે આજે પણ કાંકરિયા લેકનો નંબર આવે છે. અમદાવાદની મુલાકાતે બહારના શહેર કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ કાંકરિયા લેક , ઝૂં જોવા અવશ્ય આવતા હોય છે.