પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો
આપથી કેવી રીતે થઇ શકે છે ભાજપના ધારાસભ્યોને ફાયદો !
ગુજરાત વિધાનસભાની ચૂૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, જો કે તેમના આ મિશનમાં તેમનો સૌથી મોટો દુશ્મન આમ આદમી પાર્ટી બનશે તેવી ચર્ચા ભાજપના કાર્યકર્તાઓમાં શરુ થઇ ગઇ છે, જેના સંકેતો સ્વય વડા પ્રધાન નરેન્દ્રમોદીએ પણ પાર્ટી મુખ્યાલયમાં આવીને આપ્યા છે, તેઓએ રાજ્યની રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી છે, કઇ રીતે વિપક્ષોની યોજનાને નિષ્ફળ બનાવી શકાય તેને લઇને માર્ગ દર્શન આપ્યું છે,જો કે સ્થાનિક કાર્યકર્તાઓ માને છે કે આ વખતે પહેલી વખત ગુજરાતમાં ગુજરાત મોડેલના બદલે દિલ્હી પંજાબ અને રાજસ્થાન મોડેલની ચર્ચા શરુ થઇ ગઇ છે, જે ભાજપ માટે ચિન્તાનો વિષય બની શકે છે,,અને તેનો તોડ કઇ રીતે શોધવો તેને લઇને ટુંક સમયમાં ગુજરાતની રાજનીતિના જાણકાર કેન્દ્રના મોટા નેતાને જવાબદારી સોપાશે,
ગુજરાત મોડલને બદલે હવે થઇ રહી છે દિલ્હી મોડેલની ચર્ચા
આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાત ઉપર ફોકસ કર્યુ છે, પરિણામે આપના રાષ્ટ્રિય કન્વિનર અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં આવીને દિલ્હી અને પંજાબ મોડેલ પર ગુજરાતને જીતવા માંગે છે, જે રીતે શિક્ષણ આરોગ્ય, મફત વિજળી જેવી યોજનાઓની જાહેરાત કરી છે, જે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો ઉપર અસર ઉભી કરી રહ્યો છે, જેને કારણે ભાજપ અને કોંગ્રેસના કમિટેડ મતદારો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે, જેને લીધે ગુજરાતનો ભાજપનો કાર્યકર્તાઓ ચિન્તા અનુભવી રહ્યો છે, જે બાબતે પ્રદેશના નેતાઓ પણ વાકેફ કરી રહ્યા છે,
આપનો ડર- રિપીટ ફોર્મ્યુલા તરફ ભાજપ
વર્ષ 2017ની વાત કરીએ તો તત્કાલિન મુખ્ય પ્રધાન વિજય રુપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાધાણીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આદોલન, દલિત આદોલન, ઓબીસી આદોલન ઉપરાંત સરકારી કર્મચારીઓના આંદોલનને કારણે ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી ભીંસમાં આવી ગઇ હતી, જેને લીધે ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીએ અનિચ્છાએ કેટલાય ધારાસભ્યોના ફરિયાદો અને નકારાત્મક રિપોર્ટ હોવા છતાં તેમને પાર્ટી દ્વારા રિપીટ કરવામાં આવ્યા હતા, સુત્રોની વાત માનીએ તો ગુજરાતમાં ભારતિય જનત પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચાર ટર્મ ધરાવતા 65 વર્ષ કે તેથી વધુ ઉમરના બે વખત હારેલા ઉમેદવારોને ટિકીટ ન આપવી, આ પ્રકારના માપદંડ નક્કી કરવા બાબતે ચર્ચા થઇ રહી છે, ત્યારે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ પાર્ટી હાઇકમાન્ડ ધ્યાન દોર્યુ છે કે કે શહેરી વિસ્તારમાં આ પ્રકારના પ્રયોગો ચાલી શકે છે, જો કે ગ્રામ્ય વિસ્તારમાં જે તે ધારાસભ્યનો વ્યક્તિગત પ્રભાવ વ્યક્તિગત સપંર્કો, વ્યક્તિગત સંબધો અને પાર્ટી ચાલતી હોય છે, જ્યાં નજીવા માર્જીનથી પાર્ટી જીતી હોય ત્યાં ભાજપ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બનતી હોય છે, ત્યારે આવી સ્થિતિમાં જ્યાં ભાજપના ધારાસભ્યો મજબુત સ્થિતિમાં છે ત્યાં ધારાસભ્યોને રિપીટ કરવા જોઇએ,, સાથે ચર્ચાએ પણ છે કે જો કોગ્રેસમાંથી આવેલા નેતાઓને પાર્ટી ટીકીટ આપવાની હોય તો ભાજપના નેતાઓની કેવી રીતે અન્યાય કરી શકો,,તેઓ મત પણ પાર્ટીમાં વ્યક્ત કરાયો છે, સુત્રો ત્યાં સુધી કહે છે કે જે રીતે આમ આદમી પાર્ટીની અસર હવે ગુજરાતના ગામડાઓ સુધી પહોચી છે,,તેના કારણે કારણે ભારતિય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે, સંભવ છે કે જેમ 2017માં રિપીટ ફોર્મ્યુલાનો લાભ ધારાસભ્યોને મળ્યો, તેવી જ રીતે 2022માં પણ મળી શકે છે,
ભાજપ જુથ બંધીથી છે પરેશાન !
એક તરફ ભાજપ ગુજરાતમા ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિ બનાવી રહ્યુ છે,ત્યારે બીજી તરફ સંઘ પરિવારની જ ભગીની સંસ્થા ભારતિય કિસાન સંધ ખેડુતોના પડતર પ્રશ્નો લઇને ગાંધીનગરમાં અંડિગો જમાવીને બેઠું છે, જે પણ ભાજપ અને સરકાર માટે ચિન્તાનો વિષય છે, તે સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં પાર્ટીમાં તિવ્ર જુથ બંધી જોવા મળી રહી છે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પ્રત્યે ઘૃણનો વાતાવરણ જોવા મળી રહ્યો છે, સાથે કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રીને લઇને પણ કાર્યકર્તાઓમાં નારાજગી છે, જે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી લઇને પરિણામ સુધી ભારે પડી શકે તેમ છે, પરિણામે ભાજપને આમ આદમી પાર્ટીના બાહ્ય પડકાર વચ્ચે આંતરિક પડકારો ચંદ્રકાત પાટીલના 182 સીટો જીતવાના મિશનને બ્રેક મારી શકે છે,
ગુજરાત જીતવા દિલ્હીના મોટા નેતાને મળશે જવાબદારી !
જે રીતે ગુજરાત ભાજપ સામે આમ આદમી પાર્ટી હાવી થઇ રહી છે,, ત્યારે રિપીટ થવા ઇચ્છતા નેતાઓ ધારાસભ્યો અને તેમના ટેકેદારો ભાજપને ડર બતાવી રહ્યા છે, કે જો રિપીટ ફોર્મ્યુલા લાગુ નહી કરાય તો પાર્ટીને ચૂંટણી દરમિયાન મોટુ નુકશાન થઇ શકે છે,, ત્યારે ગુજરાતની રાજનીતિના જાણકાર કેન્દ્રિય શ્રમ રોજગાર પ્રધાન ભુપેન્દ્ર યાદવને ફરીથી ગુજરાતની રાજકીય અખાડામાં ઉતારવાનો નિર્ણય કરાઇ શકે છે, તેઓ ટુંક સમયમાં ગુજરાત આવી શકે છે, કારણ કે 2017 જે રીતે ભાજપ સામે અનેક પડકારો હતા ત્યારે તેમની રણનીતિ અને તેમનુ માર્ગ દર્શન ભારતિય જનતા પાર્ટીને કામે લાગ્યુ હતું,
ગુજરાત યુવક અને સાંસ્કૃતિક બોર્ડ ના ચેરમેન તરીકે કૌશલ દવે ની કરાઈ નિમણુંક