ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા પીએમ મોદીને તેમના ભાઇ કરશે કેવી રીતે મદદ
મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
વડા પ્રધાન નરેન્દ્રમોદીના મોટા ભાઇ સોમા ભાઇ મોદીના અધ્યક્ષતામાં 15મીએ અંબાજીમાં મોઢ મોદી સમાજ દ્વારા રાજ્ય કક્ષાનો સમારોહનુ આયોજન
15મી મેના દિવસે કરાયો છે, જેમાં સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના અલગ અલગ ઘટકના વ્યક્તિઓને 15 જેટલા સેલના પ્રમુખ અને ઉપ પ્રમુખ
અને મંત્રી તરીકેના હોદ્દાઓ માટે નિમણુંક એનાયત કરવામાં આવશે,
આ ઉપરાંત મૌઢ મોદી અને તૈલી સમાજના વિકાસ માટે ભાવિ આયોજન વિચારવા સમાજની રાજ્યકક્ષાની વહીવટી સમિતિની બેઠક છે,,જેમાં સમાજના
પ્રમુખ સોમાભાઇ દામોદરદાસ મોદી અને સમાજના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહેશે
ઉલ્લેખનિય છે કે ગુજરાતમા ચૂંટણી આવી રહી છે, ત્યારે એક તરફ વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં પ્રવાસ વધારી દીધો છે, અને ગુજરાતના મતદારોને
ભાજપ સાથે રાખવાના પ્રયાસ કરી રહ્યા છે, દરેક સમાજ ભાજપ સાથે જોડાયેલો રહે તે માટે ખુદ પણ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે ત્યારે
તેમનો મોદી સમાજ પણ ભાજપ સાથે જોડાયેલો રહે તે માટે તેમના મોટા ભાઇ સોમાભાઇ મોદી પણ દિન રાત પરિશ્રમ કરી રહ્યા છે,
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મોદી સમાજને મળે તેના માટે કાર્યક્રમો પણ કરી રહ્યા છે, તેના જ ભાગ રુપે તેઓ અંબાજીમાં ઇસ્કોન
અંબે વેલીમાં ખાસ બેઠક યોજાશે