અમદાવાદ
જીવદયા પ્રેમી હાર્દિક પટેલે કઈ રીતે કબુતરો ને બચાવ્યા

અમદાવાદ ના વંદેમાતરમ રોડ, ગોતા વીસ્તારમાં કોઈ વ્યક્તિ ધ્વારા કબૂતરનાં ૧૧ બચ્ચાં એક બોક્સમાં પુરી રસ્તામાં કચરાના ઢગલામાં નાખી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ કુતરા તે બોક્સ ખેચી રહ્યા હતા ત્યારે એક જીવદયા પ્રેમીની નજર પડતા તે બોકસમાં શું છે એમ તપાસ કરતાં તે બોકસમાં કબૂતરનાં ૧૧ બચ્ચાં જોતાં શ્રી ગણેશ ફાઉન્ડેશન નો સંપર્ક કરતાં શ્રી ગણેશ ફાઉન્ડેશનની ટીમ અને હાર્દિક ભાઈ સ્થળ પર પહોંચી જોતા કબૂતરનાં ૧૧ બચ્ચાં એક બોકસમાં હતા અને બધા જ બચ્ચાં ખુબજ નાના હતા જે બચ્ચાંને શ્રી ગણેશ ફાઉન્ડેશનની ટીમ ધ્વારા રેસ્ક્યુ કરેલ છે.
સાથે એક સંદેશ આપતા કહે છે કે, આવુ અબોલ જીવ ને મારવાનું કૃત્ય ના કરે કેમકે આ દરેક બચ્ચાં મા ની રાહ જોવે છે કે ક્યારે મા આવશે અને અમને ખવડાવશે. બીજી તરફ મા પણ બચ્ચાંને શોધી રહી હશે.
વધુમાં શ્રી ગણેશ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષીના બચ્ચાં હોય કે આપડુ નાનુ બાળક હોય મા જેવો ઉછેર કોઈ ના કરી શકે. પરંતુ હાલ દરેક બચ્ચાં સ્વસ્થ છે અને મોટા કરવાની સંપૂર્ણ જવાબદારી રાખશે.